યોગના પ્રયોગ દ્વારા સ્વાસ્થ્ય —- ૫

29 09 2010

 

યોગના પ્રયોગ દ્વારા સ્વાસ્થ્ય —-   ૫

  રૂઝ લાવવાની કુદરતી ક્રિયા

  માનવ શરીરની રચના ખૂબ કરામત ભરેલી છે.  શરીર પર

પડતા ઘાવ વગર દવાએ પણ મટી શકે છે. શરીરના મૂળભૂત

તંત્રો જેવા કે રૂધિરાભિસરણ, પાચન , શ્વસન, સ્નાયાવિક અને

પ્રતિ  રક્ષક તંત્ર. આ બધા તંત્રની કાર્યક્ષમતા વધારવા બીજા

બે તંત્ર છે સ્વાસ્થ્યપ્રદ તંત્ર અને આસ્થા તંત્ર.

      માનવ શરીરમા કોઈ પણ વ્યાધિ થાય તો તેમાંથી પુનઃ

સ્વાસ્થ્ય થવાની કુદરતી શક્તિ શરીરમાં જ છે. વિશ્વાસ સાથે 

કાર્ય આસ્થા તંત્ર દ્વારા ચાલે છે.

     પ્રાણાયામ દ્વારા આંતરિક શક્તિનો પૂરેપૂરો ઉપયોગ કરવામા

આવે ત્યારે સારવાર પરિપૂર્ણ બને છે.

    દર્દ પ્રત્યેની જાગૃતિ અડધી સમસ્યા હલ કરે છે. પ્રાણાયામ

કરતી વખતે દર્દ મહેસૂસ થતા ભાગનું આસ્થાપૂર્વક ખ્યાલ કરી

લાંબા શ્વાસની આવન જાવન બંધ આંખે શાંત મનથી કરવામાં

આવે તો દર્દમા રાહત્નો અનુભવ થાય છે.

      શવાસનમાં સૂઈ, સર્વે અંગો સિથિલ કરી શાંત ચિત્તે

  અ  કારા

  ઉ  કારા

  મ  કારાનું

              ગુંજન કરવાથી રાહતનો અનુભવ થાય છે.

  ૐ નું ઉચ્ચારણ ડુંટીમાંથી કરી અંતરિક્ષને આંબવાનો

પ્રયત્ન કરી જુઓ.

     આસ્થા અને એકાગ્રતા દર્દ શમન માટેના અકસીર

ઈલાજ છે. આશા, શ્રધ્ધા, પ્રેમની ભાવના, ઉંડા શ્વાસ

સ્વાસ્થ્ય માટે અતિ મહત્વના છે. મનની શાંતિ, ચંચલતા

પર અંકુશ ખૂબ અગત્યના છે.  પરોપકારી મનોભાવ સ્વાસ્થ્ય

પ્રાપ્તિની ગતિ તેજ બનાવે છે.

      આધુનિક તબીબી વિજ્ઞાન ધીરે ધીરે તેની તરફ ઝુકતું જાય

છે. તેથી તો કહેવાય છે ડોક્ટરનો દર્દી પ્રત્યેનો અભિગમ અને

તેમનો માનવીય વ્યવહાર અડધી લડાઈ જીતવામા કામયાબ

પૂરવાર થઈ છે.

 પ્રાણાયામ

૧. નાડી શુધ્ધિ

૨. સૂર્ય નાડી ભેદન

૩. ચંદ્ર નાડી ભેદન

૪. શિતલી

૫. શિતકારી.

૬. સદંતા

૭. ભ્રમરી

૮. કપાલભાંતિ

૯. ભ્રસરિકા

૧૦. યોગીક શ્વસન

ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ


ક્રિયાઓ

Information

2 responses

29 09 2010
Dilip Gajjar

Thanks for sharing..about yog s information.

30 09 2010
neetakotecha

માનવ શરીરમા કોઈ પણ વ્યાધિ થાય તો તેમાંથી પુનઃ

સ્વાસ્થ્ય થવાની કુદરતી શક્તિ શરીરમાં જ છે. વિશ્વાસ સાથે

કાર્ય આસ્થા તંત્ર દ્વારા ચાલે છે.

aa sachche j mane nahoti khabar..khub saras jjanva maliyu aaje..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: