ખુલ્લી આંખે——-૨

6 02 2012

આજે જ્યાં જોઈએ ત્યાં સાંભળવા મળે છે “સમય બદલાયો છે.” ખબર નહી કેમ હું એ

મંતવ્ય સાથે સહમત થઈ શકતી નથી. તમે તરત જ વળતો જવાબ આપશો,” જેવી

તમારી મરજી.”  એક પળ થોભો, જે કાંઈ કહું છું તે સાંભળજો, વિચારજો .કદાચ તમને

તેમાં તથ્ય જણાય.

૧. સૂરજ સદીઓ થઈ પૂર્વમાંથી ડોકિયું કરી પશ્ચિમમાં ડૂબકી લગાવે છે. સમયની તાકાત

છે તેમાં મીનીમેખ કરી શકે?

૨. પર્વતમાંથી ઉછળતી કૂદતી નદી સાગર તટ  આંધળી દોટ મૂકે છે. રાહમાં અનેક અવરોધો

આવે ગણકારતી નથી. બસ  તેની મંઝિલ સમયનાં બંધનમાં જકડાતી નથી.

૩. ધરતીમાતાને ખોદી તેમાં રોપેલું બીજ ધરા ફાડીને બહાર આવે છે. હર એક છોડ ઉંચો વધે

છે .નીચે ધરતીના પેટાળ તરફ જતો નથી.

૪. માતા જ  બાળકને જન્મ આપવા સમર્થ છે. ૨૧મી સદીમાં કે ઈસ્વીસન પૂર્વે ના

સમયમાં.

૫. દરેક બાળ, પુત્ર હોય કે પુત્રી માતાનાં ગર્ભમાં નવ માસ ગાળે છે. આજે પણ અને

હજારો વર્ષ પહેલાં પણ.

મારા મતે આજના આધુનિક જમાનામાં આ સર્વ હકિકત સત્ય છે. તો સમય ક્યાં બદલાયો?

હા, માનવની દૃષ્ટિ જરૂર બદલાઈ છે. આધુનિકતાએ તેને ખૂબ સમજુ બનાવ્યો છે. સ્વાર્થી

કહું તો અતિશયોક્તિ નહી લાગે. માગણીએ માઝા મૂકી છે. લાગણીઓ મુરઝાઈ ગઈ છે

જરૂરિયાતો  અસીમ  થઈ ગઈ છે. એક સાદું ઉદાહરણ પુરતું  છે.  બસ માત્ર  ૩૦ વર્ષ

પહેલાંની વાત  છે. આપણા દેશમાં (ભારત) ટેલિફોન બહુ પ્રચલિત ન હતાં. કારણ

નજીવું , ટેલિફોન એક્સચેંજ  પાસે  જોડાણ આપવાની સમર્થતા ન હતી. મારો પોતાનો

અનુભવ છે.દસ વર્ષે જ્યારે મારી અરજી મંજૂર થઈ ત્યારેહું અમેરિકા આવી ગઈ હતી.

તેથી મારે ના પાડવી પડી.હવે આજના સમયમાં માનવ શું અરે બાળકો પણ એમ

સમજે છે કે “સેલ ફોન” વગર કેવી રીતે જીવાય? આ છે આજની “જીવન દૃષ્ટિ”.

દરેક  સ્થાને, સ્થળે “હું” ના મધ્યબિંદુની આજુબાજુ સૃષ્ટિ રચાય છે. દરેક બાળક

આ ધરા પર અવતરણ કરે છે . ” માનવ ” તેણે બનવું પડે છે!

ખુલ્લી આંખે જણાય છે, વ્યક્તિ હોય કે ન હોય દુનિયાની કોઈ વસ્તુ અટકતી નથી.

કશું જ બદલાતું નથી. વ્યક્તિની ગેરહાજરી પણ પછી કોઠે પડી જાય છે. હા, સાધન અને

સુવિધા વધતા જાય છે. દુનિયા નાની થતી જાય છે. હજારો માઈલની  દૂરી હોવા છતાં

નજીકતા નો આભાસ થાય છે.

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

6 02 2012
સુરેશ જાની

Good research.
But note..
Every moment, large stock of water flows through the river. But not a singlr drop is the same drop.
In our body- not a single cell lives for the whole length of life of the person. What you think to be the same , is not at rudimentarily primary level of existence – the cellular world.
It depends on from what standpoint you look at.

11 02 2012
manvant

AAPNI VAATMAA SAMMAT.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: