ભેજું કસો ઉખાણાં———— ૧૧ ( જવાબ )

૧.

જન્મમાં જે બીજ રૂપે  ઉપસ્થિત છે

જે લાંબી સતત  પ્રક્રિયા  છે

બોલો બોલો બોલો કોણ?

૧.જવાબ

મૃત્યુ

૨.

જે વ્યક્તિ નહી અનુભૂતિ છે

અહંના વિસર્જને પમતી ચરમ સીમા છે

બોલો  બોલો  બોલો  કોણ?

૨.જવાબ

ઈશ્વર

૩.

જે મારો  આવાસ  છે

સઘળું મારુંની પ્રતીતિ કરાવે છે

બોલો  બોલો  બોલો  કોણ ?

૩. જવાબ

શરીર

૪.

વિચાર્યા  વગર  જુઓ

દરવાજા ખોલી  જુઓ

બોલો  બોલો  બોલો  કોણ ?

૪. જવાબઃ

સત્ય

One thought on “ભેજું કસો ઉખાણાં———— ૧૧ ( જવાબ )

Leave a comment