વિદ્યાર્થી જીવન એ માનવના જીવનનો સુવર્ણકાળ છે. એ સમય દરમ્યાન
જેટલું જાણીએ, પામીએ અને વિચારીએ તે ભવિષ્યના જીવન ઘડતરમાં
પાયાનું કાર્ય કરે છે. જેટલો પાયો મજબૂત એટલી ઈમારતની ભવ્યતા.
આપણે સંસ્કૃતને દેવ ભાષા જેવું સુંદર પદ આપ્યું છે.
સંસ્કૃતમાં સુભાષિત છે
काकचेष्टा बकोध्यानं श्वाननिद्रा तथैव च
सदाचारी सत्यभाषी विद्यार्थी पंचलक्षणम
એનો સરળ ગુજરાતી ભાષામાં અર્થ છે.
કાગડાની માફક મંડી પડનાર, બગલાની માફક ધ્યાન
કરનાર, કૂતરા જેવી ઉંઘ લેનાર, સદાચારથી વર્તનાર
અને હંમેશા સત્યને ઉચ્ચારનાર. વિદ્યાર્થીના આ પાંચ
લક્ષણ વર્ણવામાં આવ્યા છે.
હવે આજનો ૨૧મી સદીનો વિદ્યાર્થી તપાસીએ.
कमप्युटरचेष्टा आईफोनध्यानं सूर्यवंशीनिद्रा तथैव च
सदाफेशनेबल अंग्रेजीभाषी विद्यार्थी पंचलक्षणम
આજનો વિદ્યાર્થી કમપ્યુટર પર મંડ્યો રહે, આઈ ફોનનું
ધ્યાન ધરે, સૂર્ય ઉગે પછી ઉઠે, ટાપટીપમાં (ફેશનનો ફરિશ્તો)
અને અંગ્રેજીમાં ગોટપીટ કરે તે તેનાં પાંચ લક્ષણ.
૨૧મી સદીમાં કમપ્યુટર વગર ન ચાલે એ હકિકત છે. તેથી
કમપ્યુટરની આવડત કેળવવી અને મગજને ગિરવે મૂકવું એવું
તો નથી. તેનામાં સારા નગરિકની ભાવના હોવી જરૂરી છે.
આજની યુનિવર્સિટીનો સ્નાતક બનીને બહાર નીકળતો વિદ્યાર્થી જીવન પ્રવેશ માટેનો પાસપોર્ટ મેળવે છે.પરંતુ જીવન-પ્રવાસ માટેનો વીસા ક્યાં મેળવે છે ?
કાગડાની માફક મંડી પડનાર, બગલાની માફક ધ્યાન
કરનાર, કૂતરા જેવી ઉંઘ લેનાર, સદાચારથી વર્તનાર
આવા સાચા વિદ્યાર્થીના લક્ષણ હોવા જોઈએ.પરંતુ સમય સાથે બધું
બદલાય છે એમ નવી ટેકનોલોજીના આ જમાનામાં વિદ્યાર્થી પણ
બદલાય એમાં કશું ખોટું નથી.મૂળ વાત એક કે વિદ્યાર્થી વિદ્યાનો અર્થી
હોવો જોઈએ.
તદન સાચી વાત.
આજના વિદ્યાર્થીઓની અસર આપણાંમાં પણ ક્યાંક છે જ આન્ટી. આ વર્લ્ડ જ એવું થઈ ગયું છે.