ક્યાં શોધું

28 06 2012

અરે બાળપણ વીતી ગયું

જુવાની હાથતાળી દઈ ગઈ

વીત્યા વર્ષોને  ક્યાં શોધું

કુદરતને નિહાળી હર ખાતી

થોથા વાંચી ઘણું વિચારતી

દૃષ્ટિ ઓઝલ ક્યાં  શોધું

અપના હાથ જગન્નાથ

કામ કાજ કરી પોરસાતી

કંપન હસ્તે ક્યાં શોધું

અવિરત વહેતી વાણી

દલીલો કરી જગ જીતી

થોથવાતીને ક્યાં શોધું

પર્વત ઝરણાં ખુંદી વળી

સવારે ત્રણ માઈલ ચાલતી

લાકડીના ઠપકા ક્યાં શોધું

દર્શન કર્યા સેવા કરી

સવાર સાંજ પાઠ  કર્યા

ઈશ્વરની ઝાંખી ક્યાં શોધું

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

28 06 2012
pragnaju

સવાર સાંજ પાઠ કર્યા

ઈશ્વરની ઝાંખી ક્યાં શોધું
મન આમ તેમ ભાગે તો એની પાછળ રહી એ ક્યાં ક્યાં જાય છે તે સાક્ષીરૂપે જોતાં રહેવું. …. સત્ય એ જ ઈશ્વર છે

28 06 2012
pravina

It is very true.

28 06 2012
Navin Banker

હવે તો માત્ર શોધવાનું જ રહ્યું છે. અને જે યાદ આવે તેને સ્મરી સ્મરીને હરખાવાનું જ શેષ બચ્યું છે.

નવીન બેન્કર

28 06 2012
hemapatel

ભક્તના હ્રદયમાં ઈશ્વર બિરાજમાન છે. એટલે આપણી અંદર એક નજર કરીશુ તો આંખ બંધ કરતાં જ ઈશ્વરની ઝાંખી તરતજ થવાની જ છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: