.”આંખ”

6 05 2010

eyes

eyes

******************************

બોલ્યા વગર ઘણું કહી જાય.

ઝપક્યા વગર હલબલાવી જાય.

બંધ હોય તો પણ સમજાવી જાય.

ચંચળ છતાં સ્થિર કરી જાય.

જુએ છતાં અવગણી જાય.

સુહાની સૃષ્ટિનું રસપાન કરાવી જાય.

વસંતના વધામણા અંગે  અંગમા ફેલાવી જાય.

ઉજાસ અને તિમિરનો ભેદ ખોલી જાય.

વિના કારણ દિલમા દર્દ જગાવી જાય.

કુદરતની કમાલની પળ પળનો ચિતાર આપી જાય.

શરમાય ત્યારે કત્લ કરી જાય

જોયું ન જોયું કરી જાય.

સુરદાસના અંતર ચક્ષુ ખોલી જાય.

જોયા ન હોય તેવા ઈશ્વરના ઐશ્વર્યનું વર્ણન કરી જાય.

ભલભલાના છક્કા છોડાવી, પ્રેમમા પાડી જાય.

કામણ કરી ચૂપકીદીથી દિલમા ઘર કરી જાય.

લાજ મૂકે ત્યારે બેફામ બની જાય.

Advertisements

ક્રિયાઓ

Information

8 responses

6 05 2010
pragnaju

સુરદાસના અંતર ચક્ષુ ખોલી જાય.
જોયા ન હોય તેવા ઈશ્વરના ઐશ્વર્યનું વર્ણન કરી જાય.
ભલભલાના છક્કા છોડાવી, પ્રેમમા પાડી જાય.
કામણ કરી ચૂપકીદીથી દિલમા ઘર કરી જાય.
સરસ
યાદ આવી
આંખ સામે ઊગતો દિન રાખીએ,
જે મળી સૌરભ જીવનમાં ચાખીએ;
કોણ જાણે છે હૃદય પીસી પ્રભુ
રંગ અંગોમાં નવા ઘૂંટી જશે.

6 05 2010
વિવેક ટેલર

સુંદર!!

6 05 2010
Harnish Jani

બીજી સ્ત્રીઓ પર આંખ જાય છે ત્યારે પત્નીની આંખ મારા પર હોય છે.

6 05 2010
સુરેશ જાની

આંખ કાઢે – ભય પ્રએરક
ડોળા ફાડે – વિસ્મયમાં

6 05 2010
6 05 2010
hema patel.

kharekhar manushyana sharirma akhaj badhu karati hoy
che. pahela akh jove pachij man, dil, dimag kaam karta
thae jaay. saras rachana.

7 05 2010
prafula

khub saras.

8 05 2010
Capt. Nareેndra

આંખમાં રહેલી ગહનતાનું આ સુંદર કવિત છે. અહીં એક વાત કહીશ: આંખમાં રહી છે સંસ્કારોની શરમ, અને જ્યારે બે આંખની શરમ લુપ્ત થઇ જાય ત્યારે માનવતાનો અંત આવવા લાગે છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: