‘રામ’માં એવું તો શું ભાળ્યું?( રામ નવમી)

31 03 2012

‘રામ નવમી’ની સહુને શુભ કામના. ‘મર્યાદા પુરૂષોત્તમ’ રામનું નામ સમગ્ર

અસ્તિત્વમાં શાંતિ અને ઋજુતાનો સંચાર કરે છે. ‘રામ’ ,રામાયણ, સીતા, રાવણ

અને કૈકેયી સઘળાં શ્રદ્ધાના વિષય છે. તેમાં વાદ વિવાદને સ્થાન  નથી. આપણી

સંસ્કૃતિ શ્રદ્ધા, વિશ્વાસ, ભક્તિ અને દૃઢતાના પાયા પર અવિચલ ટકી રહી છે.

વાલ્મિકીજીનું રામાયણ વાંચો કે તુલસીદાસજીનું સમગ્ર સૃષ્ટિનું ભાન વિસરી

તેમાં એકાકાર થઈ જવાય. એ શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્ણ છે. ‘રામ નામ સત્ય હૈ.’

રામના આદર્શ, સીતાની પતિવ્રતા , લક્ષ્મણની બંધુભક્તિ, રાવણનો દુરાગ્રહ,

ઉર્મિલાનો વિરહ, હનુમાનની દાસ્ય ભક્તિ અને વિભિષણની અનન્યતા સઘળાં

તુલસીદાસજીએ ખૂબ અદભૂત રીતે રામાયણમાં ચરિતાર્થ કર્યા છે.

૨૧મી સદીમાં આ વાત સમજાવવી જરા દુષ્કર જણાય છે. ૨૧મી સદીનો

માનવ ગંગાના પવિત્ર જળમાં પણ વહી શકે છે. જ્યાં ગંગામાં ગટરના પાણી

ભળે ત્યાં પવિત્રતા ક્યાં દૃષ્ટિગોચર થવાની. બધી જ વસ્તુનું નિરાકરણ તેને

વાઢકાપ દ્વારા કરવાની આદત પડી ગઈ છે. ધાર્મિક પુસ્તકોમાં શંકા અને

કમપ્યુટરનો આશરો ! ભૂલી જાય છે કે “કમપ્યુટર”માં વાત લખનાર એક

સામાન્ય માણસ છે. જ્યારે ધાર્મિક ગ્રંથો, પુરાણોતો સદીઓ પુરાના છે.

કમપ્યુટરમાં લખનારવ્યક્તિ કેટલી યોગ્ય કે અયોગ્ય છે તેનું પરિમાણ શું?

” રઘુકુલ રીત  સદા  ચલી આઈ જાન જાય અરૂ વચન ન જાઈ”.

જ્યાં બોલ્યા પછી હરએક વ્યક્તિ પોતાનું મંતવ્ય બદલી શકવાનો અધિકારી

છે. એવા આજના  ૨૧મી સદીના કાળમાં, પિતાની આજ્ઞા શિરોમાન્ય કરી

રામ દશરથના (પિતા) બોલ ઉપર રાજપાટ છોડીને નિકળી ગયા. કોઈ

પણ પ્રતિ પ્રશ્ન કર્યા વગર.

‘રામ ને વનમાં જવાનું દશરથે કહ્યું હતું’. સીતા શામાટે ગઈ ? નહી કે તે

પતિવ્રતા નારી હતી! સીતાએ વિચાર્યું  ” ત્રણ ત્રણ સાસુ સાથેરહેવાં કરતાં

વલ્કલ અને વનવાસ સારાં?’

જ્યાં બાપની મિલકતમાં ભાગ પાડતાં ભાઈઓ અદાલતના દરવાજા વિના

સંકોચે  ખટખટાવે છે. ત્યાં “લક્ષ્મણ નવી પરણેતર ઉર્મિલાને મૂકી મોટાભાઈ

સાથે વનમાં ગયો !”

રાવણ સીતાનું હરણ કરી ગયો, હરણની સીતા ક્યારે થઈ તેનો કોઈ ઉલ્લેખ

નથી! રાવણ લઈ ગયો તેને આંગળી સુદ્ધાં અડકાડી ન હતી તો સીતા અપવિત્ર

કેવી રીતે થઈ?’

ધોબી જે સમાજમાં અદનો આદમી ગણાય તેના એક વાક્ય પર ‘બેજીવી પત્ની

સીતાનો ત્યાગ’. હજુ વનવાસની હાડમારી અને રાવણની અશોક વાટિકાના વાસ

દરમ્યાન પડેલી અગણિત મુશ્કેલીઓનો શ્વાસ પણ હેઠો બેઠો ન હતો ત્યાં ઋષિના

આશ્રમમાં વસવાટ. જે સમયે તેને પતિ તથા સુખ સુવિધાની ખાસ જરૂર હતી ?’

‘અશ્વમેધ યજ્ઞ’ વખતે  સુવર્ણની સીતા બનાવી બાજુમાં બેસાડી પત્ની પરના

પ્યારનો દંભ. હકિકતમાં જીવતી જાગતી સીતા ‘કણ્વઋષિના આશ્રમમાં બાળકો

સહિત હયાત હતી.’ આડબર નહી તો બીજું શું ?

આ બધું લખતાં મારી આંગળીઓ ધ્રુજે છે ! મનમાં વિહવળતા છે. જેમ શરીરના

રક્ત કણમાં, સફેદ કણ અને લાલ કણ વહી રહ્યાં છે. તેમ મારાં અંગંગમાં “રામ

અને કૃષ્ણ ” પ્રત્યે ભક્તિ અને આદર વહી રહ્યાં છે. આજના યુગનો માનવ જ્યારે

આવા અઘટિત પ્રશ્નો કરે છે ત્યારે “મૌનં પરં ભૂષણં’ અખત્યાર કરવામાં જ ડહાપણ

દેખાય  છે. ભક્તિ અને શ્રદ્ધા વગરનાને કોઈપણ વિચાર ગળે ઉતારી શકાય નહી.

‘રામ’ બે અક્ષરનું સરળ, શાંતિ અર્પનાર ભગવદ નામ.

સમાજમાં ફેલાંતા આ પ્રશ્નો દ્વારા થતી મુંઝવણ ઠાલવાનો નમ્ર પ્રયાસ છે.

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

1 04 2012
Neeta Kotecha

n bolva ma nav gun.. 🙂

1 04 2012
Raksha

Nice Article! It depends how people interpret whole thing…………

2 04 2012
chandravadan

HAPPY RAM NAVMI to YOU & ALL !
Blessings of Ramji to All !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Pravinaben..Inviting you for the New Post on Chandrapukar !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: