હૈયું હચમચી ગયું

 

હૈયું હચમચી ગયું

અંતર  રડી ઉઠ્યું

કૃષ્ણ વિસરાઈ ગયા

‘ગીતા’ ભૂલાઈ ગઈ

સમાચાર એવા વાંચ્યા

સાનાભાન ભૂલી ગઈ

કાકા બાપાના પરણ્યા

મામા માસીના પરણ્યા

ભાઈ બહેન પરણ્યા

હૈયું પચાવી ગયું

સમતા ઉરે ધરી રહ્યું

કિંતુ આજના પ્રસંગે

હૈયું  હાથ  ના  રહ્યું

માતાપુત્ર પરણ્યા

બસ હવે બહુ થયું

‘સ્ત્રી’ની જાતને કલંક

ભુંસાય નહી તેવું

સદાને કાજે લાગી ગયું

9 thoughts on “હૈયું હચમચી ગયું

  1. અહીં લખું છું –
    ઈજિપ્તના ફેરો મા સાથ પણ લગ્ન કરતા હતા –

    અને એ ન ભૂલીએ કે એમની સમ્સ્કૃતિમાં ફેરો ભગવાન જેટલા પૂજ્ય હતા.

    માફ કરજો … આ બધી આપણને સંસ્કૃતિએ આપેલા કહેવાતા સંસ્કારો છે.

Leave a reply to pami66 જવાબ રદ કરો