હોવું ન હોવું

22 06 2012

વિજ્ઞાન હોય ત્યાં જ્ઞાનનો  અભાવ હોય નહી

બંનેનો સમન્વય એવું ય  સાચું  હોય  નહી

 

ચમનમાં ફૂલ સંગે કાંટા હરદમ  હોય  નહી

સુંગંધ વગર ફૂલનું અસ્તિત્વ નકારાય નહી

 

પતિ પત્ની પ્યાર જ કરે સંભવ હોય નહી

તકરાર મહોબ્બત એમાંય સત્ય હોય નહી

 

સહુ તને દિલથી ચાહે એ હકિકત હોય  નહી

ચાહનારની યાદીમાં કદાચ નામ હોય નહી

 

જીવન જીવવાની કળા વરે એવું હોય નહી

દિલ પર નામ આંકવાનો સમય હોય નહી

 

હોવું  ન હોવું  એ  પ્રશ્ન  ગંભિર  હોય  નહી

અસ્તિત્વના  સમર્થન વિશે શંકા હોય નહી

Advertisements

ક્રિયાઓ

Information

One response

22 06 2012
pragnaju

હોવું ન હોવું એ પ્રશ્ન ગંભિર હોય નહી
અસ્તિત્વના સમર્થન વિશે શંકા હોય નહી
ખૂબ સુંદર
સંતોએ અનુભૂત કરેલ ગીતાનો પ્રસંગ યાદ આવ્યો! અર્જુને જોયું કે, અસ્તિત્વના વિકરાળ સ્વરૂપના હજારો મુખમાં સમગ્ર લોક- ત્રણેય લોક પ્રવેશી રહ્યો છે શ્રીકૃષ્ણને તે સંહરી લેવા વિનંતી કરતા કહે છે ‘‘તમે સર્વશક્તિશાળી છો- સર્વવ્યાપી છો પણ આપ જે હો તે, પણ હવે આ આ સ્વરૂપને સંહરી લો.’’
શ્રી કૃષ્ણએ કહ્યું-સર્વ કાંઈ નિમિત્ત છે માટે તું વિનાસંકોચે યુદ્ધ કરવા તૈયાર થઈ જાય. તું કોઈને મારતો નથી અને કોઈ મરતું ય નથી. વળી પાછા થોડીક વારમાં તેઓ દ્વિભૂજાવાળ સખા- સારથિ સ્વરૂપે પ્રગટ થયા જે અસ્તિત્વ જોતાની સાથે અર્જુન આનંદ વિભોર …

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: