દુનિયા તમારી છે.

12 04 2012

આજે મને થયું લાવને મારી નાનપણની યાદ ને શબ્દ કડારું. અરે યાર કોને

યાદ છે. તે વખતે મારી ઉમર શું હતી?  પણ એટલું જરૂર યાદ છે જ્યારે ‘સિલોન

રેડિયો’ ઉપર શમશાદ બેગમનું ગાયન વાગતું હોય ‘

દુનિયાકો લાત મારો દુનિયા સલામ કરે

દુનિયા તુમ્હારી હૈ યે દુનિયા તુમ્હારી હૈ’

તે સમયે હું એવું લાત મારીને નાચતી કે સામે જો કોઈ હોય તો ગોટિલીયું ખાઈ

જાય. જરા પણ અતિશયોક્તિ નથી કરતી. મારું બીજું નામ ‘તુફાન મેલ’ હતું.

મસ્તી કરવાની ખૂબ મઝા આવતી. હા, પણ એક વાત યાદ રાખજો  કોઇ દિવસ

ભણવાની ફરિયાદ શાળામાંથી ઘરે આવતી નહી.  મને  તો યાદ પણ નથી કે એ

કયા સિનેમાનું ગાયન છે. કદી ડરવાનું નહી. મમ્મી અને મોટાભાઈ આગળ ખોટું

બોલવાનું નહી. પછી ભલેને ઘરે જઈને માર  ખાવો પડે. ભૂલ કરી હોય તો સજા

તો ભોગવવી જ પડેને ? તેથી કાંઈ ખોટું બોલાય. ના બાબા, મમ્મીને ખબર પડે તો

આવી જ બને.

આ એ જ દુનિયા છે! ક્યાં ગઈ એ મસ્તી ? ક્યાં ગયું એ ભોળપણ. ચહેરા પર ચહેરો

શામાટે? ડરવાનું કોનાથી? સમાજ શું કહેશે? સમાજ ની વ્યાખ્યા શું? તમારા ને મારા

જેવી વ્યક્તિઓના સમુહ ને સમાજ એવું નામ આપ્યું છે. જો ચિંતા થતી હોય તો “મારો

અંતરાત્મા રાજી છે”? એ પ્રશ્ન વધારે અગત્યનો છે. તેનાથી એક કદમ આગળ ‘શું એ

મને ગમે છે”? જો જવાબ હા, હોય તો દુનિયા જખ મારે છે.

ડરીને કાંઈ જીવન જીવાય ? સીધો અને સરળ જવાબ છે, ‘ના’.હા, ખોટું કરતા હોઈએ

તો ડરવાનું. ચોરી કરતાં હોઈએ તો, પકડાવાનો ભય.

બાકી જે દુનિયામાં રહીએ છીએ તે આપણી જ છે. એમાં બે મત નથી. એથી એક કદમ

આગળ આ દુનિયામાં જ આપણે જીવવાનું છે.બીજો વિકલ્પ આપણી પાસે છે જ નહી.

સ્ત્રી હોય કે પુરૂષ દુનિયા બંનેની એક ‘સરખી’ છે.

આવો ત્યારે, આપણી દુનિયામાં છીએ ત્યાં સુધી હાથમાં હાથ પરોવીને રહીએ. બાકી

આવ્યા ત્યારે ખબર ન હતી કે ક્યાંથી ટપકી પડ્યાં અને જઈશું ત્યારે ત્યાં કોણ રાહ જુએ છે.

તેની ખબર નથી. આવ્યા ત્યારેમુઠ્ઠી વાળી હતી. જઈશું ત્યારે હાથ પસારી અગણિત

ચીજોમાંથી કશું જ  સાથે લઈ જવાના નથી.’આપણી દુનિયા’ જેમ ની તેમ અકબંધ

રહેવાની.

Advertisements

ક્રિયાઓ

Information

8 responses

12 04 2012
manibhai patel

duniyako laat maro…..duniya tumhari hai ! Wah !

12 04 2012
manibhai patel

toofan mail ! kem chhe ?

12 04 2012
બીના

So true! I liked your thoughts.

12 04 2012
સુરેશ જાની

પોતાની સાથે જીવવા લાગો પછી; આવી… લાત મારવાની કે બહારથી રેકોગ્નિશન મેળવવાની તમન્ના પણ નહીં રહે.

12 04 2012
Neeta Kotecha

bahu saras vat..

13 04 2012
pravina

બધી જુની રચનાઓ વાંચી ગયો– એની બુક છપાવો તો કેવુંઘ બધી જ રચનાઓ દિલથી લખાઈ છે. એટલે હ્રદય સ્પર્શી બની છે.
હરનિશ.

13 04 2012
harnish jani

બધી જુની રચનાઓ વાંચી ગયો– એની બુક છપાવો તો કેવુંઘ બધી જ રચનાઓ દિલથી લખાઈ છે. એટલે હ્રદય સ્પર્શી બની છે.
હરનિશ.

14 04 2012
hemapatel

બહુજ સરસ અને સાચી વાત કરી છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: