થોડી ચર્ચા—–૨

15 09 2011

ષટસંપત્તિઃ

૧.શમ

મન ઉપર નિયંત્રણ કે નિગ્રહ એ જ શમ કહેવાય છે.

મનના ચંચળ સ્વભાવને ઈન્દ્રિયોના વિષય તરફ દોડતા

અટકાવવું કે રોકવું. શબ્દ, સ્પર્શ, રૂપ,રસ, અને ગંધ

તરફ મનને સહજ આકર્ષણ છે.મનને ભોગ્ય પદાર્થની અનિત્યતા

સમજાવી આત્મસુખ અનંત આનંદ આપેછે તેવી સમજ આપવી.

શમના અભાવે આપણે મનના ગુલામ થઈએ છીએ.

૨.દમઃ

બહારની ઇન્દ્રિયોનો નો નિગ્રહ એટલે દમ.વિવેક દ્વારા ઇન્દ્રિયોનું

દમન.દમ, પાંચ જ્ઞાનેન્દ્રિય સાથે સંકળાયેલ છે. ૧.ચક્ષુ,૨.ત્વચા

૩.શ્રવણેન્દ્રિય, ૪.ઘ્રાણેન્દ્રિય, ૫.સ્વાદેન્દ્રિય. ઇન્દ્રિયો સાથે પણ

સંવાદ જરૂરી છે. દોડ સાચી છે દિશા ખોટૉ છે. પરમાત્મા બહાર

ન જડે. તે તો સ્વયંની ભિતર રહેલું આત્મ ચૈતન્ય છે.

૩.ઉપરમઃ

પોતાનું ધર્મનું અનુષ્ઠાન કરવું એ જ ઉપરામ કે ઉપરતિ કહેવાય છે.

સ્વધર્મનું પાલન કરવું અને પ્રક્રુત્તિ વિરુધ્ધના પરધર્મનો ત્યાગ કરવો

ઇષ્ટ છે. સુખ આવે તો ઉન્માદ રાગ નથી દુખ આવે તો અજંપો કે

દ્વેષ નથી.

૪. તિતિક્ષાઃ

ઠંડી- ગરમી, સુખ – દુઃખ આદિ સહનશીલતાને તિતિક્ષા કહેવાય છે.

સંજોગોનું પરિવર્તન તે પ્રત્યેક મનુષ્યના પ્રારબ્ધની પ્રસાદી છે. તિતિક્ષા

આપણાં અંતિમ ધ્યેય પ્રત્યે નિષ્ઠાવાન બનાવેછે. જીવનમાંથી ફરિયાદ,

અપમાનની ભાવના અને અપરાધની લાગણી સદાને માટે વિદાય લે છે.

૫. શ્રધ્ધાઃ

ગુરુ તથા વેદાંત વાક્યોમાં વિશ્વાસ તે શ્રધ્ધા.નિઃસંદેહ તેમાં રહેલું સત્ય પણું

સ્વિકારવું. કૃષ્ણ ભગવાને ગીતામાં સ્પષ્ટ કહ્યું છે ‘શ્રધ્ધા વગર આત્મજ્ઞાન

નથી.’ વેદાંત વાક્યોમાં શ્રધ્ધા રાખી તેને સ્વિકારવામાં જ શાણપણ અને

શરણાગતિ રહેલાં છે.

૬.સમાધાનઃ

ચિત્તની એકાગ્રતાને સમાધાન કહેવાય છે. ચિત્તનો ધર્મ છે ચંચળતા.

અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા ચિત્તની સ્થિરતા-એકાગ્રતા કે સમાધાન

જડશે. અજન્મા-અદૃશ્ય-અરૂપી પરમાત્માના વિચારોમાં ચિત્તને રોકી

રાખીએ તો ચિત્ત અવશ્ય પરમાત્મામાં એકાગ્ર થઈ શકે.

આમ ષટ્સંપત્તિ અંહી સંક્ષેપમાં આલેખવાનો પ્રયત્ન કર્યો છે. આશા છે

મિત્રો તમે આવકારશો.


ક્રિયાઓ

Information

7 responses

15 09 2011
manvant Patel

Bahena,tamaru darshan ane shaman upayogi
ane uttam chhe.saabhinandan aabhar ………..!

15 09 2011
Sharad Shah

આ ષટસંપત્તિ સ્વઊપાર્જીત હોય તો બહુમુલ્ય છે. પણ પારકા (શાસ્ત્રો)ની હોય તો બે કોડીની છે.

15 09 2011
16 09 2011
hemapatel

તત્વચિન્તનથી ભરેલ સુન્દર આલેખન .

16 09 2011
devika dhruva

Good thoughts.. keep it up.

16 09 2011
પરાર્થે સમર્પણ

શ્રી પ્રવિણા બહેન

જીવનમાં ઉતારવા જેવી આ ચર્ચા અમુલ્ય છે.

16 09 2011
chandravadan

Very good Vicharo !
Enjoyed the Post !
Dr. Chandravadan Mistry
http://www.chandrapukar.wordpress.com
Inviting you to the New Post !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: