પવિત્ર એકાદશી

28 07 2012

no preview

શ્રાવણ સુદ એકાદશી’પવિત્ર એકાદશીના’ નામથી પ્રચલિત છે. આજનો દિવસ ખૂબ પવિત્ર

અને ચિરસ્મરણિય છે. શ્રીવલ્લભાચાર્યને ખૂબ તાપ થયો. તેમના વહાલાં વૈષ્ણવોના ઉદ્ધાર

માટે  ચિંતા થઈ. ત્યારે સાક્ષાત શ્રીનાથજીએ પ્રગટ થઈ “બ્રહ્મસંબંધ” દ્વારા સહુને શરણે સ્વિકાર્યા.

બ્રહ્મ સંબંધના મંત્રનો  ભાવાર્થ.

” ભગવાન શ્રીકૃષ્ણથી વિખૂટા પડ્યે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી  ભગવાનની પ્રાપ્તિને

માટે હ્રદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થવો જોઈએ એવો હું જીવ,

ભગવાન શ્રી કૃષ્ણ  ( શ્રીગોપીજન વલ્લભ  ) ને દેહ, ઈન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર,

પુત્ર, કુટુંબ, ધન, આ લોક અને પરલોક, આત્મા સહિત સમર્પણ કરું છું.  હું દાસ છું. હે, કૃષ્ણ હું તમારો છું.  ”

જ્યારે શ્રી વલ્લભાચાર્ય ખૂબ ચિંતામાં હતા ત્યારે ‘ કોટિ કંદર્પ લાવણ્ય યુક્ત’ શ્રીનાથજીએ પ્રગટ થઈ

તેમની ચિંતાનો ભાર હળવો કર્યો. “બ્રહ્મસંબંધ” આપી સર્વે વૈષ્ણવોને શરણે સ્વિકાર્યા. આ પવિત્ર દિવસ

એટલે “શ્રાવણ સુદ એકાદશી.” જે ‘પવિત્ર એકાદશી’ના નામથી પ્રચલિત છે.

આ દિવસે શ્રીનાથજીને સૂતરનું ‘પવિત્રું જે ૩૬૦ તારનું બનેલું હોય છે તે અંગિકાર કરાવવામાં આવે છે.

” શ્રીનાથજી કોઈ પણ જાતના બાધ વગર તેને સ્વિકારી સહુ વૈષ્નવોને પોતાને શરણે લે છે.  પવિત્ર

ધરાવવાનું શુભ ચોઘડિયુ અને મૂહર્ત ગ્રહ અને નક્ષત્રના આધારે નક્કી કરાય છે. ૩૬૦ તાર,  ‘૩૬૦’

દિવસોનું પ્રતિક છે. ૨૪ ગાંઠો, વર્ષની ૨૪ એકાદશીનું સુચન કરે છે.

વૈષ્ણવો બ્રહ્મસંબંધ દ્વારા શ્રીનાથજીની સેવાનો અધિકાર પ્રાપ્ત કરે છે. એ દિવસનું શ્રીનાથજીના

સ્વરૂપનું સુંદર આલેખન કરતાં શ્રીમહાપ્રભુજીએ મધુરાષ્ટકની રચના કરી.

અધરં મધુરં વદનં મધુરં નયનં મધુરં હસિતં મધુરં

હ્રદયં મધુરં ગમનં મધુરં મધુરાધિપતે રખિલં મધુરં’

પવિત્ર એકાદશીને દિવસે બ્રહ્મસંબંધની દિક્ષા આપતાં ‘સિદ્ધાંત રહસ્ય’ દ્વારા સમજાવ્યું

શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યાં મહાનિધિ

સાક્ષાત ભગવતા પ્રોક્તાં તદક્ષરશઃ ઉ્ચ્યતે

બ્ર્હ્મઃસંબંધકરણાત સર્વેષા દેહજીવયોઃ

સર્વદોષઃનિવૃત્તિઃહિ દોષાઃ પંચવિધા સ્મૃતાઃ

પુષ્ટિમાર્ગની શુભ શરૂઆતના આ મંગલ દિવસને આનંદથી માણીએ.

જય શ્રી કૃષ્ણ.

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

28 07 2012
pragnaju

જય શ્રી કૃષ્ણ.
આજે વૈષ્ણવોમાં અજ્ઞાન, અન્યથા જ્ઞાન અને સંશય જોવા મળે છે. કારણ કે, તેઓને સાચો સત્સંગ અને માર્ગિય ગ્રંથોનું શ્રવણ-મનન નથી.

મૂલ ગ્રંથો જ શ્રવણ કરવા અતિ આવષશ્યક છે. મોટા ભાગના વૈષ્ણવો શ્રીજીના સ્વરૂપને અન્યથા સમજે છે.

તેઓ દેવદમન, ઇંદ્રદમન અને નાગદમન ત્રણેને જુદા સ્વરૂપો માને છે. આ એક જ નિકુંજનાયક શ્રીજીના જ ત્રણ નામ છે. જેમ કોઈ એક વ્યક્તિ ત્રણ નામે ઓળખાય તેમ. શ્રીજી જ શ્રીગિરિરાજજીમાંથી પ્રગટ થયા છે. ઇંદ્રદમન નાગદમન ગિરિરાજજીમાંથી નથી પ્રગટ થયા એવો કોઈ ઉલ્લેખ પુષ્ટિ સંપ્રદાયના ગ્રંથોમાં નથી જ. માર્ગના સિદ્ધાંતોના જ્ઞાનનો મોટો અભાવ છે. ત્રણ જુદા સ્વરૂપો છે એવો બ્રહ્મ ઊભો કરવામાં આવ્યો છે. વસ્તુતઃ એક જ શ્રીજી નાથદ્વારામાં બિરાજે છે. તે જ સ્વરૂપે સારસ્વત કલ્પમાં જે લીલા કરી તે પરથી ત્રણ નામ પડ્યા.

દેવોનું દમન-દેવદમન, ઇંદ્રનું દમન કર્યું તેથી ઇંદ્રદમન અને કાલીનાગનું દમન કર્યું તેથી નાગદમન નામ પડ્યું

28 07 2012
pravina Kadakia

આપની વાત સાથે સહમત છું. કિંતુ આ બધી વસ્તુઓ કોઈને પણ સમજાવવી ખૂબ
અઘરી છે. વૈષ્ણવો રૂઢી, શણગાર અને ઠાકોરજીના વસ્ત્રોમાં એવા ગુંથાયેલાં છે કે ‘ન બોલવામાં નવ ગુણ’ જણાય છે. મૂળ ગ્રંથોનું વિવરણ દરેક પોતાની સમજણ પ્રમાણે કરે છે. તેનું રહસ્ય અતિ ગુઢ છે.
જય શ્રી કૃષ્ણ

28 07 2012
Rakesh Dharia

Great. about “pavitr Ekadashi’

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: