યોગની સાધના ” ત્રાટક”

27 04 2012

tratak

*****************************************************************************************************************************************

મિત્રો  યોગ દ્વારા શારિરીક અને માનસિક સ્વાસ્થ્ય વિશે  થોડી ચર્ચા કરી છે.

આજે આપણે ‘યોગ’ દ્વારા આંખની કાળજી વિશે થોડું જાણીશું.

સમય  સંધ્યાકાળ  યા રાત્રી જેથી અંધારામાં કરી શકીએ.

વર્તુળાકારે  બધી ખુરશીઓ ગોઠવી આઠથી દસ  વ્યક્તિ બેસી શકે.

(ઘરમાં એકલાં પણ કરાય.)

૧. આંખને  ઉપર નીચે  કરો.

ધીરે રહીને  આંખ  (કીકી)  ઉપર અને નીચે સાત  વખત કરો.

સરળતાથી  અને સતત. આંચકા સાથે નહી. ઉતાવળ કરવાની નહી.

(વર્ગમાં હો તો વર્ગ ચલાવનાર બધાને સાથે કરાવશે. ) કીકી ઉપર

નીચે કરીએ ત્યારે માથું  હલાવવાનું નહી.

સાતથી દસ વાર કરી આંખ બંધ રાખવી. (દસથી પંદર સેકન્ડ માટે)

૨. આંખને પાંચેક વાર ઝપકાવો. ( ઉઘાડ બંધ કરો).

ડાબી અને જમણી બાજુ કીકીને ફેરવો. ( સમાંતર  રેખા પર)

ધીરે ધીરે આંખની કીકી ડાબી બાજુથી જમણી બાજુ ફેરવો.

સરળતાથી અને સતત. આંચકા વગર. મગજ શાંત રાખવાનું.

દસ વખત કર્યા પછી આંખ દસેક સેકન્ડ માટે બંધ રાખવી.

બે હથેલીને એકબીજા સાથે ઘસી હાથનો કપ આકાર બનાવી

આંખ ઉપર રાખવા. જેને” પામિંગ” કહેવાય  છે. કપ આકારને કારણે

હથેળી આંખને અડકશે નહી. ગરમાટાનો અનુભવ કરો. અંધારું પણ

જરા ગાઢું લાગશે.થોડીક વાર પછી હાથ હઠાવવાથી આંખને શાંતિનો

અહેસાસ થશે. હાથ હઠાવ્યા પછી થોડીક ક્ષણો બાદ આંખ ખોલવી.

૩. આંખની કીકી કાટ્કોણ ત્રિકોણના કર્ણની જેમ ફેરવવી. ( ડાયગ્નલી)

આંખના ઉપરનો ભાગ અને વિરૂદ્ધ દિશાનો નીચેનો ભાગ. દસ વખત

બંને દિશામાં. (ડાબા ખૂણામાં ઉપર, જમણા ખૂણામાં નીચે. એજ રીતે

જમણા ખૂણામા ઉપર્ડાબા ખૂણામાં નીચે.)  બંને બાજુ કર્યા પછી હથેળીને

ઘસી હાથનો કપ બનાવી ઢાંકી દો.

આ વખતે આંખની આજુબાજુના ભાગ ઉપર હળવું દબાણ આવે એ રીતે

“પામિંગ” કરો. શ્વાસ લો ત્યારે દબાણ આપવાનું અને ઉચ્છવાસ કાઢો

ત્યારે હાથ પહેલાંની પરિસ્થિતિમાં પાછા લાવવાનાં. ( યાદ રહે આંખને

યા કીકીને સ્પર્શ ન થવો જોઈએ.)

પાંચેક વખત કર્યા પછી હાથ હઠાવી શાંતિ અને શિતળતાનો અહેસાસ

કરી ધીરેથી આંખ ખોલવાની.

કાટકોણ ત્રિકોણના કર્ણની જેમ બંને બાજુ આંખની  કીકી દસ વાર ફેરવ્યા

પછી

૪. અંખની કીકી ગોળ ગોળ ફેરવવાની.

થોડીક વાર આંખને ઝપકાવો. કીકીને ડાબીબાજુ, ઉપર,જમણી બાજુ

નીચે એમ ચારે દિશામાં આંચકો આપ્યા વગર ફેરવવાની . દસવાર.

ઘડિયાળના કાંટા ફરેતેમ અને બીજી દસ વખત તેની  વિરૂધ્ધ દિશામાં.

આંખ થોડા સમય માટેબંધ રાખો. બંને હાથને ઘસીઆંખ ઉપર સતત

હળવું દબાણ આપો. ઉંડા શ્વાસને ઉચ્છવાસ લો. પાંચ વખત કર્યા પછી

હથેળી ખસેડી નિરાંતે આંખ ખોલો.

આંખની અને કીકીની આજુબાજુ ઠંડકનો અહેસાસ માણો.

“જત્રુ  ત્રાટક_”

૧. જમણા હાથના અંગુઠાને બે આંખની વચ્ચે રાખી ધીરે ધીરે હાથ જમણી

બાજુ ફેરવો. માત્ર ‘કીકી’ દ્વારા અંગુઠાને  નિહાળવો. ડોક ફેરવવી નહી!

જમણૉ હાથ શરીરની સાથે સીધી લીટીમાં આવે ત્યાં સુધી ફેરવવો.

૨. ડાબા હાથના અંગુઠાને બે આંખની વચ્ચે રાખી ધીરે ધીરે હાથ ડાબી

બાજુ ફેરવો.  માત્ર ‘કીકી’  દ્વારા  અંગુઠો નિહાળો.  ડોક સીધી રહે. માત્ર

કીકી હાથની ગતિ નિહાળે. ડાબો હાથ શરીર સાથે સીધી લિટીમાં આવે

ત્યાં સુધી ફેરવવો.

બે વખત કરવું. આંખ બંધ કરી થોડીક વાર તેને આરામ આપવો.

“જ્યોતિ ત્રાટક”

પ્રથમ ચરણ

૧. જમીન પર બેઠા હોઈએ ત્યારે આંખની સમાંતરે આવે એ રીતે મિણબત્તી

સળગાવવી. કમરામાં અંધારું હોય. માત્ર મિણબત્તીનો  પ્રકાશ. ખુરશી પર

બેઠા હોઈએ તો ટેબલ ઉપર સ્ટેન્ડમાં મિણબત્તી સળગાવવી. જેથી જ્વાળા

આંખની કીકીની ઉંચાઈએ હોય.

આંખ ધીરેથી ખોલવી. બેથી ત્રણવાર ઝપકાવો.

નજર જમીન પર. સીધી  જ્યોત નહી જોવાની.

ધીરે ધીરે નજર મિણબત્તીના સ્ટેન્ડ પરથી ઉપરની દિશામાં

લઈ જાવ. અંતે જ્યોતિ ઉપર તેને ઠેરવો. કોઈ પણ જાતની

મહેનત વગર મિણબત્તીની  જ્યોતને એકીટશે જુઓ . પાંપણ

ઝપકાવવાની નહી. જ્યારે આંખ બંધ થઈ જશે ત્યારે જરા તકલિફ

અનુભવાશે. મનોબળ મજબૂત કરી એકીટશે નિહાળી તકલિફ

ગણકાર્યા વગર લગભગ ૩૦ સેકન્ડ તાકી રહો.

ધીરેથી આંખ બંધ કરી ,બંને હથેળીને ઘસી આંખ પર “પામીંગ”

કરો. દબાવો અને છોડી દો. પાંચેક વાર કરી  આંખની શિતળતાનો

આહલાદક અનુભવ માણો.

બીજું ચરણ.

૨. “ધારણા”  ધીરેથી આંખો ખોલી જમીન પર દૃષ્ટિ ઠેરવો. સીધું જ્યોતિ પર

જોવાનું  ટાળવું. ધીરે ધીરે દૃષ્ટિને નિચેથી ચાલુ કરી જ્યોત ઉપર ઠેરવો.

હવે માત્ર જ્યોતિ અને મિણબત્તીમાં રહેલી વાટ ઉપર તાકી રહો. તમારા

દૃઢ મનોબળને વાપરી જ્યોત અને  વાટને આંખ ઝપકાવ્યા  વગર

તાકી રહો. વારંવારના અભ્યાસથી તકવાનું સતતને લક્ષ્ય સાધક

બનશે. જ્યોતિ ઉપર ૩૦ સેકન્ડ નિરખી  આંખ બંધ કરવી. બે હથેળીને

ઘસી આંખ ઉપર સતત હળવું દબાણ આપવું. દબાણ આપતી વખતે

શ્વાસ અને ઉચ્છવાસ લાંબા લેવા. પાંચ વખત કર્યા પછી હથેળી ખસાડી

શિતળતાનો અહેસાસ માણો.  ધીરેથી હાથ દૂર કરો.

પહેલા  અને બીજા  ‘જ્યોતિ ‘ત્રાટક’  દરમ્યાન જ્યોતિ નિહાળવાની,

આંખનું મટકું નહી મારવાનું અને સરળતાથી તાકવાનું. ( મહેનત વગર) .

મનોબળ વાપરી આંખમાંથી નિકળતા પાણી પર લક્ષ નહી આપવાનું.  થોડા

અઠવાડિયાના અભ્યાસ પછી એક મિનિટ સુધી કરવા શક્તિ આવશે.

ત્રીજું ચરણ

૩. બેથી ત્રણ વખત  આંખ ઝપકાવ્યા પછી  જમીન પર નજર  ઠેરવી  મિણબત્તીના

સ્ટેન્ડના નીચલા ભાગથી  ધીરે ધીરે મિણબત્તી અને પછી જ્યોત ઉપર નજર ઠેરવો.

પહેલાં જ્યોત ઉપર  ધ્યાન કેંદ્રિત કરો. ધીરે ધીરે જ્યોત ઉપરથી તેની આજુબાજુનાં

વર્તુળનો અભ્યાસ કરો. જ્યોતનો રંગ, તેની ચારેકોર ફેલાયેલો ‘ઓરા’, જ્યોતનો આકાર

સભાન પૂર્ણ નિહાળો. ઝિણવટપૂર્વક તેનું અવલોકન કરો.

એક મિનિટ સુધી તેનું અવલોકન કર્યા પછી ધીરેથી આંખ બંધ કરી , મગજમાં તે દૃશ્ય

કંડારી બે આંખની વચ્ચે બંધ આંખે તેનું ચિત્રણ રજુ કરો. જ્યારે એ દૃશ્ય અલોપ થાય

ત્યારે  ‘પામિંગ’  કરો.

આ વખતે ‘પામિંગ’ની સાથે ‘ભ્રમરી પ્રાણાયામ’  કરવાનું. બે હથેળીથી દબાણ આપી

શ્વાસ લઈ ‘મ કારા’ નું ઉચ્ચારણ  કરવાનું.આખા શરિરમાં તેની અનૂભુતિનો

અહેસાસ કરવાનો. આખા બદનમાં ‘મ કારા’ની અનુભૂતી સુંદર સ્પંદન જગાવશે.

મસ્તિષ્કના ભાગમાં અને ખાસ કરીને આંખોની વર્તુળાકારે. ધીરે રહીને આંખો ખોલી

શાંતિનો અનુભવ કરો. શરિરમાં અનુભવાતા ફેરફારનો  અનુભવ કરો. મગજ

‘પરમ શાંતિ’ પામ્યું હશે.

આત્મશક્તિ, તિવ્રતા અને મગજનું ધ્યાન કેંદ્રિત કરવાની શક્તિ વિકાસ પામશે.

ધરતીમાતાને પ્રણામ કરો. ડાબા હાથે જમણા હાથની નાડીના ધબકારા સુણો.

પહેલી ત્રણ આંગળીઓથી આંખની આજુબાજુ હળવો મસાજ કરો.

ત્રાટક પૂર્વેની તૈયારી.

૧. સમય  સંધ્યા કાળ યા રાત્રિનો.

૨.આંખના ચશ્મા, ઘડિયાળ અને કમર પટ્ટો કાઢીને બેસવું.

૩.મસ્તક, ગળું અને કરોડરજ્જુ  ટટ્ટાર  રાખવા.

૪.માત્ર આંખનું હલન ચલન . માથું નહી હલાવવાનું.

૫.જ્યોતિ  ત્રાટકમાં હંમેશા જમીન પરથી નજર ઉપરની તરફ લઈ જવાની.

૬.’પામિંગ’્માં કિકીને નહી અડકવાનું.

૭. પામિંગ’ કરતી વખતે શ્વાસ ઉચ્છવાસ ધીરા સજાગતા પૂર્વક.

૮.આસ્ન અને પ્રાણાયામ કર્યા પછી ‘ત્રાટક” કરવાનું.

૯. મુખની રેખાં તંગ નહી પણ ઢીલી છોડવાની.

ફાયદા  માટેક  કરો  ઈંતજાર.

શાંતિઃ

શાંતિનો અહેસાસ માણો. સારા બદનને આરામની  પ્રતિતી જણાશે.

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

28 04 2012
Navin Banker

Very good and interesting article. Thanks, Pravinaben !

Navin Banker
28 April 2012

1 05 2012
chandravadan

મિત્રો યોગ દ્વારા શારિરીક અને માનસિક સ્વાસ્થ્ય વિશે થોડી ચર્ચા કરી છે.

આજે આપણે ‘યોગ’ દ્વારા આંખની કાળજી વિશે થોડું જાણીશું.
A Nice Post on Health !
Dr. Chandravadan Mistry
http://www.chandrapukar.wordpresss.com
Avjo !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: