આપણે પંચ પ્રાણ જોયા. હવે જોઈશું પંચકોષઃ
જો શરીર પર વાઢકાપ ( ઓપરેશન) કરીએ તો તે ફેફસાં, આંતરડાં,
અન્નનળીની માફક આ પાંચ કોષ દેખાશે નહી. આત્મા પર આવા પાંચ-
કોષ છવાયેલા છે.જેથી આપણે કોષને આત્મા માની લઈએ છીએ.તેથી
સુખી અને દુખી થઈએ છીએ.
૧. અન્નમય કોષ
૨. પ્રાણમય કોષ
૩. મનોમય કોશ
૪. વિજ્ઞાનમય કોષ
૫. આનંદમય કોષ
૧.અન્નમય કોષ
અન્નના રસથી ઉત્પન્ન થાય. અન્નના રસથી જેની વૃધ્ધિ થાય અને અંતે
અન્ન રૂપી પૃથ્વીમા વિલીન થાય તે સ્થૂળ શરીર એટલે અન્નમય કોષ. તેની
સાથે આપણું તાદાત્મ્ય એટલું બધું ગાઢ થઈ ગયું કે તેને આપણે ‘હું” માનવા
લાગ્યા. આપણે અજ્ઞાનમાં ડૂબી આત્મા અશરીરી, અનાકાર, અદૃશ્ય છે તે
વિસરી ગયા. આત્માતો સત-ચિત-આનંદ સ્વરૂપ છે. શરીર તો સ્થૂળ અને
નાશવંત છે.
૨.પ્રાણમય કોષ
પાંચ પ્રાણ (વાયુ) વાણી વગેરે ઇન્દ્રિયોનો સમૂહ એટલે પ્રાણમય કોષ.આ
પ્રાણમય કોષ અન્નમય કોષથી સૂક્ષ્મ છે. પ્રાણમયકોષ શરીરમાં પાંચ પ્રકારની
ક્રિયાથી જોડાયેલો છે. પ્રાણવાયુ જે આપણાજીવન માટે આવશ્યક છે તે અતિ
મહત્વનો છે.આપ્રાણમય કોષાઅપણને ભૂખ અને તરસનું ભાન કરાવે છે.
૩.મનોમય કોષ
જે પ્રાણમય કોષથી પણ સૂક્ષ્મ છે.પાંચ જ્ઞાનેન્દ્રિયના સમૂહથી જે ઉત્પન્ન
થયો તે મનોમન કોષ.શંકા સંદેહ પેદા થાય, સંકલ્પ વિકલ્પ સર્જાય તે
મનોમય કોષ. ઉલઝન સુલઝાવે તે મન. બંધનને મુક્તિનો અહેસાસ
કરાવનાર્પણ મન. પાંચ જ્ઞાનેન્દ્રિયના ઘોડા શરીરરૂપી રથને હંકારે ત્યારે
લગામનું કાર્ય કરે મન.
૪. વિજ્ઞાનમય કોષ
બુધ્ધિ અને પાંચ જ્ઞાનેન્દ્રિય મળીને બને છે વિજ્ઞાનમય કોષ. વિવેક અને
સારાસારનું ભાન કરાવે તે વિજ્ઞાનમય કોષ. બુધ્ધિ કે મેધા અને પાંચ-
જ્ઞાનેન્દ્રિયનો સમૂહ જે વિજ્ઞાનમય કોષને નામે ઓળખાય છે. મનની
સરખામણીમાં બુધ્ધિ સૂક્ષ્મ છે. જીવનમાં સુખ અને કલ્યાણ ઈચ્છનારે
જીવન રથની લગામ વિવેક્વાળા સારથિના હાથમાં સોંપવી જોઈએ.
૫.આનંદમય કોષ
કારણ શરીર જે અવિદ્યામાં મલિન સત્વ પ્રિય આદિ વૃત્તિ સહિત
જે છે તે આનંદમય કોષ. સરળ ભાષામાં આવરણ સાથેનો આનંદ
એટલે આનંદમય કોષ. જ્યારે અંતઃકરણ અજ્ઞાનથી આવૃત્ત હોય,
આચ્છાદિત હોય ત્યારે તે સુષુપ્તિકાળે આત્માના આનંદનો અનુભવ
કરાવે પણ જાણે નહી કે આ ઈન્દ્રિય ગત્છે. હું સત ચિત આનંદ છું તેવું
આત્મજ્ઞાન હોતું નથી. જ્યાં સ્વ સ્વરૂપનું અજ્ઞાન છે. તે અજ્ઞાનમાં જે
મલિન સત્વ છે તે સુખદ વૃત્તિ એજ આનંદમય કોષ. જે આનંદ નિત્ય
નથી. શાશ્વત નથી. આત્માનો આનંદ ઉદય અસ્ત રહિત છે.
JIvan Rathna Sarthi banta jao chho.
saras mahiti badal Aabhar Bahena !
જીવનમાં સુખ અને કલ્યાણ ઈચ્છનારે
જીવન રથની લગામ વિવેક્વાળા સારથિના હાથમાં સોંપવી જોઈએ.
wahhh khub saras vat kahi aape…
I loved your article – very informative and inspiring!