પાછા ફરાય

29 07 2012

પ્રીતિ પાછી ફરી

પ્રત્યુશા દિવસે દિવસે મોટી થઈ રહી હતી. પ્રીતિની મીઠી નજર તેને જોતાં ધરાતી નહી.  લગ્ન પછી આ દિવસો જોવાના આવશે તેની તો તેણે કદી કલ્પના પણ કરી ન હતી.ખેર,
જ્યારે સુંદર પ્રિત્યુશાને જોતી ત્યારે જીવનની બધી મુસિબતો ગૌણ બની જતી. આંખ આડા કાન કરી શકાય. રોજની ઘટમાળ ડરાવવાનો પ્રયત્ન કરતી ત્યારે બાળકીમાં જીવ
પરોવી તેને વિસારે પાડવાની આદત કેળવી લીધી.
પ્રીતિએ વિચાર્યું ચાલને જીવ હવે કેસ માંડ્યો છે અને અમેરિકાના કાયદા પ્રમાણે ભરણ પોષણ પણ મળશે તો તેની છાતી પર રહીને મગ શું કામ ન દળું? ગ્રીનકાર્ડ મળ્યે પછી
ભણેલી ગણેલી પ્રીતિ દીકરી સાથે રહી નોકરીએ લાગી જશે. ભણતરની મૂડી તેની પાસે અકબંધ હતી. કમપ્યુટરમાં માસ્ટર્સ કર્યું હતું તેનું જીવન સગવડ ભર્યું બનાવવા માટે પુરતું
હતું.
ભારતમાં કેસ ચાલે ત્યાં સુધી કોર્ટે શીંગ ચણા જેવી આવકની સગવડ કરીઆપી હતી. ગ્રીનકાર્ડ  ગમે ત્યારે આવે તેવી શક્યતા હતી. કોર્ટે પણ કેસ ચાલે ત્યાં સુધી દરરોજ પ્રિત્યેશ
બે કલાક માટે પોતાની દીકરીને રમાડી શકે એવી પરવાનગી આપી હતી.પ્રીતિ ભલે પ્રિત્યેશથી નારાજ હોય ‘ તેની પણ દીકરી છે એ સત્ય સમજતી હતી.’ બે કલાક માટે દીકરી
જતી ત્યારે તેનો જીવ તાળવે ચોંટતો.  ભલેને પ્રિત્યેશ તેને કાયદા અનુસાર સમય સર પૈસા ન આપતો છતાં પણ તેની ચાલમા તે સપડાઈ ગઈ. પ્રિત્યુશાને પાછી લઈને આવે
ત્યારે તેને જમાડવાને બહાને ચોંટો રોજ જમવા બેસી જતો. એ બહાને તેના બહાર ખાવાના પૈસા બચી જતાં. પાકો વાણિયો હતો.
પ્રીતિ પોતાની લાડલીના પ્યારમાં વર, બેવફા નિકળ્યો તેનું ગમ વિસરી ગઈ. પ્રિત્યુશા એવી સુંદર હતી કે વાત ન પૂછો. રૂપના ટુકડા જેવી પ્રીતિ અને  સોહામણો પ્રીત્યેશ પછી
પ્રિત્યુશામાં શું ખામી હોય? મોરના ઈંડા ચિતરવા ન પડે! તેની કાલી કાલી બોલી અને સુંદરતાની લોહચુંબક અસરથી ‘બાપ’ બાકાત ન રહી શક્યો. હજુ છૂટાછેડાનો તો ખાલી
કોર્ટમાં કેસ દાખલ થયો હતો. વકીલોએ પ્રીતિને સલાહ આપી સંભાળજે આ માણસ ખૂબ ચાલાક છે. હવે તે પૌલોમીને ફાળવેલો સમય પ્રત્યુશાને આપવા લાગ્યો.પૌલોમી નારાજ
થઈ.  .
પ્રિત્યેશે, પૌલોમીની એક પણ વાત ન સાંભળી. દીકરી બાપના દિલની ધડકન હોય છે. તેણે પ્રીતિને પોતાનાજ સબ-ડિવિઝનમાં ઘર ભાડે લેવા મજબૂર કરી.
પ્રીતિને સમયસર પૈસા આપવામાં  બહાના બનાવતો. પણ દીકરી માટે રોજ નવા રમકડાં લાવતો. પ્રીત્યુશા તેને પ્રેમ કરે અને ‘પાપા’ કહે તેના માટે તરસતો.
પ્રિત્યુશા, હજુ અણસમજુ હતી. નવું રમકડું જોઈ લેવા હાથ લંબાવતી. જેવું રમકડું હાથમાં આવે એટલે મમ્મીની ગોદમાં સમાઈ જતી.પ્રીતિ  ‘મા’ થઈ હતી.
મા થયાનો સુખદ અનુભવ આપવા બદલ પ્રીત્યુશ રોજ જમતો તે ચલાવી  લેતી. જ્યારે પૈસા આપવામાં કનડગત કરતો ત્યારે રોજ ‘ખીચડી ‘ જમવામાં
આપતી. પ્રીત્યુશને ખીચડી જરા પણ ભાવતી નહી તેથી તરત પૈસા આપતો. ઘરનું ભાડું ચૂકવતા પેટમાં દુખતું પણ જમવાનું મળતું તેનો જરા પણ ગણ ન
હતો.
કોને ખબર કેસ ક્યારે આગળ વધશે? પૈસા આપવાના ભારે લાગતા હતાં પણ ‘પોતે જાતે જ પોતાના પગ ઉપર કુહાડો માર્યો હતો. પૌલોમીએ પ્રીત્યુશને દુખી
કરવામાં જરા પણ કચાશ છોડતી નહી.  પ્રીતિના  સમસ્ત અસ્તિત્વમાં એવી હલચલ મચી ગઈ હતી.. બસ ‘બાળક’ની આજુબાજુ તેનું વિશ્વ ઘુમતું..પ્રિત્યુશ, પ્રીતિ પર કતરાતો.
નાનું બાળક ખૂબ નિર્દોષ હોય. એ તો પ્યારથી સંતોષ પામે. માનો પ્યાર દુનિયાની કોઈ પણ દૌલતની સરખામણી ન કરી શકે.
પૌલોમીને ભાગે પ્રિત્યુશ હવે માત્ર ‘ઓફિસ ટાઈમનો પ્રિત્યુશ’ થઈ ગયો હતો. ઓફિસથી સીધો પ્રત્યુશાની સાથે રમવા ઘરે પહોંચી જતો. પ્રીતિને ગમે કે ન ગમે
દીકરીને ખાતર કાંઈ બોલતી નહી. મનમાં એવું ઈચ્છતી ‘ક્યારે કોર્ટના કેસનો નિવેડો આવે અને બાળકીની માતા હોવાને કારણે સંપૂર્ણ અધિકાર તેને મળે!’
રોજનું થયું હતું. પ્રીતિ થાકી હતી. તેને હવે રોજ પ્રીત્યુશનું મોં જોવું પણ ગમતું નહી. થોડો વખત જે લાગણી થઈ હતી તેમાં પરિવર્તન આવ્યું.
                શું લગ્ન પછી આવી જીંદગી હોય ? તેની બહેનપણીઓ અમદાવાદમાં રહી સાસરીયા અને પતિની સાથે મોજ માણતી હતી. વળી અમેરિકામાં
હજુ તેની પાસે ડ્રાઇવીંગની પરમીટ પણ ન હતી. નસિબવાળી કે શોશિયલ સિક્યોરિટી કાર્ડ તેના કબજામાં હતું. ઘણી વખત તેને ઘરમાં કંટાળો પણ આવતો. લાચારી અને
મજબૂરી તેનો પીછો છોડતાં નહી. એકલી પડતી ત્યારે વિચારતી ‘કેવા કાળ ચોઘડિયામાં અમેરિકાના છોકરાં સાથે ચાર ફેરા ફરી.’ ફેરા ફર્યા પછી મધુરજનીના દિવસો બાદ કરતાં
કદી શાંતિ પામી નથી. મેં કેટ કેટલાં પ્રયત્નો કર્યા ? ગયા ભવની વેરણ પૌલોમીએ મારા લગ્ન જીવનમાં રોડાં નાખ્યાજ કર્યા. અધુરામાં પુરું આ કાયદા અને કાનૂનની ચુંગલ
ક્યારે  મારો પીછો છોડશે ? ભારત અને તેમાંય અમદાવાદ હોત તો જીવનના કડવા ઘુંટડા ગળવા સહેલા લાગત. આતો પરદેશ અને તેમાં પાછું અમેરિકા ,વતનથી ૧૦ હજાર
માઈલ દૂર.
     આજે બે કલાક ઉપર સમય થઈ ગયો. પ્રીતિ વારે વારે ગેટ ખૂલે અને કોઈની ગાડી આવે તેની રાહ જોતી હતી. લગભગ પોણો કલાક નિકળી ગયો. આખરે
પ્રીત્યુશની દેખાઈ.  રડી રડીને તેની આંખો સુઝી ગઈ હતી. પ્રત્યુશાને લઈ ગળે વળગાડી. પ્રીત્યુશ પર વરસી પડી. ગુસ્સાથી કાંપતી ગમેતેમ બોલવા લાગી.
પ્રીત્યુશે બચાવ કર્યો પણ સાંભળવા તૈયાર ન હતી. આખરે વાસ મારતું   ડાઈપર  જોઈ સમજી ગઈ કે પ્રત્યુશાએ  પરાક્રમ કર્યું  તેથી સાફ કરવામાં સમયનું
પ્રીત્યેશને ભાન રહ્યું નહી.”આજે ખાવા નહી મળે” મારી દીકરી મોડી આવી તેના બદલામાં ‘પનીશમેંટ.’
ભૂખ્યો ડંસ પ્રીત્યુશ ઘર ભેગો થયો. મોટી થઈરહેલી પ્રત્યુશા હવે એકલી ઘરમાં કંટાળતી. તેને  બે બ્લોક દૂર મોન્ટેસોરી સ્કૂલમાં દાખલ કરી. જો કે પ્રીતિને આથી એક ફાયદો થયો
પ્રત્યુશાના ક્લાસમાં ભણતા છોકરા અને છોકરીઓના મમ્મી અને ડેડી સાથે ઓળખાણ થઈ. ગાડી હતી નહી અરે લાઈસન્સ પણ ક્યાં હતું. રોજ ચાલીને મૂકવા જતી અને પાછાં
આવતા તેને સ્ટ્રોલરમાં બેસાડી ઘરે લાવતી.
આમાં એક ફાયદો થયો તેને દિવસના ત્રણ કલાક જરા છૂટા થવા માટે મળ્યા. જેની અસર પ્રીતિ પર વિપરીત થઈ. નવરું મન શેતાનનું ઘર. એકલા તેને ઘર ખાવા ધાતું. હતો તો
નાનો એક બેડ રૂમનો અપાર્ટમેંટ પણ કોઈ વાત કરનાર નહી. કોઈને ત્યાં ખાસ જવા આવવાનું નહી. તેને બે બહેનપણી થઈ હતી પણ તેની સુંદરતા તેનો દુશ્મન  બની ગઈ હતી.
જુવાન સખીઓને તેમના પતિ પર વિશ્વાસ ન રહેતો. જ્યારે બધું જ વાતાવરણ પ્રતિકૂળ બને ત્યારે મન નિરાશાની ગર્તામાં સરી પડે.
તેને અમદાવાદની યાદ આવતી. માતા પિતા વગર એકલવાયું લાગતું. ધીરે ધીરે મોઢા પરથી નૂર ઉડવા માંડ્યુમ. ભૂખ લાગતી નહી. પ્રત્યુશાને ડેકેરમાં મૂકી આવ્યા પછી
સુનમૂન બેસી રહેતી. વિચારમાં સરી જતી ક્યારે આ દિવસો પૂરા થશે?  ક્યારે કોર્ટનો ચુકાદો આવશે ? ક્યારે આ  જાલિમની ચુંગલમાંથી છૂટીશ . જો પ્રત્યુશા ન હોત તો પ્રીતિએ
કોઈ અઘટિત પગલું ભર્યું હોત !
આજે પ્રત્યુશાને ડે કેરમાંથી લઈ આવી. પ્રત્યુશા રડતી હતી. તેને આજે જરા ઠીક ન હતું. પ્રત્યુશ આવે પછી ડોક્ટર પાસે લઈ જવાય. ખૂબ મુંઝાયેલી પ્રીતિ શું કરવું તેના
વિચારમાં ખોવાયેલી હતી ! પ્રત્યુશાને હાથમાં બનના આપવાને બદલે છાલ આપી રહી હતી. પ્રત્યુશા છાલ મોંમા મૂકી, થુંકીને જોરથી રડતી હતી. પ્રત્યુશાની નરમ તબિયતે
પ્રીતિના દિલને ઠેસ પહોંચાડી. બેબાકળી બની ગઈ. ———————-
Advertisements

ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: