જગીને જોંઉ તો .–૨ ધારાવાહિક

14 07 2012

મુંબઈની પારાવાર વસ્તી અને પશ્ચિમનું આંધળું અનુકરણ સમસ્ત વાતાવરણને  દુષિત કરવા સમર્થ પુરવાર થયું છે. ઘણી વખત મન ચગડોળેચઢે મોંઘવારીની ભિંસમા પિસાતા લોકો અંહી કઈ રીતે જીવી શકે છે? છતાંય મુંબઈગરાની ખુમારી દાદ માગી લે તેવી છે! બે વર્ષ ઉપર જ્યારે ‘તાજ મહાલ’ હોટેલ કોલાબા પર આવી છે. આતંક્વાદીઓએ બોંબ ધડાકાથી પારાવાર નુકશાન કર્યું હતું. જે રીતે મુંબઈના રહીશોએ એકત્ર થઈ ગૌરવ પ્રગટ કર્યું હતું એને સલામી આપવી ઘટે.

મુંબઈના રહેવાસી કદી ન રહીએ ઉપવાસી

ભેલપૂરી કાંદાબટાટાને  આમટી ભલે વાસી

હો, અમે મુંબઈના રહેવાસી——–

આવી આ અલબેલી મુંબઈ નગરીમાં ‘ જાગીને જોંઉ તો’ રોજ એની એ જ રામાયણ ! “અરે, મમ્મી મારો નાસ્તો તૈયાર કર્યો કે નહી? તને ખબર છે બે મિનિટ મોડું થશે તો મારી

નવી મુંબઈ’ જવાની ટ્રેઈન ચૂકી જઈશ. “રોજની આ રામાયણ હતી.  મુંબઈ શહેરમાં કોલેજમાં દાખલો મેળવવો એટલે લોઢાના ચણા ચાવવા બરાબર. નસિબ સારું હતું કે

રોહનને એંન્જીનિયરિંગની કોલેજમાં એડમિશન મળી ગયું હતું.પણ રોજ વરલીથી ‘નવી મુંબઈ’ જવાનું અને સાંજના પાછું ઘરે  આવવાનું. જ્યારે એન્જીનિયરીંગનું પહેલું વર્ષ

હતું ત્યારે થાકી તથા કંટાળી જતો. પણ ધીરે ધીરે ટેવાઈ ગયો. હવે તો એકદમ પાવરધો થઈ ગયો હતો. ફર્સ્ટ ક્લાસમાં જતો તેથી પ્રમાણમાં અગવડ ઓછી પડતી. આતો રોજનું

થયું  વળી જીંદગીનું સ્વપનું સાકાર કરવાનું હતું. જ્યારે મમ્મી મોડું કરતી ત્યારે તેનો મિજાજ ફટકતો. તેને હંમેશા ફાસ્ટ ટ્રેઈન પકડવા દોડવું પડતું. જે દિવસે પપ્પા ગાડીમાં

લઈ જતાં ત્યારે થોડી રાહત લાગતી. બાકી ટ્રેઈન સાથે દોસ્તી પાકી કરી લીધી હતી. મુંબઈની પરાંની ટ્રેનમાં મુસાફરી વિરલાઓ કરી શકે. ખરેખર અનુભવ કરવા જેવો છે.

રોહનને તો આ રોજની વાત હતી એટલે ટેવાયેલો હતો. બને ત્યાં સુધી ટ્રેન સમયસર હોય. તેમાં પાછાં અનેક પ્રકાર  ‘લોકલ’ ‘ફાસ્ટ’ અને  ‘ડબલ ફાસ્ટ’. લોકલ ટ્રેન એટલે બાપુની ગાડી બધા સ્ટેશન ઉપર ઉભી રહે. ફાસ્ટ ટ્રેન નાના  જંક્શન પર ઉભી રહે. ડબલ ફાસ્ટ નાના જંક્શન નહી પણ મોટા જંક્શન કે જ્યાંથી બીજી દિશામાં  જવાની ટ્રેન પકડવાની સુગમતા રહે, તેવા સ્ટેશન પર ઉભી રહે. જેથી મુસાફરો સમય સર પહોંચી શકે. એકવાર તમને આદત પડી જાય પછી મુસાફરી સહજ લાગે.

તેમ છતાં પણ કોઈ વાર ટ્રેન ચૂકી જવાય તો પપ્પાની ધમકી યાદ આવી જાય. ” જો મને ખબર પડશે કે તું ચાલુ ટ્રેને ચડે છે યા ઉતરે છે તો ભણવાનું બંધ”! સીધા આપણા ધંધા પર બેસાડી દઈશ. રોહન પપ્પાની વાત સમઝતો અવારનવા થતા  અકસ્માતો તે સંપૂર્ણપણે જાણતો હતો. ઘણી વખત જ્યારે નજર  સમક્ષ અકસ્માત સર્જાતા નિહાળતો ત્યારે ખૂબ બેચેન થઈ જતો. રીના, મા હતી. તેને સમજતાં વાર ન લાગતી. રોહન જ્યારે પકડાઈ જતો ત્યારે મા આગળ નિખાલસપણે કબૂલ કરી દિલનો ભાર  હળવો કરતો. ચોમાસામાં વધારે ચોક્કસ પણે વર્તતો. કોઈક વખત   ટ્રે ઈન જવા દઈ બીજી ટ્રેઈન પકડતો. તે જાણતો હતો ટ્રેઈન જશે તો બીજી મળશે, પણ જીવન !

રાજેશ માત્ર સૂકી દાટી આપતો. તેને ખાત્રી હતી રોહન કોઈ દિવસ બે જવાબદારી પૂર્વક નહી વર્તે. રાજેશને એંન્જીનિયરિંગની કોલેજમાં જવું હતું. ઈન્ટર સાયન્સમાં ટકા ઓછાં આવતાં કોઈ પણ કોલેજેમાં દાખલો મળી ન શક્યો. આરામથી બી.એસ.સી. કરી ધંધે વળગ્યો. મુંબઈ મિત્રો સાથે ફરવાગયો હતો રીના ભટકાઈ પડી અને પ્રેમ લગ્નમાં પરિણમ્યો. રીનાના માતા પિતા મુંબઈમાં હતાં.

મોહમયી મુંબઈ રાજેશને હૈયે વસી, મુંબઈમાં ઠરીઠામ થયો. દીકરો રો્હન જ્યારે એંન્જીનિયરિંગમાં ગયો ત્યારે એની છાતી ગજ ગજ ફૂલી હતી. દાદા,દાદી પણ પારાવાર ખુશ હતાં. આમ રોહન સહુનું સ્વપ્નું સફળ કરી શક્યો. એ પાટવી કુંવર અમેરિકા આગળ ભણવા જાય તે તો ખુશીની વાત હતી.

રોહન, તરવરાટ ભર્યો નવજુવાન. ભલે હજુ જીવનની શરૂઆત હતી. સહુ સાથે પ્રેમની સાંકળે બંધાયેલો.જીવન જીવવાની ઉત્કંઠાં ધરાવતો પાણીદાર યુવાન. ચારે તરફ પ્રેમથી ભરપૂર વાતાવરણ અને છતાંય દિલમાં ધરબાયેલી સહુ પ્રત્યેની લાગણીથી છલકતો. કદીય કોઈના પણ માટે  ઉચાટ ન અનુભવતો. વડીલો પ્રત્યે આદર અને નાનાઓમાં પ્રેમ પ્રસરાવતો સ્વપના સફળ થવાની પ્રતિક્ષામાં ડૂબેલો.

 

રોહનતો ચાર વર્ષ અનુભવ મેળવી ચૂકેલો હતો. મુંબઈમાં જન્મેલો, ઉછરેલો, શાળા અને કોલેજનું જીવન જીવતા રોહનને તેમાં જરાય મુશ્કેલી જણાતી નહી. તેને ખબર હ્તી મમ્મીની આદત, હંમેશા ચિંતા કરવાની. તે જાણતો હતો “માનું હ્રદય છે.”! તેની કિંમત સમજતો હતો. તેથી તો  માને કહેતો, ‘મમ્મી તું મારી ચિંતા ન કર. હું કાંઈ  એકલો આવી રીતે ટ્રેઈનમાં ધક્કા ખાઈ ભણવા નથી જતો?

મારા વર્ગમાં અડધો અડધ છોકરાઓ આવીરીતે ભણવા આવે છે. અરે છોકરીઓ પણ આવે છે. આનું નામ તો જીંદગી છે. રીના આ બધાથી વાકેફ હતી પણ ચિંતા કરવાની

તેને આદત પડી ગઈ હતી. ખેર, આનો  કોઈ ઈલાજ જણાતો નહી.

જુવાન લોહી, ભણવા જતું હોય પછી સગવડ કે અગવડ શું ફરક પડે! જો કે મુંબઈમાં પોતાની ગાડી અને ટેક્સી કરતાં ટ્રેન કોઈ પણ સ્થળે ત્વરાથી પહોંચાડે તેમાં બે મત નહી. મુંબઈનો ટ્રેન વ્યવહાર આખા જગતમાં નામના પામેલો છે. સવારના પહોરમાં રોનક બબડ્યો, ‘મમ્મી, તને રોજ મારે ઉતાવળ કરાવવાની. તને ખબર છે મારે રસ્તામાં લગભગ દોડવું  પડે છે. વરલીથી દાદર બસમાં જવાનું  ત્યાંથી ટ્રેઈન લઈને ‘વાશી’ પહોંચવાનું. સ્ટેશને જો કોઈ દોસ્તારની ગાડી મળી જાય તો તેમાં નહી તો પદયાત્રા કરવાની.  કોલેજની બસ મુકરર કરેલા  સમયે આવતી  પણ વહેલી મોડી થાય તો તેને ભરોસે ન બેસી  રહેવાય. વર્ગમાં પહોંચતા પહેલાં હું અડધો થાકેલો હોંઉ છું;’

રોહન ભલેને બળાપો કરતો હોય. મનોમન જાણતો  હોય છે કે તેની મમ્મી ‘ટિફિન’માં કેટલું સરસ ખાવાનું  મૂકે છે. તેના મિત્રો હંમેશા “મમ્મી’ના વખાણ કરતાં.

મુંબઈ તો એવું રળિયામણું શહેર છે કે સવારના પાંચ વાગ્યાથી ધમધમતું હોય. કહેવાય છે મુંબઈમાં રોટલો રળવો સહેલો છે.પણ ઓટલો તોબા તોબા. રોહન મુંબઈમાં રહેતો હોવાથી તેને કોઈ પણ હિસાબે ‘હોસ્ટેલમાં’ રહેવાની પરવાનગી ન સાંપડી. ઘણી વખત પરિક્ષાના સમયે રોજની જવા આવવાની ઝંઝટમાંથી બચવા વર્ગના મિત્ર સાથે તેના કમરામાં રહી જતો. રોહને ચારેક જોડી કપડાં અને જરૂરિયાતનો સામાન પણ મિત્રને ત્યાં રાખ્યો હતો. તેનું નસિબ સારું હતું કે વર્ષ પહેલાં પરણેલી તેની બહેન નવી મુંબઈ વાશીમાં રહેતી. વખત મળ્યે મિત્ર સાથે તેને ત્યાં જમવા પણ ટપકી પડતો. બહેનનો વહાલેરો નાનો ભાઈ પ્રેમથી જમાડતી અને સવારનો નાસ્તો પણ બાંધી આપતી. રોહનની મમ્મીની અડધી ચિંતા ઓછી કરવામાં સહાય કરતી. માતા પિતાનો લાડલો રોહન દરરોજ મુંબઈની લોકલ ટ્રેઈનમાં વાશી એંજીન્યરિંગની કોલેજમાં આવતો. ફાંકડો જુવાન

જોનારનું દિલ હરી લે તેવો.ઘણીવાર રીનાને થતું મારા લાડલાને કાળું ટીલુ ક્યાં કરું ?———–

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

14 07 2012
pragnaju

મુંબઈ તો એવું રળિયામણું શહેર છે કે સવારના પાંચ વાગ્યાથી ધમધમતું…
સરસ અભિવ્યક્તી
શ્રી ચંદ્રકાંત બક્ષીને એક વાર સાંભળવાની તક મળી હતી. જ્યારે તેઓ મુંબઈના મેયર તરીકે નિયુક્ત થયા હતાં મુંબાઈ અંગે
રાતે ખોવાઇ જતા તારાઓ અને ઑફિસ-ટાઇમે આવતી દરિયાની ભરતી
દિવસભર આશાની જીવલેણ વાસનાઓ, ઉપર અને ઉપર જવાની –
અપરિચયની ચામડી પહેરીને આવ્યો હતો તારા શહેરમાં
હવે લોહી નીકળતું નથી , લેસ્બીઅનોના વિશ્વમાં
આમલેટ ટ્રાય કરતા ઘાસાહારીઓના પરાક્રમી દેશમાં
રાતો વપરાતી નથી અને વેનિલાની ખુશ્બૂથી પેટ ભરાઈ જાય છે.
કૉંક્રીટ ચાવતાં મશીનો અને
અટરલી બટરલી સંસ્કારી થઈ ગયેલા લક્ષ્મીબાજો
કેસેટની ધાર પર ઝૂલતાં અવસાદ ગીતો
જઠરમાં સીરોસીસ પાળતાં નવાં બાળકો
ઉપર જવાની રેસમાં નામો ભૂલી ગયાં છે –
હાડકાંઓનાં અક્ષાંશ-રેખાંશ માપતાં સફળ માણસો
તમારા એરકંડિશન્ડ મુલ્કમાં શૈશવ આવ્યું હતું કોઈ દિવસ ?
નાગી સ્ત્રીઓ, ભીની સ્ત્રીઓ, બહાર આવી ગયેલાં મૂળિયાંવાળી ખુશ્ક ઔલાદો,
ઇમ્પૉર્ટેડ ભાષા, કાયદેસર ગુસ્સો, ક્રોમિયમ પ્લેટેડ પ્રેમ,
ચુમ્બનોનો પુનર્જન્મ, શેરબજારમાં ખરીદાતી શાંતિના ભાવ.
સુખની નવી પરિભાષા શીખી ગયો છું તારા શહેરમાં
રેડિયો કંપનીના નિયૉની વિજ્ઞાપનનો પરાગ ઝરે છે
ખુલ્લા સ્મશાન પર અને ઝોંપડપટ્ટીના દેશ પર
જે ફિયેટના દરવાજાની બહાર શરૂ થાય છે
આજે આ શહેર મારું છે
કાગડાના માળામાં હું પણ ઈંડા મૂકતાં શીખી ગયો છું
હવે મારા દાંત સુંવાળા થઈ ગયા છે
મને ઠગાવાનો અપમાનબોધ રહ્યો નથી,
કારણ કે ટી.વી ના સ્ક્રીન ઉપર મેં મારો ચહેરો જોઈ લીધો છે.
સેકંડના લાલ કાંટાને હું સલામ કરું છું.
ઉપરની રેસમાંહું છેલ્લો છું
અને મારી આગળ કોઈ નથી..
“અને એક સાંજે હું ચાલ્યો જઈશધુમાડો પહેરીને…

અને મારા વર્ગમાં અડધો અડધ છોકરાઓ આવીરીતે ભણવા આવે છે. અરે છોકરીઓ પણ આવે છે. આનું નામ તો જીંદગી છે.

19 07 2012
SARYU PARIKH

સારી શરૂઆત. રસ જળવાઈ રહેશે. નવલકથા લખવાનો વિચાર સરસ છે.
સરયૂ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: