આવી ઉભું

16 05 2012
ઘડપણ આવી ઉભુ જુવાનીના દિન ચાર
ઘરડાં ગાડાં વાળે ના  અટકે  મઝધાર
જીથે અંબોડા વાળતી તીથે પડ ગઈ ટાલ
મોરનીસી ફુદકતી ધીરી થઈ ગઈ ચાલ
માગે નહી છતાં મળે તે ઘડપણ કહેવાય
અનુભવને ઓરસીયે જીંદગી પિરસાય
ઘડપણમાં ચટકાં ઘણા સંયમ જોજન દૂર
જો સંયમને વરે તો નિખેરે ઝાઝેરું નૂર
દીકરા દીકરી વહુ જમાઈ આપે માનપાન
પૌત્ર પૌત્રીઓની વચ્ચે માણે ખાનપાન
યોગી જ્ઞાની વિજ્ઞાની દીપાવે ઘડપણ ટાણું
રોગના જો ભોગ બને તો કાંઈ નથી કહેવાનું
જીભ પર જો સંયમ વર્તન પ્રેમાળ ઘડપણમાં
મૌત પણ મલાજો પાળે તેની શબયાત્રામાં
બસ પ્રભુ વણનોતરે આવેલ આંગણ અતિથિ
ઘડપણ પામે  આદર  અને યાદ રહે એ તિથિ
Advertisements

ક્રિયાઓ

Information

7 responses

16 05 2012
pragnaju

જીભ પર જો સંયમ વર્તન પ્રેમાળ ઘડપણમાં
મૌત પણ મલાજો પાળે તેની શબયાત્રામાં
બસ પ્રભુ વણનોતરે આવેલ આંગણ અતિથિ
ઘડપણ પામે આદર અને યાદ રહે એ તિથિ
વાહ

16 05 2012
madhuvan1205

જીભ પર બેવડુ સંયમ
બોલવાનું ઓછું અને સ્વાદના ચટાકા બંધ.

16 05 2012
nitin

Pravinaben,

Really a good one

Thanks for sharing

Nitin Vyas

16 05 2012
Navin Banker

Very good ideas about Old Age.
Good to know by all Senior Cicizens.
Good to know by Youngsters also as to how be ready for old age.

Navin Banker

16 05 2012
manvant@aol.com

Banne lekh gamyaa……aabhar !

16 05 2012
chandravadan

ઘડપણ આવી ઉભુ જુવાનીના દિન ચાર

ઘરડાં ગાડાં વાળે ના અટકે મઝધાર
Nice One !
I am thinking of saying my way in the near Future.
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Avjo !

17 05 2012
Vinod R. Patel

પ્રવિણાબેન,

ઘડપણ અંગે તમારું સુંદર કાવ્ય ગમ્યું, માણ્યું.આપને અભિનંદન.

ઘડપણ અંગે મેં પણ એક કાવ્યની રચના કરી છે એને નીચે રજુ કરું છું.
આશા છે આપને એ વાંચવી ગમશે.
આવીને ઉભો રહ્યો દ્વારે, અડીયલ આ બુઢાપો !

આયુ વૃક્ષની વિવિધ ડાળીઓ ઉપરથી, “

ખરી રહ્યાં પર્ણો આજે જીવનની પાનખરમાં .

એક વણનોતર્યા મહેમાન સરીખો,

આવીને ઉભો રહ્યો દ્વારે, આ અડીયલ બુઢાપો.

હતો એક સમો જ્યારે ગર્જતા’તા સિંહ સમા

વૃધ્ધાવસ્થાના એક થપાટે, બની ગયા આજે,

એક દુર્બલ લાચાર મેઢા ઘેટા સમા .

શરીર, ઇન્દ્રિઓમાં ભલે ન રહ્યો એ જોમ ને જુસ્સો

કરી મનને મક્કમ,બાકી સમય અને શક્તિઓ વડે,

જીવનનો ખરો આનંદ માણવાની છે આ વેળા.

જીવન-ચાદરને ઉજળી રાખી, શ્રધ્ધા અને ભાવથી,

પ્રભુ ચરણે એને અર્પણ કરવાની છે આ વેળા.

વીતેલ કાળની ખેતીમાં વાવેલ સૌ પાકોને,

હોંસથી લણીને સૌમાં વહેંચવાની છે આ વેળા.

જીવનની સંધ્યાએ ગણેલા શ્વાસો બાકી છે ત્યારે

હૃદય મન મક્કમ કરીને કરીએ આ પ્રાર્થના કે,

મારા આ બુઝાતા દીપકની વાટ સંકોરી આપી,

મારા ડગમગતા ચરણોને સ્થિર રાખી .

મારો હાથ ગ્રહી,મારી પડખે રહીને ,

તારા એ મંગલ મંદિરના દ્વાર સુધી મને,

સુખેથી પહોંચાડવાની પરમ કૃપા કરજે, હે પ્રભુ !.

—- વિનોદ આર. પટેલ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: