ગાંધીના નામનો જય જય કાર

ગાંધી જયંતી આવે ૨જી ઓક્ટોબરે. હમણાં તેના ભવ્ય સમારંભમાંથી

ઘરે આવી.તેમના નામનો મહિમા આજે પણ જીવંત છે. મારી નાની

બહેન ગાંધી કુટુંબમાં પરણી છે. પૂજ્ય ગાંધી બાપુને અને તેમને કશી

જ સગાઈ નથી.

થોડા વખત પહેલાં ડોક્ટરની ઓફિસમાં બેઠા હતાં મારા નાના બનેવી

અને બહેન. તેને વાર્ષિક તપાસ માટે અંદર બોલાવી. બનેવી મારા જરાક

ઢીલા જણાયા .તે જેવી અંદર ગઈ કે તેઓ બહાર વરંડામાં આવ્યા. બહાર

એક અમેરિકન તેમની સાથે વાત કરવા આવ્યો. ‘હેલો, સર યોર લાસ્ટ

ને્મ ઈઝ’ગાંધી’? ચિંતામાં હતા છતાં પણ મારા બનેવીએ સ્મિત સહિત જવાબ

આપ્યો. ‘યસ,પ્લીઝ’.પેલો માણસ એકદમ ખુશ થઈ બોલ્યો ,’લુક, આઇ

કીપ હિઝ પિક્ચર ઇન માય વોલેટ’.કહીને પૂજ્ય મહાત્મા ગાંધીનો ફોટો બતાવ્યો.

ખુશીનો પાર ન રહ્યો.

જ્યારે આપણે તેમના નામને વટાવી ખાઈએ છીએ. કિંતુ અમેરિકામાં આજે  જે  કાર્યક્રમ

થયો તે દાદ માગી લે છે. હ્યુસ્ટન શહેરમાં પૂ. ગાંધીજી પ્રતિમા પાસેથી ૧૦૦ ઉપર માણસો

૩ માઈલની પદયાત્રા કરી ‘મિલર આઉટ ડોર થિએટર’માં લગભગ ૧૦૦૦ માણસની હાજરીમાં

ઉપસ્થિત થઈ અઢી કલાકનો સુંદર કાર્યક્રમ માણ્યો. નાના બાળકોને લેખન અને વક્તૃત્વની સ્પર્ધાના

ઈનામો વહેંચાયા. સમાજની અગ્રગણ્ય  વ્યક્તિઓએ  ઉપસ્થિત રહી શોભામાં અભિવૃધ્ધિ કરી.

ગાંધીબાપુનો સંદેશ ખૂબ સુંદર રીતે દરેક વ્યક્તિએ અભિનય દ્વારા માણ્યો. મોટા પડદા ઉપર

પૂ. બાપુનો પયગામ ગુંજી ઉઠ્યો. મેયર, કાઉન્સિલ જર્નલ વગેરેની ઉપસ્થિતિ નોંધનીય બની.

એક સાથે ‘૧૦૦૦ મિણબત્તીઓ’થી વાતાવરણ શોભાયમાન થયું. ( આવર્ષે હ્યુસ્ટનમાં વરસાદને

અભાવે મિણબત્તીને બદલે  બેટરી ઓપરેટર લાઈટો હતી.)

નાના મોટાં, દેશી વિદેશી સહુએ ખૂબ દિલથી પ્રસંગની મોજ માણી. ‘બાપુ, તમે અમર થઈ ગયા.

તમારો સંદેશો ઘરે ઘરે ગુંજે છે. ‘  સાદર પ્રણામ

2 thoughts on “ગાંધીના નામનો જય જય કાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: