દીકરો

11 08 2011

જેમ પતિ બિંદાસ કહી શકે તેમ કદી પત્ની હિંમત કરી ને

ન કહે કે ‘હું પતિ કરતાં પુત્રને વધારે ચાહું છું.’ પુત્ર હોય યા

પુત્રી માતા પોતાનાં બાળકને જીવથી પણ અધિક ચાહતી હોય

છે.બાળક પણ માતાને અદકેરો પ્રેમ આપે છે.જેમ દીકરી માતા

યા પિતાને ચાહે તો દીકરો કેમ ન ચાહે? શું માતા બંને ને ગર્ભમાં

સરખો સમય નથી રાખતી? શું તેના ઉછેરમાં કશી ઉણપ જણાય

છે? પણ જે સમાજ દીકરીને વળાવતાં અંસુડા સારે છે તે જ સમાજ

દીકરાનાં લગ્ન વખતે જશન મનાવે છે. દીકરી જેમ પતિની થાય

છે તેમ દીકરો પણ પત્નીનો થાય છે. જમાઈ દીકરો ન થઈ શકે

તેમ વહુ પણ દીકરી ન થઈ શકે.

દીકરીને જેમ માબાપ વહાલાં છે તેમ દીકરાને પણ તેઓ વહાલાં

હોય છે. માણસ ચાંદ પર જાય કે ધરતીના પેટાળમાં તેની વિચાર-

સરણી ન બદલાય તો પ્રગતિ કઈ દિશામાં કરી કહેવાય?

દીકરી બોલીને પ્યાર જતાવે. દીકરાની આંખમાંથી અમી વરસે.

જે માતાને દિકરી નથી હોતી તેથી એમ ન માનતાં કે તેને શું ખબર

પડે. અત્રે યાદ રહેવું જરૂરી છે તે પોતે કોકની દીકરી છે.

દીકરો માતા પિતાનો મિત્ર બને છે. વખત આવે માનાં આંસુ

લુછે છે.પિતાને ગૌરવ થાય એવા કાર્ય કરે છે.પિતાના ખભે ખભા

મિલવી તેમનો સહારો બને છે. જ્યારે સુંદરને સમજુ અર્ધાંગના મેળવે

છે ત્યારે બંને પક્ષને સમજદારીથી સંભાળે છે. દીકરાની વહાલી

મા માત્ર સમસ્ત ઘરની “મા”અને દાદી છે. તે નથી શોક્ય કે હરિફ.

સાસુ પણ ‘મા’ છે. તેને માત્ર મીઠા શબ્દને પ્યારની જ આશા હોય.

બાકી ખાલી હાથે આવ્યા અને ખાલી જવાનાં તે સત્ય જીવનમાંથી તારવ્યું

હોય છે. શ્રવણ અને પુંડરિક તેમનાં માતા પિતાનાં પુત્ર હતાં.

પુત્રી અને પુત્ર બંને કિસ્મતથી મળે છે. જે હોય તેનો આનંદ મનાવો.

જે નથી તેનો અફસોસ શામાટે? બંને પ્રભુએ આપેલી સોગાદ છે.

Advertisements

ક્રિયાઓ

Information

One response

24 08 2011
manvant Patel

VICHARO KHOOB GAMYA .AABHAR !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: