દેખાદેખી છોડ

પોતાપણાનો કર ભરોસો દેખાદેખી છોડ

મનવા જીવન છે અણમોલ

નિર્બળતાને ખંખેરી અભયનો પીટજે ઢોલ

મનવા જીવન છે અણમોલ

કર્મના ફળને આવકાર ‘ગીતા’ સંગ નાતો જોડ

મનવા જીવન છે અણમોલ

માતપિતાને આદર આપ મર્યાદા ના તોડ

મનવા જીવન છે અણમોલ

સંસ્કારની જ્યોત જલાવી નિર્બળતાને છોડ

મનવા જીવન છે અણમોલ

પ્રાર્થનાનો કર ગ્રહીલે અંધશ્રધ્ધા  ને છોડ

મનવા જીવન છે અણમોલ

હરિનો મારગ છે શૂરાનો કાયરતા  ને છોડ

મનવા જીવન છે અણમોલ

પ્રેમનો પંથ છે પવિત્ર આંખ મીંચીને દોડ

મનવા જીવન છે અણમોલ

6 thoughts on “દેખાદેખી છોડ

  1. સરળ ભાષામાં આટલી સુક્ષ્મ અને ગહન વાત કહી આપી છે.
    આ સંદેશ પ્રસાર કરવા માટે કાવ્યનો સાહિત્ય પ્રકાર પ્રયોગ પણ અનોખો અને અસરકારક છે.
    સહુથી વધારે મહત્વનું તો એ છે કે સામાન્યતઃ જે વાત બુધ્ધિના તરંગ પર જ કહી શકાય તેમ મનાય તે વાત તમે લાગણીનાં વમળોમાં વહેતી કરી દીધી છે.

Leave a reply to Neeta Kotecha જવાબ રદ કરો