શ્રીજી જે આપ્યું તે લીધું

20 06 2012

શ્રીજી  જે  આપ્યું તે લીધું

હૈયેથી  હરફ  ન  કીધું

 

તારે શરણે આવી  દોડી

વ્યાધિ  જગની સહુ  છોડી

 

તારા નયનોની કાંતિ  ભાળી

પ્રસરી  ઉરે ભાવના  શીળી

 

તારા ચરણોમાં છે શાંતિ

સારા જગે સુખની ભ્રાંતિ

 

તારા મુખારવિંદનું દર્શન

ટૂટે  ભવભવના  બંધન

 

તારું સાન્નિધ્ય લાગે સુહાનું

તુને મળવાનું મીઠું બહાનું

 

તું સાંભળ  વિનંતિ  મારી

દોષો સઘળાં દેજે  વિસારી

 

“પમી”ને  તારી  છે  આશ

જોજે કરીશના તું નિરાશ

Advertisements

ક્રિયાઓ

Information

7 responses

20 06 2012
manvant

thx. Pamiji !….m.

20 06 2012
pragnaju

ભક્તિભાવની ભાવભરી લયબધ્ધ રચના

તારે શરણે આવી દોડી
ભક્તિની ઉતમ સ્થિતી
પછી
દોષો સઘળાં દેજે વિસારી
મારું નમ્ર મંતવ્ય છે તમે શરણાગતી સ્વીકારી તો પછી
યથા યોગ્ય તથા કુરુ

તે યોગ્ય જ કરશે

20 06 2012
Devika Dhruva

સરસ ભક્તિભાવ. વાંચતા વાંચતા”શંભુ ચરણે પડી..” ભજનનો સૂર જાણે પડઘાતો હતો.

20 06 2012
chandravadan

“પમી”ને ના કરૂં હું ઉદાશ,

કહે શ્રીનાથજી,અર્પી પ્રેમપ્રકાશ,

પ્રભુપ્રેમપ્રકાશમાં પ્રવિણાજી હરખે,

નિહાળી, ચંદ્ર મનમાં મલકે !
Pravinaben, Bhavbhari Rachana…Enjoyed !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Inviting you to Chandrapukar …Hope to see you soon !

20 06 2012
Nitin Vyas

શ્રીજી જે આપ્યું તે લીધું

હૈયેથી હરફ ન કીધું

Very nice Pravinaben

21 06 2012
saryu

શ્રીજીએ આપ્યું તે લીધું”, મનની શાંતિ અને આનંદ માટે સુંદર ઉપાય. બીજી રચનાઓ પણ વાંચી.
saryu parikh

21 06 2012
saryu

શ્રીજીએ આપ્યું તે લીધું”, મનની શાંતિ અને આનંદ માટે સુંદર ઉપાય. બીજી

રચનાઓ પણ વાંચી.
.saryu parikh..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: