સ્વર્ગમાં મચી હલચલ

21 04 2012

સુંદર, શાંત, રળિયામણું જ્યાં હંમેશા આનંદનું સામ્રાજ્ય છવાયું  હોય એવા ‘સ્વર્ગમાં’

આજે હલચલ અને કોલાહલ ચારે દિશામાં ગુંજી રહ્યા હતાં.  સ્વર્ગના અધિપતિ શાંત

નિંદરમાંથી જાગ્યા અને દ્વારપાળને બોલાવ્યો. અરે,’ આજે આમ કેમ’? દ્વારપાળ ઉત્તર

આપવા  અસમર્થ  હતો. એ પણ ગુંચવાયો છે.

વિષ્ણુ  ભગવાન વિચારમાં પડયા.શું વાત આજે  સુંદર અલૌકિક  વાતાવરણવાળા

સ્વર્ગમાં શાની ધમાલ છે? વૈકુંઠમાંથી ખુલ્લે પગે દોડી આવ્યા. તાત્કાલીક સભા બોલાવી

શાંત અને ગંભિર મુદ્રા ધારણ કરી પ્રશ્ન છેડ્યો ,શું વાત છે, સ્વર્ગના પવિત્ર  વાતાવરણને

ડહોળવા માટેની હિંમત  કોણે દાખવી છે.

દ્વારપાળ નીચે મસ્તકે બોલ્યો, પ્રભુ એક માનવે આ ધૃષ્ટતા કરી છે.

વિષ્ણુ ભગવાનઃ  એવા માનવને સ્વર્ગમાં પ્રવેશ કરવાની પરવાનગી કોણે આપી !

દ્વારપાળઃ પ્રભુ એ માનવ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. એ તો છે ભારતની કહેવાતી

પણ પરદેશી “સોનિયા ગાંધી.”

ભગવાનઃ શું ” સોનિયા ગાંડી”.

દ્વારપાળઃ ના,પ્રભુ સોનિયા ગાંધી, ઈંદિરા ગાંધી ,ભારતના ભૂતપૂર્વ વડાધાનની  પુત્ર

વધુ. જવાહરલાલ નહેરૂના પૌત્રની પત્ની. જે જીવતી હતી ત્યારે આખા ભારતની

મહારાણી હોય તેમ વર્તતી હતી. હવે , અકસ્માતમાં મારી ગઈ  કે( મરવાઈ ગઈ)

નરકમાં જવાની ના પાડે છે. સ્વર્ગના દ્વાર ખટખટાવી બધાની ઉંઘ હરામ કરે છે.

સ્વર્ગની શાંતિનો છડેચોક ભંગ કરી રહી છે.વિષ્ણુ ભગવાન તેના કારતૂત જાણતા

હતાં. કરોડો રૂપિયાનું ઉચાપાત કરી તેણે પોતાની તિજોરી માલામાલ કરી હતી.

તેનો જમાઈ જે ‘સડક છાપ” હતો તે આજે કરોડોમાં રમી રહ્યો છે. તેનો દુધ પીતો

દિકરો ‘ભારતના વડાપ્રધાન’ થવાના સ્વપના જોઈ રહ્યો છે.

વિષ્ણુ ભગવાન કોઇના દુઃખમાં કદી રાજી ન થતાં. પુણ્યભૂમિ ભારત આવી નકામી

બાઈના ત્રાસમાંથી છૂટ્યું તેનો હાશકારો થયો. ભૂલાઈ ગયું કે આ બલાને હવે તેમણે

કઈ રીતે સાચવવી.

ખેર, એમની પાસે બધા ઈલાજ  હતાં. દ્વારપાળને કહ્યું ,આ ઔરતને સ્વર્ગ અને નર્ક

બંનેનો “પ્રીવ્યુ” દેખાડો. પહેલાં નરકનો અને પછી સ્વર્ગનો.

દ્વારપાળ તેનો અર્થ સમજી ગયો.

સ્વર્ગનો દરવાજો ખોલ્યો. ધુંઆપુંઆ  થતી ‘સોનિયા ગાંધી’  અંદર આવી. તેના હાલ

જોઈ દ્વારપાળે હસવું રોક્યું. તેને શાંત પાડી.

ખુશ કરવા માનપાનથી બોલાવી એટલે તેનો જોશ જરા નરમ પડ્યો.

દ્વારપાળ, ‘મેમ, તમારી વકિલાત મેં ભગવાન પાસે કરી. તેમનો હુકમ છે પહેલાં

તમને નરકની ‘ટુર’ આપવી પછી સ્વર્ગની . તમને જે પસંદ પડે ત્યાં રહેવાની

પરવાનગી મળશે.

સોનિયા ગાંધીને થયું , ભગવાન પણ ભારતિયની જેમ મને ખુશ રાખવાનો પ્રયત્ન

કરે છે. મનમાં શેખચલ્લીના વિચાર કરવા લાગી ધીરે ધીરે અંહી પણ મારું પો્ત પ્રકાશીશ.

“ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે?’

નર્કનો દરવાજો ખૂલ્યો. વાહ, સોનિયાને તેના જૂના મિત્રો મોજ મજાહ ઉડાવતાં દેખાયા.

લાંચરૂશ્વતથી ભરેલી એ જ દુનિયા જ્યાંથી તે પધારી રહી હતી. દારૂના બાટલા, સિગરેટના

ધુમાડા. અરે તેનો પતિ પણ ચમન કરતો દેખાયો.

દ્વારપાળઃ મેમસાહેબ,ચાલો આખું નરક ફરીને બતાવું.

સોનિયા ગાંધીઃ અરે ,તારી આ ઝ્લક જો આટલી સુંદર છે તો આખું નરક જોવાની શું જરૂર

છે. બસ, મને તો અંહી જ ગમશે. પૃથ્વિ લોકના ભારતમાં અને અંહી જરા પણ ફરક જણાતો

નથી. હું તો અંહી જ  રહેવાની મને સ્વર્ગની શાંતિ અને સરળતા ન પાલવે!

દ્વારપાળઃ  સારું કહી બારણું બંધ કરી નિકળી ગયો. મનમાં મુસ્કુરાતો હતો.

તરત જ નરકનું દૃશ્ય બદલાઈ ગયું. બધા ત્યાંના માણસિ ચિંથરે હાલ સ્થિતિમાં ફેરવાઈ

ગયા. સોનિયા ગાંધીના હાથમાં “ભિક્ષા પાત્ર” અને તેમના પતિદેવ ઝાડુ મારતા  જણાયા.

સોનિયા ગાંધી ચિલ્લાઈ ઉઠ્યા, “હે  વિષ્ણુ દેવતા તમે ઠગાઈ કરી”

વિષ્ણુ ભગવાન સુદર્શન ધારી , મોરપીંછ લહેરાવતા આવ્યા. બોલ શું વાંધો પડ્યો.?

અરે, પ્રભુ નરમ ઘેંશ જેવા અવાજે સોનિયા બોલી. કેમ મારા આવા હાલ કર્યા? મને આવું

બતાવવામાં નહોતું આવ્યું?

વિષ્ણુ ભગવાનઃ બસ, ભૂલી ગઈ ‘ભારતામાં કરોડોની પ્રજાને ચુંટણી પહેલાં કેવા પ્રલોભનો

આટલાં વર્ષો તેં આપ્યા હતાં.ચુંટણી પછી એ પ્રજાને તેં કેવી રંજાડી છે. તને જે પહેલાં નરક

બતાવ્યું હતું તે ચુંટણી પહેલાંની પરિસ્થિતિ હતી. ”  આ હકિકત છે”. કહી પ્રભુ પાછા વૈકુંઠ

જવા રવાના થઈ ગયાં.

Advertisements

ક્રિયાઓ

Information

6 responses

22 04 2012
Neeta Kotecha

badha netao na aaj hal thavana..

22 04 2012
daxesh kadakia

try to send to sonia ,she can realise.what is karma no sidhant
daxesh kadakia

23 04 2012
DR. CHANDRAVADAN MISTRY

વિષ્ણુ ભગવાન સુદર્શન ધારી , મોરપીંછ લહેરાવતા આવ્યા. બોલ શું વાંધો પડ્યો.?

અરે, પ્રભુ નરમ ઘેંશ જેવા અવાજે સોનિયા બોલી. કેમ મારા આવા હાલ કર્યા? મને આવું

બતાવવામાં નહોતું આવ્યું?

વિષ્ણુ ભગવાનઃ બસ, ભૂલી ગઈ ‘ભારતામાં કરોડોની પ્રજાને ચુંટણી પહેલાં કેવા પ્રલોભનો

આટલાં વર્ષો તેં આપ્યા હતાં.ચુંટણી પછી એ પ્રજાને તેં કેવી રંજાડી છે. તને જે પહેલાં નરક

બતાવ્યું હતું તે ચુંટણી પહેલાંની પરિસ્થિતિ હતી. ” આ હકિકત છે”. કહી પ્રભુ પાછા વૈકુંઠ

જવા રવાના થઈ ગયાં.
Nice Varta based on the Current Political Situation in India.
It will be nice if ALL Politicians esp of INDIA read this Post.
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
See you on Chandrapukar !

24 04 2012
વિવેક ટેલર

વાહ ! સરસ ચોટદાર વાત!!!

25 04 2012
vinod patel

Wonderful,

Sahitya with Purpose is the way it should be,,, Vinod Patel.

12 10 2012
Vipul Kuvadiya

મસ્ત મજાની વાત ,
આવા ભ્રસ્ટ નેતાઓ ના આવા જ હાલથવા જોઈએ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: