દિવાળી આવી

3 11 2010

દિવાળી આવી, દિવાળી આવી

નાનપણના એ દિવસો યાદ આવે છે. કેવું નિખાલસ જીવન.

ઘરમા કે મનમા ક્યાંય કચરો નહી. ખાવું ,પીવુ અને મોજમાણવી.

મન ભરીને ફટાકડા ફોડવા. આજે આ મોંઘવારીના કપરાકાળમા

ક્યાં સંતાઈ ગયો તે આનંદ.

આતંકવાદથી ભરપૂર આ જગમા હવે નિર્મળ આનંદ અંતર્ધ્યાન

થઈ ગયો છે.  માનવ તો સ્વાર્થિ ત્યારે પણ હતો. કિંતુ પરોપકારની

ભાવના કદી કદી ડોકિયા કરી જતી.

કદાચ સંરક્ષિત બાળમાનસ એ બધું પારખી ન શકતું. માત્ર

આવી ને મળતા સુખમા મહાલવાની મોજ માણતું.

હવે તો એ દિવસો, સ્વપનો, તમન્ના સઘળું ભૂતકાળમા સરી

ગયું. કાળા ગયાને ધોળા આવ્યા. બાળપણ, જુવાની વિતી ગઈ અને

શણપણ,  પ્રૌઢાવસ્થાએ ઘર કર્યું.

પ્રભુ કૃપાથી હર્યા ભર્યા ઘરમા બાળકોના કલશોરથી દિવાળી અતિ

સુંદર રીતે ઉજવાય છે.  ઘર દિવડા , સાથિયા અને હસીખુશીથી

ઉભરાય છે.  ગૌરવવંતા બે બાળકો લક્ષ્મી સમાન પુત્રવધુઓ અને

ત્રણ પૌત્ર, બે પૌત્રીઓથી ઘરનું આંગણ ચહકે છે.

દિવાળીતો  દર વર્ષે  આવે છે, નવી ઉમંગ અને આશા લાવે છે.

દિવાળીના હોંશે મનાવશું.

દિઃ    દિલમાંથી “મેલ”ને તિલાંજલી

વાઃ  વાળીઝુડીને ઘરમાં ખુણેખાંચરે સફાઈ

ળીઃ  “સળી” દ્વારા મંગલ કામનાના સાથિયાથી આંગણું પાવન

સર્વે  મિત્રોને દિવાળીની શુભ કામના , નવા વર્ષના “નૂતન

વર્ષાભિનંદનઃ”

આવતુ નવુ વર્ષ ૨૦૬૭, સહુનુ મંગલકારી નિવડે.

Advertisements

Actions

Information

One response

3 11 2010
pragnaju

દિવાળીની શુભ કામના , નવા વર્ષના “નૂતન

વર્ષાભિનંદનઃ”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s
%d bloggers like this: