યુગની સાથે બધા હથિયાર બદલાઈ જાય છે
જીવન નૈયાનો નાવિક પણ બદલાઈ જાય છે
*
ગરીબોને ભૂખમરાથી રોટલા વહાલા લાગે છે
તે સંતોષાતા રળવાની રીત બદલાઈ જાય છે
*
પ્યાર મહોબ્બત કર્યા પછી નિભાવવા મુશ્કેલ છે
નીતિ રીતિ માપદંડના કાટલાં બદલાઈ જાય છે
*
ધ્યાન જપ તપ યોગ, સી.ડી., ડી.વી.ડી.થી થાય છે
પુરૂષ અને સ્ત્રીના બાંધેલા સંબંધ બદલાઈ જાય છે
*
ક્ષમા સરળતા ધર્મ કર્મ સત્ય સાચા આભૂષણ છે
જીવનની દોડ ધામમાં નિષ્ઠા બદલાઈ જાય છે
*
ફેશનની રઝળપાટમાં ‘ઉચ્છ્રંખલતા’ પ્રવેશી છે
ઘડી ભરમાં બાળકોના વર્તન બદલાઈ જાય છે
*
સાચો સગો પાડોશી જીંદગી ભરનો દુશ્મન બને છે
મા જણ્યાના અતૂટ પવિત્ર પ્રેમ બદલાઈ જાય છે
એમ પણ બને..
Yes, everything & everyone Changes !
Dr. Chandravadan Mistry
http://www.chandrapukar.wordpress.com
Back to Lancaster…& visited your Blog.
Pravinaben..Inviting you to my Blog !