જઠરાગ્નિ”

14 07 2010

 

મહેફિલ જામી હતી. ચારે બાજુ હાસ્યની છોળો રેલાઈ રહી હતી.

શરાબની બાટલીઓનો ટંકારવ કર્ણપ્રિય લાગતો હત. સંગીતના સૂર પર

સહેલાણીઓ ઠુમકા મારી રહી હતી. ધરતી પર જો સ્વર્ગ હોય તો અંહીજ છે

એમ ભાસતુ હતું.

આદરણિય મિનિસ્ટર સાહેબ હજુ પધાર્યા ન હતા તેથી મહેફિલ થોડી

કાબૂ બહાર હતી. છતાંય સંયમની મર્યાદા જાળવી સહુ પોતાનું વર્તન કરતા

હતા. કેમ ન કરે સમાજનો ઉપલો વર્ગ મળ્યો હતો.

સમાજનો એ વર્ગ , જેના ખિસામા પૈસાનું જોર હોય છે તેઓ પોતાની

જાતનૅ ખૂબ હોશિયાર સમજે છે. અભિમાન તો તેમને નાકને ટેરવે બેઠેલું હોય

હું પણું તેમના વાણી અને વર્તન દ્વારા છતું હોય. તેમના અવાજનો રણકો શંખ

નાદ કરતા પણ બુલંદ હોય.

એટલામા મિનિસ્ટર પધાર્યાની ઘોષણા થઈ. સોય પડે તો પણ સંભળાય

તેવી શાંતિનું સામ્રાજ્ય ચારેકોર છવાઈ ગયું. ટુંકૂને ટચ  ભાષણ આપી સહુને

આવકારી મિનિસ્ટર બેસી ગયા. બે પાંચ નાનામોટા ભાષણ થયા.

મિનિસ્ટર સાહેબને બીજા બે અગત્યના રોકાણ હતા તેથી દરેક જણ પોત

પોતાની જગ્યા પર ગોઠવાયા અને કતારબંધ ખાવાનું પિરસવાવાળા નિકળી

પડ્યા. જેની સોડમ આટલી સુંદર હોય તે અન્ન કેટલું ભવ્ય અને સ્વાદિષ્ટ હશે

તેની કલ્પના જ કરવી રહી.

ભોજન બધુ પરોસાઈ ગયું. સમૂહમા પ્રાર્થના કરી દરેકે જમવાની શરૂઆત

કરી. હજુ તો બે કોળિયા પણ સહુ આમંત્રિત મહેમાનોએ પેટમાં નહી પધરાવ્યા હોય ત્યાં,

ત્યાં અચાનક “આગની ભય સૂચક” ઘંટડી વાગી સહુથી પહેલા મિનિસ્ટર એંઠા હાથે દરવાજા

તરફ દોડ્યા.

મિનિસ્ટર જાય એટલે હાજર રહેલી કોઈ પણ વ્યક્તિ કેવી રીતે ભોજનનો

રસાસ્વાદ માણી શકે. દરેક જણ મિનિસ્ટરને અનુસર્યા. અને મોટા શણગારેલા

ભોજનના કમરામાંથી બહાર નિકળી વરંડામા જમા થયા.

સહુ બહાર નિકળ્યા ત્યાં તો બીજી તરફના બારણેથી લગભગ ૩૦૦

જેટલા ગરીબ બાળકો અંદર ધસી આવી સહુના એંઠા ભાણા પર ટૂટી પડ્યા. બે

મિનિટ પછી વરંડા બાજુના બારણા ખૂલ્યા. ભય સૂચક ઘંટડીબંધ થઈ હતી. બારણું

ખુલતાની સાથે અંદરનું દૃશ્ય જોઈ મહેમાનોની આંખો પહોળી થઈ ગઈ.

મિનિસ્ટરનો માઈક ઉપરથી અવાજ સંભળાયો. “આમંત્રિત મહેમાનો, જે જોઈ

રહ્યા છે તે સત્ય છે. મારી વિનવણીથી આ નાટક કરવામાં આવ્યું હતું. યાદ રહે આપણા,

ભારતના ગરીબ વર્ગનો જઠરાગ્નિ જે દિવસે જાગશે ત્યારે ખંડેરની ભસ્મ કણી ન લાધશે.”

સમજો તો સારું નહીતર પરિણામ માટે તૈયારી રાખજો. આ તો માત્ર ઝલક છે.

એ હતા, આપણા લાંચરુશ્વતથી અળગા રહેનારા મિનિસ્ટર————————-


ક્રિયાઓ

Information

4 responses

14 07 2010
chandravadan

મિનિસ્ટરનો માઈક ઉપરથી અવાજ સંભળાયો. આમંત્રિત મહેમાનો, જે જોઈ

રહ્યા છે તે સત્ય છે. મારી વિનવણીથી આ નાટક કરવામાં આવ્યું હતું. યાદ રહે આપણા

“ભારતના ગરીબ વર્ગનો જઠરાગ્નિ” જે દિવસે જાગશે ત્યારે ખંડેરની ભસ્મ કણી ન લાધશે
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
Nice Varta !
It opens the eyes of ALL !
True Leaders are those who bring “good Changes ” in the Society !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com

Pravinaben….Please read the Tunki Varta & also the PREVIOUS POST of 4th of JULY !

15 07 2010
neeta kotecha

wahhh khub saras vat…khub gami..

19 07 2010
swapnasamarpan

વાહ પ્રવિણાબેન વાહ,
સુંદર વાર્તા , આપણાં દેશમાં આવા નીતિમાન પ્રધાન હોય તે આપણાં
દેશનું અહોભાગ્ય જ ગણાય.! અભિનંદન

“સ્વપ્ન” જેસરવાકર

21 05 2020
શાન્તિભાઈ બી.પટેલ

અદ્ભુતમ્ અદ્ભુતમ્ અદ્ભુતમ્ રચનાઓ છે !

આવી શ્રેષ્ઠ રચનાઓ ને ગુણીજન સમજીને વિચારીને પોતાના પગ સમાજ, રાષ્ટ્ર અને સંસ્કૃતિ તરફ થોડા પણ વાળશે તો આપણાં બાંધવો ના મ્લાન ચહેરાઓ પર આનન્દ ના અમૃતની છોળો જરૂર પરિપ્લાવિત થયેલી જોવા મળશે !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: