જાગીને જોંઉં તો —(૨)

24 07 2012

“રોહનને કોઈની નજર ન લાગે”.જો કે વહેમમા તે માનતી નહી. પણ આવો વિચાર આવે ત્યારે હસી લેતી.પ્યારથી રાજેશને કહેતી, હેં, ‘રાજેશ આપણે કેટલા પુણ્ય કર્યા હશે. ઈશ્વરે આવો સુંદર દીકરો દીધો .

રાજેશ વળતો જવબ આપતો,’ રીના આપણે જીવનમાં સહુનું ભલું ઈચ્છ્યું છે. મન સાફ છે. તારા અને મારા માતા પિતાને કદી દુભવ્યા નથી. તેથી તો આવો સુંદર  દીકરો પામ્યા.’

રીના, ‘રાજેશ તારી વાત સાવ સાચી છે. જો ને આપણી રીયાએ પણ પોતાનું ભણવાનું પુરું કર્યું. ભણતા ભણતા’ રોય’ મળી ગયો અને બંને જીવનમાં સ્થાયી થયા. રોય , માતા પિતાનો  પાટવી કુંવર છે. બંને સાથે કામ કરે છે. રોયના પિતા ગાડીની અડફટમાં આવી નાની ઉમરમાં વિદાય થયા. રોય, માતાનું કેટલું ધ્યાન રાખે છે. રીયાએ પણ આપણા ઘરનું નામ અને સંસ્કાર  દીપાવ્યા છે. રોયની માતા તો તેના ‘બે મોઢે વખાણ કરતાં થાકતા નથી.’  પતિ પત્ની બાળકોની વાત કરતાં ત્યારે હંમેશા ઈશ્વરનો આભાર માનવાનું કદી ન ભૂલતાં. કહેવાય છે કે ” સુખમાં સાંભરે ગામ અને દુઃખમાં સાંભરે રામ” . રીના અને રાજેશ અપવાદ રૂપ હતાં.

રીના અને રાજેશ રોહન અને રીયાના બાળપણના દિવસો સંભારતાં ત્યારે હસીને લોથપોથ થઈ જતાં. રીયા ત્રણ વર્ષ મોટી હતી. આદેશ પ્રમાણે નાનાભાઈને શાળાએથી સાથે લાવવાનો અને લઈ જવાનો. બંને હોંશિયાર હતાં ઘરેથી સાથે નિકળે જ્યાં સુધી મમ્મી અની પપ્પા જુએ ત્યાં સુધી  સાથે ચાલે. જેવા તેઓ નજર સામેથી ઓઝલ થાય કે તરત બંને જુદા રસ્તા પકડતાં. ચોરી છતી ન થાય એટલે ખૂબ સાવધ રહેતા. શાળામાં તે સમયે દરરોજની નોંધપોથીમાં ઘરકામ કર્યા માટે વડીલની સહી જોઈએ એવો નિયમ. તોફાની બારકસ રોહન અઠવાડિયામાં ત્રણ દિવસ ભૂલી જાય. ઘરકામ કરે પણ સહી લેવાનું યાદ રાખવાની તકલિફ લે તો એ રોહન શાનો ! રીયા મસ્કા મરાવે અને પછી સહી કરી આપે. ઘણીવાર તો પોતાનું  ભારે શાળાનું દફતર પણ ઉચકાવે.

એકવાર તો રોહનના વાપરવાના પૈસા લઈ લીધા. આખો દિવસ રોહનને મમ્મીએ આપેલી સેંડવીચ પર  ચલાવવું પડ્યું. પણ રોહન સુધરવાનું નામ લેતો જ નહી.  હસતે મોઢે દીદી જે સજા કરે તે ભોગવી લેતો. પોતે ગુનેહેગાર હોવાથી શું બોલે ? અંતરમા જાણતો હતો કે દીદી ખૂબ પ્રેમ કરે છે. સજા તો તેને સુધારવા જ કરતી હતી ને ?

કેરમ રમે કે પીંગપોંગ  બન્ને રમતમાં રીયા જાણી જોઈને હારી જતી જેથી ભાઈલો ખુશ થાય.  ટી.વી. ના શો જોવામાં રીમોટ હંમેશા દીદીના  હાથમાં રહેતો. મમ્મી અને પપ્પાને રોહન કરતાં રીયા પર વધારે વિશ્વાસ હતો.  મસ્તી કરવામાં  પાવરધો રોહન દીદીના લગ્ન પછી બદલાઈ ગયો હતો. એકતો દીદી વગર ઘરમાં સતાવે કોને?  બહેન વગર તેને સુનું સુનું લાગતું.

કોલેજ કાળ દરમ્યાન જ્યારે રીના અને રોયની મૈત્રી ચાલુ થઈ હતી ત્યારે સહુથી પહેલી ખબર રોહનને પડી. હવે તેને વેર વાળવાનો લહાવો મળ્યો હતો. બાળપણની બધી ખીજ હવે વ્યાજ સાથે વસૂલ કરતો. રીયા જાણતી હતી પણ મમ્મી અને પપ્પાને કહેવાનો સમય હજુ પાક્યો ન હતો એટલે રોહનની દાદાગીરી ચલાવી લેતી.  ધીરે ધીરે મૈત્રી પ્યારમાં પરિણમી અને બંને જણા લગ્નના પવિત્ર બંધનમા બંધાવા તૈયાર થયા ત્યારે ઘરના વડિલોને સમાચાર આપ્યા .

રોહનને થયું આ તો આપણો સુવર્ણ કાળ સમાપ્ત. ઉપરથી નારાજગી દર્શાવી પણ અંતરથી ખુશ થયો. રોયનો સ્વભાવ તેને પણ ઘણો ગમતો. રીયાને આવો સરસ જીવનસાથી મળે તો કયો ભાઈ ખુશ ન થાય?

જ્યારે એંન્જીનયરિંગમાં વાશીની કોલેજમાં જવાનું થયું તેથી તે ખૂબ આનંદ થયો. કોઈને કોઈ બહાનું કાઢી દીદીના ઘરે પહોંચી જતો. જીજુને પણ ગમતું. રીયાના સુંદર  વર્તન અને પ્રેમાળ સ્વભાવને કારણે જીજુના  મમ્મીનો પણ તે લાડકો થઈ ગયો હતો. તેમને કોઈ વાર થતું નાની દીકરી હોત તો રોહન સાથે પરણાવત !

રાજેશ ઘણીવાર રીનાને વહાલમાં કહેતો, જોજે  રોહન ભણીને તૈયાર થઈ જાય પછી હું તને આખી દુનિયા ફેરવીશ. લગ્ન પછી બે વર્ષમાં રીયા અને બીજે વર્ષે રોહન આપણે

જુવાનીની મઝા બાળકોના ઉછેરમાં માણી. ધંધામાં નીતિ સારી હોવાને કારણે કિસ્મતે યારી આપી. બસ, રાહ જોંઉં છું ક્યારે રોહન ‘એંજીનિયર થઈ અમેરિકા જઈ આગળ ભણીને આવે એટલે આપણે બંને શાંતિથી દેશ વિદેશ ઘુમીશું’ આ વાત સાંભળીને રીનાને શેર લોહી ચડતું.

રાજેશ અને રીના બસ શાંતિથી રોહન ભણવાનું પુરું કરે તેની રાહ જોતા હતા. રોહનને માસ્ટર્સ કરવા અમેરિકા જવું હતું. રાજેશ તેની કોઈ પણ વાત ટાળતો નહી.રીના પણ રાજેશને ધંધામાં સંપૂર્ણ સહકાર આપતી. રીના બી.કોમ. ભણેલી હતી. બાળકોના ઉછેરમાં વ્યસ્ત હતી ત્યારે બહું ધ્યાન આપવાનું શક્ય ન હતું પણ હવે પરિસ્થિતિ અલગ હતી.—–


Actions

Information

One response

25 07 2012
chandravadan

રાજેશ અને રીના બસ શાંતિથી રોહન ભણવાનું પુરું કરે તેની રાહ જોતા હતા. રોહનને માસ્ટર્સ કરવા અમેરિકા જવું હતું. રાજેશ તેની કોઈ પણ વાત ટાળતો નહી.રીના પણ રાજેશને ધંધામાં સંપૂર્ણ સહકાર આપતી. રીના બી.કોમ. ભણેલી હતી. બાળકોના ઉછેરમાં વ્યસ્ત હતી ત્યારે બહું ધ્યાન આપવાનું શક્ય ન હતું પણ હવે પરિસ્થિતિ અલગ હતી.—–…………………..
Ane Pachhi….Will wait for the next Post !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Avjo !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s




%d bloggers like this: