મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ

રેંટિયા બારસ

જેમ ભારતના રાષ્ટ્રધ્વજને ત્રણ રંગ છે. તેમ ભારતની જનતા પણ ત્રણ જાતની

છે. જવાન, કિસાન અને મજદૂર એક અબજ અને ૨૦ કરોડની જનતામા મોટે ભાગે

આ પ્રજા છે. રાજકરણીઓ અને ધનિક લોકોને બાદ કરતાં જે વધે તે આ ત્રણ વર્ગમાં

વહેંચી શકાય.

લોભી .લુંટારુ અને લાંચરુશ્વત કરનારા રાજકારણીઓ દેશના નામને અને મહિમાને

બટ્ટો લગાડી રહ્યા છે. આપણી પ્રજા બુધ્ધિશાળી છે તેમાં બેમત નથી. ભગવાધારી નો

એક વર્ગ છે જે અભણ અને ગરીબ પ્રજાને અવળે માર્ગે દોરી તેનો ગેરલાભ ઉઠાવે છે.

ધનિક વર્ગ સમજી ગયો છે કે  મજદૂરો વિના તેમનો ઉધ્ધાર નથી. મોટાભાગના ઉદ્યોગ-

-પતિઓ પોતાના મજદૂર તથા ભણેલાગણેલા નોકરિયાતોનું ખૂબ જ સરસ ધ્યાન રાખે

છે.જેને લીધે તેમની પ્રગતિ સાથે તેમના માણસોની પ્રગતિ સધાય છે. સાથે સાથે માણસો

ખૂબ વફાદારી પૂર્વક સાથ આપે છે. ‘તેઓ સાથે ઉન્નતિમાં ‘ માને છે.

જો ‘મજૂર’, ‘કિસાન’ અને ‘જવાન’ ત્રણેય માન ભેર જીવી શકે એવું વાતાવરણ આપણે

ભારતમાં સર્જવા શક્તિમાન થઈએ તો પૂ.બાપુનું સેવેલું સ્વપ્ન સાકાર થયેલું ગણાય.

ભારત દેશ કોઈની ઇજારાશાહી નથી. આજે અમેરિકા કહી રહ્યું છે “MADE IN AMERICA’ માં

માનો.પૂ .બાપુએ “સ્વદેશી”  ની હિલચાલ વર્ષો પહેલાં ઉપાડી હતી. યાદ છે ‘પરદેશી માલ’ની

હોળી!

પૂ.બાપુના જન્મ્દિન નિમિત્તે આપણે શું કરવું અને દેશને “ભ્રષ્ટાચાર હટાવો”માંથી કઈ રીતે

ઉગારવો તે વિચાર કરવાનો સમય પાકી ગયો છે. દેશે આપણા માટે ઘણું  કર્યું  છે. હવે આપણે

‘દેશ કાજે’ શું કરીશું તે નક્કી કરવામાટે વ્યર્થ સમય ન ગુમાવીએ તેઆપણા હિતમાં છે.

આજે ૨જી ઓક્ટોબર,૨૦૧૧ હજુ કેટલી રાહ જોવાની. ‘જાગો’, ‘ઉઠો’ દેશમાંથી ભ્રષ્ટાચાર

હટાવી ,આમ જનતાને ચેનની નિંદ સાપડે એવા કામમા લાગી જઈએ. આઝાદી મેળવવા માટે

અનગણિત લોકોએ  જાનના બલિદાન આપ્યા હતા. આજે મોંઘવારીએ માઝા મૂકી છે. ધનવાન

અને રાજકારણીઓના પેટનું પાણી પણ હાલતું નથી. તેમનઓ સૂતેલો અંતરાત્મા જાગે તેવી

પ્રાર્થના સાથે વિરમું છું.

One thought on “મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: