થોડી ચર્ચા—૫

શ્રાધ્ધના દિવસોમાં “થોડી ચર્ચા” ખૂબ જ યોગ્ય જણાય છે.

આપન ને સહુને ગૌતમ બુધ્ધની વાત યાદ હશે. ‘जो घरमें

किसीका मृत्यु हुआ न हो वहांसे थोडीसी सरसों ले आ”.

શ્રાધ્ધમાં માનીએ કે ન માનીએ પણ હકિકતનો ઇન્કાર

નહી થી શકે.આપણે સહુએ સ્નેહીજનો કે આપ્તજનોના વિયોગનું

દુખ જીવનમાં ક્યારેકતો અનુભવ્યું છે. ભાદરવા સુદ પૂનમથી ,

અમાસ સુધીના ૧૬ દિવસો શ્રાધ્ધાના ગણાય છે અને પછી શરૂ

થશે નવરાત્રી.

આજે આપણે પંચપ્રાણ વીશે વિચારીશું

૧.પ્રાણ

૨.અપાન.

૩.સમાન

૪.વ્યાન

૫. ઉદાન

૧.પ્રાણ એટલે પ્રાણવાયુ જેશરીરના શ્વસનતંત્ર સાથે સંકળાયેલો

છે.પ્રાણવાયુ વગર જીવનની શક્યતા અસંભવ છે. પ્રાણ દેહમાં

ચેતના ભરે છે. કર્મેન્દ્રિયોને ક્રિયાશીલ કરે છે. મનને મનન બુધ્ધિને

બળ અને ચિત્તને ચિંતન શક્તિ પ્રદાન કરે છે.ભૂખ અને તરસ પર

નિયંત્રણ લાદે છે.

૨.અપાન
જે નાભિમાં બિરાજે છે. તે અધોગામી છે અર્થાત કમરથી નીચેના

ભાગ તરફ પ્રયાણ કરે છે. નાભીથી નીચેના રસ્તે ગેસને બહાર મોકલવાનું

કાર્ય સફળતા પૂર્વક કરે છે.મળ મૂત્રનું વિસર્જન તેને આધારિત્છે. જો તેમાં

વિઘ્ન આવે તો અનેક રોગો શરીરમાં પ્રવેશી શકે. જેવાંકે બેચેની, અપચો,

વાયુ વિકાર. તે ઉત્સર્ગતંત્રને સંભાળે છે.

3.સમાન

સ્થૂળ કે પ્રવાહી અન્નનું જઠર કે ઉદરમાં પાચન થઈ ચયને અપચયની

ક્રિયા દ્વારા અન્ન રસના જુદા જુદા સ્રાવ ભિન્ન ભિન્ન અવયવોમાં સમાન રીતે

પહોંચાડે. અન્નરસની વહેંચણી સમાન રીતે કરી શરીરનું સમતુલન જાલવે.

પાચનતંત્રનો કાર્યભાર સમાન વાયુ ઉપાડે છે.

૪.વ્યાન

સમગ્ર શરીરમાં વ્યાપ્ત રહી શરીરમાં લોહી સાથેપરિભ્રમણ કરે તે

વ્યાન વાયુ ને નામે ઓળખાય.અવયવોને બળ અને કાર્યશીલ રહેવાની

પ્રેરણા આપે. સમગ્ર શરિરમાં વ્યાપ્ત રહી લોહી અને શક્તિ પહોંચાડે.

રુધિરાભિસરણનું તંત્ર ‘વ્યાન’ સંભાળે છે.

૫.ઉદાન

ઉદાન જે ખાધેલા અને પચાવેલા ખોરાક ને નિયત સ્થાને મોકલે છે.

અંત સમયે જીવાત્માને ઉત્ક્રમણમાં મદદ રૂપ હોઈ, ઉત્ક્રમણની ક્રિયામાં

સામેલ હોવાથી તેને ઉદાન વાયુ કહે છે.

(ઉત્ક્રમણઃ સ્થૂળ શરીરના મૃત્યુ પછી કરેલા કર્મના ફળ ભોગવવા તથા

અતૃપ્ત વાસનાપૂર્તિ માટે જીવાત્મા મૃતદેહ ત્યાગીને જાય તેને ઉત્ક્રમણ

કહેવાય.)

૫.પ્રાણ

4 thoughts on “થોડી ચર્ચા—૫

 1. During the Shrdhdha Period of the Hindu Pholosophical Thought, your thoughts on PRAN are read..enjoyed.
  The LIFE in a Body is the Pran….that is inseparable from the Spriritual Entity the Soul….To sustain as the LIFE, Body must interact with the positive forces of Mind…Oxygen…Blood….Food Elements….Internal Energy ( Hormones Etc) & the Excretory System Elements (5 Needs)
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Pravinaben…See you on my Blog for the New Post.

 2. પંચપ્રાણ વિશે બહુજ સુન્દર માહિતિ .
  પ્રવિણાબેન, તમારા યોગ અભિયાસની જે માહિતિ આપો છો તે ખરેખર બધાને
  માટે ઉપયોગી છે અને સાચેજ આ જ્ઞાનની બહુજ જરૂર છે .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: