સામગ્રીઃ
૧ ટી સ્પૂન બટર
૧ ટી સ્પૂન મેંદાનો લોટ
૧ કપ દૂધ
૧/૪ કપ છીણેલી ચીઝ
૧/૨ કપ વટાણા
૧/૨ કપ ઝીણી કાપેલી ફણસી
૧/૨ કપ ઝણી કાપેલી ગાજર
૨ ટી સ્પૂન વાટેલાં મરચાં (સ્વાદ્પ્રમાણે)
મીઠું, મરી,
૧/૪ કપ બ્રે્ડ ક્રમ્બ્સ.
રીતઃ
પેણીમાં બટરને ગરમ કરવા મૂકો
ધીમેથી મેંદો નાખીને હલાવવું.
દૂધ ઉમેરીને વ્હાઈટ સોસ તૈયાર કરવો.
બધા શાક ને વરાળથી બાફવા.
બાફેલાં શાક ને વ્હાઈટ સોસમાં ઉમેરી. તેમાં
મીઠું, મરી, વાટેલાળ મરચાં અને બ્રેડ ક્રમ્બ્સ ભેળવી દેવાં.
બેકિંગ ડીશમાં તૈયાર થયેલું મિશ્રણ નાખી ઉપર ચીઝ ભભરાવવી.
એલ્યુમિનિયમ ફોઈલથી ઢાંકી ૧૫ મિનિટ ૩૦૦ ડીગ્રી ફે. પર બેક કરવું.
ગરમા ગરમ ખાવા માટે તૈયાર થઈ જાવ.
સાથે ગાર્લિક ટોસ્ટ મઝેદાર લાગશે.