ગાલે ચુંટી ખણી

18 04 2012

અવનિશ આજે “રિટાયર્ડ’ થયો. મેનેજરના હોદ્દાને ૪૦ વર્ષથી શોભાવી રહ્યો હતો.

આજે તેના માનમાં વિદાય સમારંભ યોજાયો હતો. તેની કામગીરીથી કંપનીએ ઘણી

પ્રગતિ સાધી હતી. રિટાયર્ડમેંટનું  ખૂબ સરસ પેકેજ તેને મળ્યું હતું. તેની પત્ની અનુને

ખૂબ આગ્રહ કરી ‘ફેરવેલ પાર્ટી માટે આમંત્રણ મળ્યું હતું. તેની સેવા અને નિષ્ઠાના બે મોઢે

વખાણ સાંભળી અનુનું શેર લોહી ચઢ્યું હતું.

પાર્ટીનો આનંદ બેઉ હાથે લૂટીને બને પતિ અને પત્ની ઘરે આવ્યા’ બંને જણાંએ ખૂબ આનંદ

માણ્યો  હતો. થાક્યા હતા સીધા સૂવા ગયાં.

“અરે વાહ,સવારના પહોરમાં   ગરમા ગરમ ચા અને સાથે બટાકા પૌંઆ, શું વાત્છે આજે.’

અનુ, કેમ ભૂલી ગયા હવે તમે રિટાયર્ડ થઈ ગયા, હવે તો રોજ ગરમ ચા અને નાસ્તો આપણે

બંને સાથે બેસીને કરીશું.’ ૪૦ વર્ષથી એકધારી જીંદગી જીવ્યા છીએ હવે તો બસ જીંદગી

માણવાના દિવસો આવ્યા છે, સાચી વાત ને ?

અવનિશ ખૂબ ખુશ થયો.

અનુ, તમે નહાવાની જરા પણ ઉતાવળ કરતાં નહી, આજના કપડાં કાલે ધોવાશે. કાંઈ

રામો વહેલો આવે એટલે આપણે ધડાધડી કરવાની?  આટલાં વર્ષો એ જ તો કર્યું હતું.

અવનિશના મુખ પર કુતુહલ અને આંખમાં પ્રશ્ન.મોઢામાંથી કોઈ ઉદગાર જ ન નિકળ્યો.

સોનું, સાબ કો આજકા પેપર દે દો. ઝાપટ બાદમેં લગાના સાબ કો ડિસ્ટર્બ મત કરના.

અવનિશના માનવામાં ન આવ્યું. તેને બધા મિત્રોએ ચેતવ્યો હતો . યાર, ધ્યાન રાખજે

કાલથી તારી એવી વલે થવાની છે. કઈ પત્નીને ૨૪ કલાક પતિ કામ ધંધા વગરનો ઘરમાં

રહે તે ગમે?  ઘરના નાના મોટા કામકાજ કરવાં પડશે. અરે,’રામાલાલને’ ઘણાં માન મળશે!

અવનિશને થયું પોતે કેટલો નસિબદાર છે? મિત્રો ક્યાં તેની અનુને ઓળખતાં હતાં? અનુ સાથે

ખરેખર હવે જીવનની મઝા માણવાનો સમય પાકી ગયો છે. પોતાની જાતને ખુદ કિસ્મત  પહેલાં

દિવસથી માનવા લાગ્યો.

ગરમા ગરમ ઉતરતી રોટલી ખાતાં તેણે સ્વર્ગનો  આનંદ  અનુભવ્યો. જમ્યા પછી

જીરા મીઠાની છાશ પીને લાંબી તાણવાનો વિચાર આવ્યો. અનુ કહે, ઉભા રહો હું પડદા

બંધ કરું અને સોનું વાસણ અને રસોડું કરે ત્યાં સુધી હું પણ આડી પડીશ.

અવનિશને અનુ નવી નવી દુલ્હન હતી એ દિવસો યાદ આવી ગયા. આજે તો બે બાળકો

અને ચાર પૌત્ર પૌત્રીઓથી સંસાર હર્યો ભર્યો હતો. ચાર વાગે ચા સાથે ક્રિમ વાળા બિસ્કિટ

જોઈને તો એ છક્ક થઈ ગયો.

રાતના તેની ભવતી ગરમા ગરમ દાળ ઢોકળી, વાહ શબ્દ મુખમાંથી સરી પડ્યો.

તેને બધાએ ખૂબ ડરાવ્યો હતો કે ‘યાદ રાખજે કાલથી તારી મેમનું વર્તન બદલાઈ

જશે! હવે તું નવરો ટાટ ઘરનાં બધા કામમાં તારે જોતરાવું પડશે. આવો બેહુદો વિચાર

આવ્યો કે તરત જ મનમાંથી કાઢી નાખ્યો.

અવનિશને અનુ પર ખૂબ ગૌરવ થયું. રાતના બજુમાં સૂતેલી અનુને પ્યારથી આલિંગન

આપવા હાથ અને પગ ઉંચક્યાં ત્યાં તો બાથમાં અનુ આવવાને બદલે ઓશીકું છિનવાઈ

ગયું.’

હજુ કેટલું ઉંઘણશીની માફક સુવું  છે. આ જુઓ તો ખરા ઘડિયાળમાં ૧૦ના ટકોરા પડ્યા.

સવારના પહોરમાં માણી રહેલાં દિવા સ્વપનામાં ભંગ પડ્યો હતો. જે પળો માણી હતી તે

અણમોલ હતી. માત્ર પથારીમાંથી ઉઠતાની સાથે   સ્વપ્નની દુનિયામાંથી હકિકતની  હવા

તેને સ્પર્શી ગઈ અને  કડડ ભૂસ કરીને જમીન પર પટકાયો——-

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

18 04 2012
Satish Parikh

Very good one. Technology has changed the life of human being. So, do not owrry if you have to retire. There are lots of things you can do if you’re determined.
May be true story for some people, but not for all.

18 04 2012
Harnish Jani

અમેરિકન બેકગ્રાઉન્ડ રાખ્યું હોત તો સારું તેમ છતાં લખ સારો બન્યો છે.

19 04 2012
DR. CHANDRAVADAN MISTRY

સ્વપનામાં ભંગ પડ્યો હતો. જે પળો માણી હતી તે

અણમોલ હતી. માત્ર પથારીમાંથી ઉઠતાની સાથે સ્વપ્નની દુનિયામાંથી હકિકતની હવા

તેને સ્પર્શી ગઈ અને કડડ ભૂસ કરીને જમીન પર પટકાયો
Nice Varta !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Avjo !

20 04 2012
ramola dalal

Very nice story. Let’s hope some day the dream come true.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s
%d bloggers like this: