સિક્કાની ત્રીજી બાજુ

19 07 2012
હરએક  માનવીની  પણ ત્રીજી  બાજુ કેમ  ન હોઈ  શકે? માત્ર અંદર અને બહારની એમ બે
 બાજુથી  હરએક માનવી તોળાય છે.  લોકો માત્ર તેને બહારથી  નિહાળી તેનું મુલ્યાંકન  કરતાં
હોય છે.  માનવીને માપવા સહુ પોતાની ફુટપટ્ટીનો ઉપયોગ કરે છે.  સ્વની  દૃષ્ટિથી તેને માપે
 છે. હા,  તેના અંતરમાં  શું હોય તે કલ્પી શકવું  આસાન નથી. અરે આસાનની ક્યાં વાત કરવી
અસંભવ  છે !  જ્યારે અંતર ખોલે ત્યારે દંભી કહીને હાંસી ઉડાવે. એ તો હીરાનું મોલ ઝવેરી જાણે
તેવી વાત  છે.
સ્વની ત્રીજી બાજુથી કોઈ અનજાણ નથી ! જ્યારે આપણે કોઈ ખોટું કામ કરતા હોઈએ છીએ ત્યારે
માંહ્યલો ભલે ચૂપ હોય પણ અંતરનો ઉઠતો અવાજ સાંભળ્યો ન સાંભળ્યો કરી અવગણીએ છીએ.
આ છે આપણી ત્રીજી બાજુ. જે છે, છે અને નથી, નથી ! જ્યારે અંતરાત્માનો અવાજ સાંભળીશું ત્યારે
આ ‘દુનિયા’ ખૂબ સુંદર અને સોહામણી બની જશે. સાંભળવા છતાં દરેક વ્યક્તિ તેને અવગણે છે.
સિકાની ‘ત્રીજી’ બાજુ.  ત્રિકોણનો  ‘ચોથો’  ખૂણો.  વર્તુળને ‘બે’ મધ્ય બિંદુ.   ચોરસની ‘પાંચમી’
લીટી દેખાય નહી પણ હોવાની  શક્યતા  નકારી શકાય નહી !

આંસુ  સારતો  સિક્કો  તેની ધાર ઉપર ઉભો હતો. રસ્તે જતા  આવતા રાહદારી વિસ્મયથી

નિરખી પોતાની મજલ ચાલુ રાખતા હતાં. સિક્કાએ  વિચાર્યું છે કોઈને મારી કિંમત અરે

કોઈને  એમ પણ નથી થતું કે  આમને આમ ઉભો રહીશ તો મારી કમર ટૂટી જશે! તેના

આંસુ  પણ પવનની મંદ લહેરખીના  કોમળ  સ્પર્શે સૂકાઈ ગયા. હારી થાકીને ડાબે પડખે

થઉં કે જમણે પડખેના વિચારમાં આંખ મુંદાઈ  ગઈ.

જાગીને જોંઉ તો કંદોઈની દુકાનના ગલ્લા ઉપર  બિરાજ્યો હતો. ‘એક રૂપિયાના બે પેંડા

મળશે?’  નાની  બાલિકાનો મધુર અવાજ સિક્કાના કાનને ઘંટડીના રણકાર જેવો મધુરો

લાગ્યો. બાલિકાના  દિદાર કહી આપતા હતાં કે તે ભૂખી હતી. રસ્તા ઉપર  મને સૂતેલો

ભાળી,  પ્રેમેથી ઉંચકી , બે હથેળી વચ્ચે પંપાળી ,વહાલથી ચુંબન ચોડી, કંદોઈને ત્યાં

આવીને ઉભી હતી.

સિક્કાને મનમાં થયું ‘આજે  મારી  ત્રીજી  બાજુ સાર્થક થઈ. જો હું ચત્તો  યા ઉંધો  હોત તો

મારી કિંમત વાંચી  બિમારે પણ મને ઉંચક્યો  હોત !’ અરે, હું  આ નાદાન, ભોળી બાળકીની

આંતરડી  ઠારીશ.’

કંદોઈ  બાલકીના આંખની ચમક સમજ્યો. ભલે તેના વેશ સાધારણ  હતાં  પણ તેની ભોળી

આંખો તેના પેટની વ્યથાની  ચાડી ખાતાં હતા. તેણે બેને  બદલે ત્રણ પેંડા આપ્યા અને વહાલથી

કહે, બેટી ગાંઠિયા ભાવે છે ?

બાલિકાએ નીચું જોયું તેના ઈશારો  કંદોઈનું  દિલ  મચલાવવા શક્તિમાન થયો.  સાથે થોડી

ચટણી પણ  આપી અને બાલિકા પડીકું  હાથમાં લઈ દોડી. કદાચ તેનો  નાનો  ભાઈલો  ઘરે

ભૂખ્યો ન હોય ?

સિક્કાની ત્રીજી બાજુએ તેનું જીવન યથાર્થ કર્યું. નાની બાળકીની અને તેના લાડલા ભાઈની

આંતરડી ઠારી. આ સંદર્ભ માનવને પણ લાગુ પડી શકે !!

Advertisements

ક્રિયાઓ

Information

5 responses

19 07 2012
Navin Banker

હાવ હાસી વાત ‘સે, બુન ! હંધાય ને આ વાત હમજાય તો ધરતીની માંયલી કોર હરગ જ પરગટ થાય, હોં !
નવીન બેન્કર

19 07 2012
nilam doshi

nice to read this..enjoyed..

20 07 2012
manvant patel

wah bahena Wah ! The third side is like a third eye of Shiva !…..m.Thx.

20 07 2012
jayshree vyas

I like this one.

Jayshree Vyas

21 07 2012
Raksha

That is the inner beauty of soul!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: