વેદાંતનો જીવન પ્રતિ અભિગમ

5 06 2012

વેદાંત  ક્રમપૂર્વકના જીવન  વિશેનું જ્ઞાન આપવામાં સફળ પૂરવાર થયું છે.

વેદાંત આપણને ‘સ્વ’ સાથે શાંતિથી આનંદપૂર્વક જીવતાં શિખવે છે. વેદાંતના

અભ્યાસથી જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ સુંદર રીતે ગોચર થાય છે. વેદાંત પ્રયોગો

મારફત જીવનમાં બનતા રોજિંદા પ્રસંગો પ્રત્યે સાનુકુળતા કરી આપવામાં સફળ

પુરવાર  થયું છે. વેદાંત દ્વારા આધ્યાત્મિકતા રગ રગમાં પ્રસરે છે.

‘વેદાંત’ સ્વયં પ્રમાણ છે.કોઈ પણ જાતની ચર્ચાને સ્થાન નથી. અખિલ વિશ્વના

તત્વચિંતકોએ ‘વેદાંત’ પ્રમાણ છે તેનો સ્વિકાર હિચકિચાટ વિના કર્યો છે.વૈજ્ઞાનિક

અને ધાર્મિકતા બંનેનો સમન્વય વેદાંતમાં ખૂબ સુંદર રીતે થયો છે. વેદાંત વિશ્વના

ખૂણે ખૂણે સ્વિકાર્યતા પામ્યું  છે.

વિચાર અને તર્કશક્તિની કલા અનુભવ દ્વારા વિકસે છે. આજના અણુયુગમાં વિચાર-

શક્તિ ખુબ કુંઠીત જણાય છે.માનવ અંધશ્રદ્ધાની ચુગલમાં એવો ફસાયો છે કે જેમ બહાર

નિકળવાનો પ્રયત્ન કરે તેમ એ વધારે કળણમાં ફસાતો જાય છેા. જેના પરિણામ રૂપે આજના

માનવનું નૈતિકતાનું મૂલ્ય ખૂબ નિચલી કક્ષાનું જણાય છે.વેદાંતની સહાય  દ્વારા ઈંતજારી,

પ્રશ્ન, જવાબ, કારણ અને સત્ય સર્વ સાંપડે છે્

. મહાત્મા, સાધુ અને સંતો વેદાંતના ગુણગાન અને તેની મહત્વતા ગૌરવ પૂર્વક વર્ણવે છે.

વિચાર કરવાની શક્તિને ખિલવી જીવન કલાત્મક જીવવાની દિશાઓ ખુલ્લી કરે છે.આજના

શિક્ષક અને મહાત્મા યા સાધુ સંત પથ ભૂલેલા વટેમાર્ગુ જેવા હોવાથી શું સમજાવી શકે? બને

ત્યાં સુધી પ્રયત્ન આદરી સતત. અભ્યાસ જારી રાખવો હિતાવહ છે.

માનવ હંમેશા ‘સુખ અને આનંદ “ની શોધમાં ગળાડૂબ હોય છે. જે મા્ર્ગે પ્રયાણ આદરી

‘આત્મ સાક્ષાત્કાર’  ની કેડી સાંપડે છે. જે અનંત  આનંદની ગંગાની સહેલગાહ કરાવે છે.

ભૌતિકતાથી પર એવી આધ્યાત્મિકતાની  સીડી શરીર, મનને અને બુદ્ધિની સહાયથી

ચડી  શકાય.

અંતરે આનંદ ઉભરાય.જીવનના હર ક્ષેત્રમાં રહેલી શુક્ષ્મતા છતી થાય. સ્થૂળ નહી

સત્યનું અવલોકન શક્ય બને. પરમાનંદની અનુભૂતિ વેદાંતના અભ્યાસનું પરિણામ છે.

ધ્યાન આપીને કાર્ય કરવાથી સફળતા હાંસિલ થાય.ભૂત અને ભવિષ્યને બદલે વર્તમાન

અગત્યનું છે તે સુવર્ણ વાક્યની કિમત સમજાય.અમૃતનો કુંભ અંતરમાં છે. આનંદ અને

પરમાનંદનો સ્રોત અંતરમાં ઉદભવે છે.. હરણની માફક સુગંધ માટે ચારે દિશામાં દોડવાની

કોઈ જરૂર નથી.

આનંદનો અવધિ વહે છે તારા અંતરમા

ધિરજ પૂર્વક શાંતિથી ઝાંક તારી ભિતરમાં

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

6 06 2012
Jai Patel

thanks keep sending

i liked it all posting

Truly Thanks

jai Patel

7 06 2012
pragnaju

નવધા ભક્તિના સંકુચિત અર્થમાં નથી પણ ભક્તિચિંતન, સૂફી પ્રેમસાધના કે સહજયોગ , ક્રિયાયોગ, કર્મયોગ વૈરાગ્યનો બોધ કે ઉપદેશ અને પૂર્વે થયેલી સંતોભક્તોના ગુણ સંકીર્તન સાથે ગુરુ શરણભાવ કે લોક સેવા સુધી ફેલાયેલો છે. દરેક સાધનાપથને એની પોતીકી આગવી કેડી હોય છે પરંતુ એ વાટ રસ્તો પહોંચાડે છે

પ્રત્યેની સંપૂર્ણ શરણાગતિભરી ભક્તિ તરફ…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: