ગધેડાની પૂંછડી દોરવાની રમતમાં ‘પમી’ પહેલી આવી. તાળીઓની
ઝડી વરસી . સરસ મઝાનું ઈનામ મળ્યું. આનંદ માતો નહતો.બચપનની
સુનહરી યાદોમાં ખોવાઈ જવાની મઝા છે. એકલા બેઠા હોઈએ અને હસી
છૂટી પડે. જો સામે કોઈ બેઠું હોય તો પાગલમાં જ ખપાવે.
આજે વરંડામા બેઠી પમી બાળપણની ગલીઓમાં આંટા મારતી
હતી. ઘણી વખત થતું પ્રભુ બાળપણ લાંબુ કેમ નથી આપતો. પણ સત્યતો
એ છે કે બાળપણ હોય ત્યારે જલ્દી મોટા થવું હોય છે. જે છે તેનો આનંદ
લુંટવાને બદલે જે નથી તેની પાછળ આંધળી દોટ એ મનુષ્યનો સહજ સ્વભાવ
છે.
વાત આડા પાટા પર ઉતરી ગઈ. હા પહેલી આવી, મુખ પર હાસ્ય પણ
અંતર કાં ડંખે. જે કહીશ તે સત્ય કહીશ હવે આ ઉંમરે તે છુપાવવાનો કાંઇ મતલબ?
૧૫ જણા એ રમતમાં ભાગ લીધો હતો. દરેકને આંખે બે પટ્ટા બાંધવાનું કામ મોટી
ઉમરના ભાઈઓ કરી રહ્યા હતા. મારો ક્રમ ૧૦મો હતો. હજી સુધી કોઈ બરાબર
પૂંછડી જગ્યા પર દોરી શક્યું ન હતું. મારો વારો આવ્યો, માથું દુખે એટલો સખત
કસીને પાટો બાંધ્યો હતો. આંખ બધ હતી. જેવો મારો વારો આવ્યો. બે હાથ લંબાવીને
ચાલતી હતી. આંખ ખોલવાનો પ્રયત્ન કર્યો. જરાક ખુલી અને બોલો ક્યાંકથી સુર્યનું
કિરણ ઘુસી ગયું. આનંદ થયો જરાક દેખાતું હતું જે પૂંછડી દોરવા માટે ઘણું હતું.
ગધેડાના ચિત્ર પાસે આવી. ખોટા ખોટા હાથનું માપ લીધું તેમા ડોક ઊંચી
થઈ અને દેખાઈ ગયું. તો પણ થોડીવાર નાટક જારી રાખી અંતે પૂંછડી દોરી.
જગ્યા ઉપર ઉભી રહી અચાનક તાળીઓનો ગડગડાટ મેં પાટો ખોલી નાખ્યો.
બધાએ અભિનંદન આપ્યા અને પ્રથમ વિજેતા જાહેર થઈ. મુખ પર આનંદ
પણ અંતરને ખબર હતી. વિજયના આનંદમા સત્ય કહેવાની હિંમત ન બતાવી
શકી ઘરે ઈનામ લઈને ગઈ પણ માનશો ‘મા’થી છુપુ ન રાખી શકી. મમ્મી તથા
મોટાઈ બંનેને કહી દીધું. તેઓ મારી સત્યપ્રિયતા પર ખુશ થયા.
એ ઈનામ જોઇને મને કદીય આનંદ થયો ન હતો———-
wahhhh gr888 sachchi vat che man thi koi vat chani na rahe..