છેલ છબીલા

21 12 2011

છેલ છબીલા શ્રીજીની જોને છટા

મારું મન મોહી ગયા ઝટપટ

હે, ઝટપટ હે ઝટપટ મારું મન ચોરી ગયા ઝટપટ

ક્યારની શોધું તેને વનરાવને

પૂછી રહી હું ડાળ પાનને

કોઈ બતાવે મને તેનો મુકામ

મારું મન ચોરી ગયા ઝટપટ

હે ઝટપટ હે ઝટપટ મારું મન ચોરી ગયા ઝટપટ

હે શોભે સુંદર માથે મુગટ

હાથે મુરલી ધરી હોઠ પર

ધર્યું અંગે પીળું પિતાંબર

મારું મન મોહી ગયા ઝટપટ

હે ઝટપટ હે ઝટપટ મારું મન મોહી ગયું ઝટપટ

જલ ભરવા આવી જમના તટ

ફોડી નાખ્યો મારો નાનો ઘટ

ચક્ષુ ખુલ્યા ને દૂર થયો પટ

મારું મન લઈ ગયા ઝટપટ

હે, ઝટપટ હે ઝટપટ મારું મન ચોરી ગયા ઝટપટ

શ્રીજીને શરણે હું આવી ઝટ

નિરખી રહી વાલમનો વટ

અંતરે ઉદભવી શ્રીજીની રટ

મારું મન લઈ ગયા ઝટપટ

હે ઝટપટ હે ઝટપટ મારું મન લઈ ગયા ઝટપટ

Advertisements

Actions

Information

2 responses

21 12 2011
devikadhruva

સરસ લયબદ્ધ ગેય રચના થઇ છે.
પહેલી પંક્તિમાં છટાને બદલે ‘વટ’ લો તો ?
ત્રીજા અંતરામાં પણ ચાર લીટી પછી ‘ હે ઝટપટ હે ઝટપટ મારું મન લઈ ગયા ઝટપટ’ રહી ગઇ લાગે છે. જરા જોઇ લેશો.
બાકી આખુ ભજન શબ્દ,ભાવ,લય અને સંગીતની દ્રષ્ટિએ સુંદર રચાયું છે. ગમ્યું.

22 12 2011
manvant

ZATPAT BAHU GAMYU.AABHAR BAHENA !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s
%d bloggers like this: