મારી “પરણેતર”

5 04 2012

જ્હોન સ્મિથ, આજે ખૂબ અસ્વસ્થ જણાતો હતો. ન્યુયોર્કનો રહેવાસી અને હાથમાં

હારવર્ડની લૉની ડીગ્રી. છતાં પણ ચેન પડતું ન હતું. સરસ મજાની નોકરી  અને

“ક્વોર્ટર ઓફ મિલિયન ડોલર”ની સેલરી પણ મન અશાંત. પચ્ચીસ વર્ષની ભર

જુવાનીમાં આવી સિદ્ધિ હાંસલ કરવી એ નાની સુની વાત ન હતી. લૉ ફર્મ પણ

ખૂબ જાણીતી હતી.

આજે એક કેસ આવ્યો હતો જેથી જ્હોન ખૂબ બેચેન બની ગયો. વીસ વર્ષનૉ

જુવાન પોતાના માતા પિતાથી છૂટાછેડા લેવા માગતો હતો. એ કંટાળી ગયો

તો.રૉબ આખી જીંદગી માતા પિતાના ઝઘડા,તેમની બૂરી આદતો વિ. ત્રાસી

ગયો હતો. ખબર નહી આવા વાતાવરણમાં ઉછેરેલો એ કેવી રીતે આ બધી બૂરી

આદતથી દૂર રહી શક્યો  હતો. કારણ કદાચ એની “કાઉન્સીલર” હોઈ શકે. જે

એને ખૂબ પ્યાર કરતી હતી. કાઉન્સીલર મિસિસ ગિલબર્ટનો ઓનલી  સન

ટિમ કાર એક્સીડન્ટમાં માર્યો ગયો હતો. મિસિસ ગિલબર્ટને રૉબ, ટીમની યાદ

અપાવતો.

રોબને હવે તેના માતા પિતાથી અલગ થવું હતું. અમેરિકામાં આવું તો બન્યા

કરે. પણ જ્હોન સ્મિથ જે વર્ષો થયા પોતાની માતાને ખોળવાનો પ્રયત્ન કરી રહ્યો

હતો તેમાં તેને સફળતા મળી ન હતી. સાંભળ્યું હતું કે પિતા તો જન્મ પહેલાં જ કાર

અક્સિડન્ટમાં ગુમાવી ચૂક્યો હતો. એ જુનિયર વકીલ હતો તેથી બધી ડીટેઈલ્સ

તેના પાસે હતી.

જ્હોનને માતા જૉઇતી હતી. રૉબ તેનાથી દૂર થવા માંગતો હતો. હવે તે એવા

ફિલ્ડમાં હતો કે કામ આસાન થવાનું હતું. રૉબને તો તેનું મનગમતું પરિણામ

સાંપડ્યું અને તેનું કામ કરતાં જ્હોનને લિંક પ્રાપ્ત થઈ. શિકાગોમાં કામ અર્થે

જવાનું થયું. સાંજ પડ્યે લેક શોર ડ્રાઈવ પર આવેલં બારમાં ડ્રીંક્સ લઈરહ્યો હતો.

વેઈટ્રેસ ખુબ સુંદર હતી. જ્યારે પણ કામ અર્થે શિકાગો આવવાનું થતું ત્યારે તેને

મળતો.

હા, જીના તેના કરતાં મોટી હતી પણ જ્હોનને કાંઈ ફરક પડતો નહી. કાગનું બેસવું

અને ડાળનું પડવું, જ્હોનને જે ‘લીડ’ મળી હતી તેના પ્રમાણે તેની મા પણ શિકાગોમાં

હતી. જીનાની ઘણી હેલ્પ મળી. જ્હોનનું કામ સરળ બન્યું. જીના સાથે પ્યારમાં મગ્ન

થોડા વખત પછી લગ્ન પણ કરવાનાં હતાં.

ઘણી રઝળપાટ પછી એક રાતે જ્હોને ‘સ્કોકીમાં’ અજાણ્યાનું બારણું ખટખટાવ્યું. ધીરે

રહીને બારણું ખૂલ્યું. શિયાળાની કાતિલ ઠંડીમાં દરવાજો ખોલનાર સ્ત્રી બીજી  કોઈ નહી

પણ  ‘જીના’ હતી. જ્હોને ફરીથી  પોતાની પાસે હતું એ એડ્રેસ ચેક કર્યું. એવરિથિંગ વોઝ

રાઈટ. જીના જ્હોનને જોઈ   ચમકી.  જ્હોને બધી વાત કરી. કે છેલ્લા બે વર્ષથી એ પોતાની

માની શોધ કરીરહ્યો છે. હવે વારો બંનેનો ચમકવાનો હતો. જ્હોનની વાત અને પૂરાવા પરથી

લાગ્યું કે ‘જીના જ્હોનની મા”છે.

બંને જણા પ્રેમમાં હતાં , પરણવાની હદ ઓળંગી ગયાં હતાં. જીના સુંદરતાને કારણે ઉમરમાં

બહુ મોટી લાગતી ન હતી. જ્હોન જનમ્યો ત્યારે એ માત્ર ૧૫ વર્ષની  હતી. પતિ પત્ની તરીકેનો

સહવાસ આનંદ પૂર્વક માણી ચૂકેલાં જ્હોન અને જીના હકિકતની સામે આંખ આડા કાન કરી

પરણી ગયા.

જીનાની પ્રબળ ઈચ્છા છે કે તે જ્હોનના સંતાનની માતા બને !—–

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

5 04 2012
chandravadan

જણા પ્રેમમાં હતાં , પરણવાની હદ ઓળંગી ગયાં હતાં. જીના સુંદરતાને કારણે ઉમરમાં

બહુ મોટી લાગતી ન હતી. જ્હોન જનમ્યો ત્યારે એ માત્ર ૧૫ વર્ષની હતી. પતિ પત્ની તરીકેનો

સહવાસ આનંદ પૂર્વક માણી ચૂકેલાં જ્હોન અને જીના હકિકતની સામે આંખ આડા કાન કરી

પરણી ગયા.

જીનાની પ્રબળ ઈચ્છા છે કે તે જ્હોનના સંતાનની માતા બને !—–

Varta as A Post Gami.
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
See you again on Chandrapukar.

5 04 2012
rohini patel

yes this is possible only in foreign country nice story like it thanks

7 04 2012
Navin Banker

માનનીય પ્રવિણાબેન,
છેલ્લા ચારેક વર્ષથી આપના બ્લોગ પર,ટૂંકી વાર્તાઓ અને અન્ય સાહિત્ય વાંચવાનું બને છે.તાજેતરમાં જ ‘મારી પરણેતર’, ‘ખુલ્લી આંખે’,’પલાયન’ વગેરે વાર્તાઓ વાંચી.મને દરેક ક્રુતિ વિષે કોમેન્ટ લખવાનું ફાવતું નથી.એટલી બધી ઇ-મેઇલ્સ આવે છે અને એટલું સર્ફીંગ્સ થાય છે કે…એની વે…મને લાગે છે કે આપની વાર્તાઓ પાત્રપરિવેશ અને સરળ, આડંબરવિહીન ભાષાના સંયોજનથી ઉત્તરોત્તર પાસાદાર બનતી જાય છે. નિરુપણરીતિની સહજતા અને ભાષાભિવ્યક્તિનો યથાર્થ ઉપયોગ આપની વાર્તાઓને સુવાચ્ય બનાવે છે. આપની વર્ણનકુશળ ગદ્યશૈલી જોતાં એવું લાગે છે કે આ રીતે સતત લખતા રહેવાથી આપ ગુજરાતી સાહિત્યની અન્ય સ્ત્રીલેખિકાઓ-પન્ના નાયક, પ્રીતિ સેનગુપ્તા, વર્ષા અડાલજા, વસુબેન ભટ્ટ, કે કાજલ ઓઝ-વૈદ્યની હરોળમાં સ્થાન પામી શકશો.
એક અતિ નમ્ર સુચન. માત્ર બ્લોગ પર જ લખવાને બદલે આપ ગુજરાતના વિવિધ સામયિકોમાં પણ આપની ટૂંકી વાર્તાઓ, કાવ્યો વગેરે મોકલી આપો તો બ્લોગ પર ન જતા વિવેચકો, સાક્ષરો અને વાંચકો પણ આપની રચનાઓને મૂલવી શકે અને બહોળા સાહિત્યરસિકોને ય તેનો લાભ મળે.
નવીન બેન્કર
૬ એપ્રિલ ૨૦૧૨

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: