**********************************************************************************************************************
દીકરી આંખનો તારો
દીકરો હ્રદયનો ધબકારો
દીકરી લાગે પારસ
દીકરો દે વારસ
દીકરી પારકી થાપણ
દીકરો કરે પોષણ
દીકરી કુટુંબની શાખ
દીકરો કુટુંબનું નાક
દીકરી બે કુટુંબ તારે
દીકરો ભવસાગર ઉતારે
દીકરી સર્વગુણ સંપન્ન
દીકરામા બત્રીસ લક્ષણ
દીકરી દિકરો દે
દીકરો પ્યાર દે
દીકરી પ્રેમ બતાવે
દીકરો પ્યાર જતાવે
દીકરી મુખથી બોલે
દીકરાની આંખો બોલે
દીકરી, દીકરો સંતાન
માબાપનું જીવન કલ્યાણ
added on January 7 ,2019
દીકરી તું વહાલનો દરિયો
દીકરા તું સ્નેહનો સાગર
**
દીકરી તું પ્યારથી ઉભરાતી
દીકરા તું સંવેદના સભર
*
દીકરી તું માતા પિતાનું ગૌરવ
દીકરા તું આંતરડી ઠારે
*
દીકરી તારા પર જાન કુરબાન
દીકરા તું પૂરા કરે અરમાન
*
દીકરી સંસ્કાર ઉજાળે છે
દીકરો જીવતર શોભાવે છે
*
દીકરી તને આંસુ આવે છે.
દીકરા તારું અંતર ઘવાય છે
*
દીકરી તું બોલીને દર્દ ભૂલે છે.
દીકરા તું મનમાં દર્દ ઘુંટે છે
*
દીકરીની વાણી વહે
દીકરાની આંખો બોલે
***
દિકરો આંબાનુ ઝાડવુ, ફળીયામા લહેરાય
દિકરી નમણી જુઇ , દિકરી શીતળ છાંય !
દિકરો ઢોલ ધબુકતો, દિકરી મીઠી શરણાઇ
મિઠા સુર વહાલના , છો ઘર ઘર લહેરાઇ !
srs , nice ,
દિકરી મુખથી બોલે
દિકરાની આંખો બોલે
maaru manvu che, dikro-dikri ek samaan! banne prem thi tarbor kare che maa-baap ne
**દીકરી અને દીકરો એક સિક્કાની બે બાજુ છે॰*
**સૂર્ય અને ચંદ્ર બેય નું આગવું મહત્વ છેજ॰**તેમ આ બેય ડાબી-જમણી આંખ જેવા છે॰ મારે મન બેય સરખા॰***
******************** જયેશ શુક્લ॰”નિમિત્ત”॰વડોદરા;07.10.2013.