આપણે જ આપણા દુશ્મન

17 06 2011

“હું છેલ છબીલો ગુજરાતી

હું રંગ રંગીલી ગુજરાતણ”

રાસ ગરબામાં મનમૂકીને ઘુમનાર એવા આપણે જ્યારે વાતો કરવા બેસીએ છીએ ત્યારે શામાટે

આપણી જાતને ‘નાની’ બતાવવાનો પ્રયત્ન કરતાં હોઈશું? હંમેશા ‘રૂપિયાના ત્રણ અડધા ” લાવનાર

ગુજરાતી સ્વભાવે કંજુસ નથી હોતા’ . હા, કરકસરિયા જરૂર પણ તે તો ગુણ છે નહી કે અવગુણ.

અમદાવાદી પંકાય છે ‘એક ચા ને બે રકાબી’ કારણ આખા દિવસમાં દસથી બાર વાર ચા પિવાતી

હોય છે.જો આમ ન કરે તો તેની ‘ધમની’ અને ‘શિરા’માં લોહીને બદલે ચા વહેવા માંડે !

ગુજરાતી પુસ્તક પાછળ પૈસા ન ખરચે.સાંભળ્યું છે જે ઘરમાં પાંચ સારા પુસ્તક ન હોય તે ઘરે દીકરી

દેવી નહી અને દીકરો આપવો નહી’ . હવે કહેશો આપણા ઘરોમાં જે પુસ્તકો છે તે કાં તો તફડાવેલાં,

મફત યા પુરસ્કાર રૂપે મળેલાં હશે? ખરીદેલાં ‘ગીતા’, ‘ભાગવત’ અને રામાયણ જરૂર હશે .

અમેરિકામાં વળી નવું તૂત છે. ગુજરાતી ‘બૈરાં’ બધી ચીજો ‘સેલ’માં લાવે. ભલા ભાઈ જ્યારે ૩૦ થી

૪૦ વર્ષ પહેલાં અંહી આવ્યા ત્યારે ખિસામાં કેટલાં’ફદિયા’ હતાં. હા કદાચ હાથમાં ડીગ્રી હતી સાચું

પણ એકડે એકથી ઘર માંડવાનું હોય અને તે પણ પરદેશમાં! એ દિવસો યાદ કરો ? એ તો આજે

બાળકો ભણ્યાં એટલે સારું કમાતા થયા તો તેઓ ‘હોલ ફુડ’ સ્ટોરોમાંથી ‘ઓર્ગેનીક’ વસ્તુઓ

ખરીદતાં થયા. “આંબો વાવનાર” ફળ ખાનારને જોઈ હરખાય.

આજની પ્રજા જે લીલા લહેર માણી રહી છે તેનું મૂળભૂત કારણ કદાચ આ ‘સેલ’ અને ‘ કરકસર’

માં છુપાયું હશે? બાળકોને પૂછી જોજો સંમત થશે !

યાદ છે અમેરીકાથી છોકરો આવ્યો હોય ‘છગન મગન તારા છાપરે જઘન, આજ તારા વિવાહ

અને કાલ તારા લગન” ની ઉક્તિ પ્રમાણે દસ દિવસમાં પરણી ઉપડી જતાં. પાસપોર્ટ તૈયાર

હોય તો સાથે નહિતર બે મહિના પછી. તે સમયે ડૉક્ટર છોકરીઓને પરણનાર ને ત્યાં ‘ચમન’ આજે

નરી આંખે આપણે સહુ નિહાળી રહ્યા છીએ.

તેવી જ રીતે ડૉક્ટર છોકરાઓને પરણનારની પત્નીઓને માથે પ્રભુએ માત્ર “શિંગડા” ઉગાડવાના

જ બાકી રાખ્યા છે! ડૉલર પચાવવો સહેલો નથી ? લક્ષ્મીનું આ નવું રૂપ ખૂબ આકર્ષક છે.

‘ગુજરાતીઓએ’ આખા વિશ્વમાં ‘ભારત’નું નામ રોશન કર્યું છે. યાદ છે ને” જ્યાં જ્યાં વસે એક

ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’. ધરતીના પટમાં એવો એક ખૂણો નહી જડે જ્યાં ‘ગુજરાતી’

બંદો ન પહોંચ્યો ન હોય?

મોટેભાગે માનવ સહજ સ્વભાવ છે. ‘ગુણો તરફ દુર્લક્ષ્ય’ અને ‘અવગુણોને’ મીઠું,મરચું

ઉમેરીને બતાવવા.અરે, અંહી ડૉલરનો ખડકેલો થયો હોય ત્યારે આપણા દેશમાં મૂડીનું રોકાણ આપણે

ગુજરાતીઓ ખુલ્લે દિલે કરી રહ્યા છીએ. આપણા બાળકો ભણે તેને માટે જીવતો જાગતો નમૂનો છે

“એકલ વિદ્યાલય’ અને “પ્રથમ’.

“અક્ષય પાત્ર”નું નામ સાંભળ્યું છે. લાખો બાળકોને દિવસનું ભોજન પ્રાપ્ત થાય છે. એમાં પણ

‘ગુજરાતી’ વિરલાઓ છૂટ્ટે હાથે પૈસા વેરે છે.

‘ગુજરાતી ભાષાના” ભવિષ્ય વિશે વિચારીને ‘જીવ બાળીએ’ છીએ અને આપણા બાળકો સાથે

અંગ્રેજીમાં ‘ફાડીએ’ છીએ. કેવી કરૂણતા !

‘મહેમાનગતિ’ માણવા માટે ગુજરાતીને ઘરે વગર ‘નોતરે’પહોંચી જાઓ. ક્યાંય જરા પણ

કમી નહી જણાય. બધે ‘અમીચંદો નથી હોતા” .’ભામાશા’ જણાશે ગર્વથી મસ્તક ઉન્નત થશે.

‘પૂજય ગાંધીજી’ અને ‘લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ’ આપણામાંના જ એક છે.

“ઘર ફૂટે ઘર જાય ” .આપણે ગર્વથી કહીએ’ હા, હું ગુજરાતી છું’. યાદ રાખવું જરૂરી છે ‘ગધેડું ગંગા

નાહે ઘોડું ન થાય”. આપણે ભરતિય છીએ રહેવાનાં અને રહીશું. હા, સારી વસ્તુઓ ખુલ્લા દિલે

આપણે અપનાવી છે. કહેવાય છે “દેશ તેવો વેશ”.

ગુજરાત હિંદનો છે એક ભાગ

જય હિંદ જય હિંદ બોલો સાથ

Advertisements

ક્રિયાઓ

Information

5 responses

18 06 2011
hemapatel

પ્રવિણાબેન ,તમે સાચી હકીકત દર્શાવી છે . ગુજરાતીને પોતાના જ જાત ભાઈ ગુજરાતીઓ ગુજરાતી માટે ખરાબ બોલે , અને દુનિયામાં ખરાબ દેખાડે .

18 06 2011
Manibhai Patel

AAPNi SAATHE SAHAMATA CHHU.
AABHAAR BAHENAA.MANVANT.

18 06 2011
Manibhai Patel

I accept all your ideas.bahena thx.manvant.

18 06 2011
chandravadan

Very nicely written Post.
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Pravinabe Thanks for your visits/comments on my Blog

20 06 2011
manvant Patel

spashta vakta sukhi bhavet !
JIVANNU SATYA TAARVAVAANU TAME KYATHI SHIKHYAA ^?
WAH WAH KAHEVU JA PADE BHAI ! KAHEVU J PADE !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: