ખુલ્લી આંખે——–૫

26 02 2012

રોજ રોજ મારી નાનકડી ઢીંગલી જેવી દીકરીને ‘આઈ પૉડ’ ઉપર જોતી.

‘સ્કાઈપ’ ઉપર પણ જોવા મળે.  આજના યુગે તો કમાલ કરી. હજારો માઈલ

દૂર હોઈએ તો પણ જાણે નજદિક હોય એવું લાગે.

પૌત્ર અને પૌત્રી પરદેશમાં વસતા હોય છતાં રોજ વાત થાય. અરે આટલી

વાત તો ભારતમાં રહેતાં સગાંવહાલા અને મિત્ર મંડળ સાથે કરવનો સમય

નથી મળતો.

નાનકડી મજાની ‘ખુશી’ જેને જોઈને ખુશ થઈ જવાય તેવી સુંદર. નિયમ

પ્રમાણે અચૂક દર  બીજે દિવસે મળવાનું નક્કી હોય. એક દિવસ અમારી સાથે

અને એક દિવસ રોહનના માતા પિતા સાથે. ખુશી મોટી થતી ચાલી.

અચાનક રોહનના માતાની તબિયત નરમ થવાથી ખુશીને લઈ રીના મુંબઈ

આવી. રાતનો સમય હતો. બે વર્ષની ખુશી સૂતી હતી. સવારે ઉઠી અને રીનાના

ખોળામાં બેઠી હતી. હું ત્યાં બાજુમાં જ હતી. થોડી થોડી વારે મને ‘હાથ લગાડે’

અને’ નાની’ બોલે.

હું વિચાર કરું આગળ કેમ કાંઈ બોલતી નથી. લગભગ પાંચથી છ વાર આમ

કર્યું. હવે રીનાને ખ્યાલ આવ્યો. કહે મમ્મા, એ તને અડકીને ખાત્રી કરે છે કે તું

તેની બાજુમાં છે. ‘આઈ પોડ અને સ્કાઈપ ‘ પર  તને જોતી હતી. હવે તેને સમજ

પડતી નથી આ નાનીને કેવી રીતે અડી શકે છે. તને કીસ આપે , તું તેને સામી

કીસ આપે. નાની બાળકી  મુંઝવણમાં છે.’

મેં એને ખોળામાં લેવાનો પ્રયત્ન કર્યો આવી અને જોરથી ગાલે ચુંબન આપ્યું.

હવે તેને ખાત્રી થઈ તેણે પણ મને ચુંબન આપ્યું. હું ખુશીથી ઝુમી ઉઠી.

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

26 02 2012
vinod patel

પ્રવિણાબેન

આપના બ્લોગની મુલાકાત લીધી.લેખો ઉપર નજર કરી, થોડા વાંચ્યા પણ

ખરા.તમે ખરેખર સારું લખો છો.આપના બ્લોગ માટે શુભેચ્છાઓ .

તમારો પરિચય વાંચ્યો એમાં તમોએ આ જણાવ્યું છે.

હવે જીવનમા સમાજનું ઋણ ચૂકવવાનો સમય પાકી ગયો છે. છેલ્લા પંદર વર્ષથી “Voice of Sanatan Hinduism” મા મિત્રો સાથે રેડિયો પ્રોગ્રામ, દર રવીવારે “૯ થી ૧૨” પ્રસ્તુત કરી સેવા આપી રહી છું.

“Voice of Sanatan Hinduism” માં ૧૯૬૨ થી મારા મિત્ર પદ્મકાંત ખંભાતી પણ સારું કામ

કરે છે.એમની સાથે અને રમાબેન સાથે મારે ફોન ઉપર વાત થતી હોય છે.ઈ-મેલ પણ આવે છે.

અમે એક જ કંપનીમાં સાથે કઠવાડા -અમદાવાદમાં હતા.તમે તો જાણતા જ હશો.

મારો બ્લોગ વાંચતા હશો.આપને ગમ્યો હશે.

વિનોદભાઈ પટેલ

26 02 2012
Rohini patel

Khub saras. sachi vaat.

Rohini Patel

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: