વિમાન ભાડું

28 05 2012

પાછી એની એજ રામાયાણ વિમાનના દરમાં વધારો. આ ઘટમાળ ક્યારે અટકશે?

હા, ભાડું વધારે આપો. બદલામાં અમે તમને સગવડતાઓ ઓછી આપીશું. ખબર

નથી પડતી મોટા મોટા હોદ્દેદારો તેમની જીંદગીમાં ‘ઈકોનોમિક્સ’ ભણ્યા હતાં કે નહી?

સસ્તાઈ અને મોંઘાઈની વાત નથી. વાત છે નૈતિકતાની. નૈતિકતાને તો અભેરાઈ

પર ચડાવી દીધી છે. હસવું આવ્યુંને , ૨૧મી  સદીમાં આ શબ્દ અપરિચિત લાગે છે.

પૈસા વધારે આપો તમારે પ્લેનમાં  સામાનના પૈસા  આપવા પડશે. ભલેને પાંચથી

છ કલાક તમે વિમાનમાં ઉડાન દરમ્યાન   પાણી આપીશું એક વખત. બીજીવાર

જોઈએતો પૈસા આપવા પડશે. કાંઈ પણ ખાવું હોય તો પૈસા આપો! માત્ર પાંચથી

છ વસ્તુમાંથી પસંદગી કરવાની. જો તમે શાકાહરી હો તો બટાકાની વેફર અને શીંગદાણા

ખાવ.

યાદ  કરો એ  દિવસો સાથે ભાથું લઈને નિકળવાનું.  પછી ભલેને બાજુમાં બેઠેલી વ્યક્તિ

નાક ચડાવે?  તો પછી ‘વિમાન’માં એરહોસ્ટેસની શું જરૂર છે? તેમના પગાર બચાવો. અમેરિકાના

‘બેકારો’ની વસ્તીમાં વધારો કરો?

ભલું હશે તો કદાચ નજદિકના ભવિષ્યમાં વાચવા મળશે વિમાનમાં જેટલી વાર ‘બાથરૂમ’ જાવ

તેટલી વાર ૧. ડોલર.  ટોયલેટ પેપર મફત નથી આવતા!

એ ‘સુવર્ણકાળ’ યાદ આવે છે જયારે  માતા પિતા સાથે બે બાળકો  મફત . વધારામાં તેમને

રમવાની રમતો આપતા. ખાવાનું આપતા. વિમાનો કદી ખાલી ન ઉડતાં. શાળાની રજાઓમાં

જ્યાં જાવ ત્યાં ગીર્દી જોવા મળતી.

ખેર,  આ વાત આજની તારિખમાં પરીઓની વાત જેવી લાગશે! એક વિચાર જરૂર આવે છે

જો, વિમાનમાં થોડી વધારે  સુવિધા આપે તો મુસાફરો કચકચ કરવાને બદલે આનંદ્થી યાત્રાની

મઝા માણે.

આપણા દેશની જ વાત કરું ‘જેટ’ એર લાઈન્સવાળા કેવી સરસ સુવિધા પૂરી પાડે છે. આ વાત

છે ‘અમેરિકાની’. ચિતન કરવું કે હસવું તમે જ નક્કી કરજો.

હવે તો સાંભળવા મળ્યું કે ભારત જઈએ ત્યારે ‘એક’ બેગ લઈ જવાય. કેટલી શાંતિ ‘શોપિંગ’નો

ખર્ચો બચી ગયો. ભારતથી આવતા ત્યારે મસાલાને મિઠાઈ  લાવવાની જગ્યા જ ન રહી. હવે

અંહીના દેશીઓનો ધંધો વધશે. આમા બે ફાયદા અમેરિકાથી ભારતની  મુસાફરી કરતાં ત્યારે

પતિદેવો નારાજ થતાં. ‘જતાં પણ ખરીદી અને આવતા પણ ખરીદી.’ બંને બાજુ લાભમાં.

ભલે ને ગમે તે કહીએ પેટ્રોલના ભાવ એટલા બધા વધ્યા છે કે વિમાન સસ્તુ લાગશે.—-

Advertisements

ક્રિયાઓ

Information

One response

29 05 2012
Raksha

Enjoyed reading your article……..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: