“કમળ જ બનવું હતું મારે,
કાદવે ખેંચી લીધા મને.
ભકતિ જ પ્રસરાવવી હતી મારે,
મોહ માયામાં અટવાઈ ગઇ હુ.
આ સંસારમાં એ જ બધું કરવું હતું મારે
મોકલી હતી જેને માટે તે મને.
પણ
કેવી બનાવી તે પ્રુથવી આવી,
અને
કેવો સંસાર બનાવ્યો
શું કામ જરુરતો બનાવી
અને સાથે મજબુરી પણ આપી.
વાંક તારો પણ છે જ પ્રભુ
કે તે જ બધુ બનાવ્યું.
જે કરવું હોય છે અમારે
એ જ
કરવા નથી મળતું અમને અહીંયાં..”
નીતા કોટેચા..
15/9/10
કુદરત
કુદરત કામ કરે છે એ નક્કી છે…
ભલે દેખાય નહી ,પણ એ છે ક્યાંક
એ નક્કી છે….
જતા હોઈયે ક્યારેક કોઈ કામ કરવા
તો હ્રદય રોકે છે એ નક્કી છે….
ન હોય જો આપણી માટે બરોબર કંઇક
તો એ ઇશારો કરે છેં એ નક્કી છેં…
સમજતા આપણને નથી આવડતું
એ વાત અલગ છેં…
પણ એ સમજાવે છેં એ પણ નક્કી છેં….
નીતા કોટેચા…
તાજેતરમા મુંબઈ સમાચારમા પ્રસિધ્ધ
થયેલી કવિતા.
neetaben
congratulations!