રણમાં મીઠી વિરડી

5 08 2012

ત્રણ દીકરાની મા ” મને દીકરાઓ છોડતાં નથી.’ ‘હું ગમે તેટલું તેમને ત્યાં રહું ,બસ હવે તું

જવાની, મા ?’ કહીને ઉભા હોય. ૪૫, ૪૦ ને ૩૨ વર્ષના ત્રણ દીકરા! હજુ તો અમેરિકા અને

લંડન મળીને પાછી આવી ત્યા તો ‘મા,તું પાછી ક્યારે આવીશ?’ સમાજમાં કાયમ દીકરા વહુ

બોલાવતા નથી એવી વાતો સાંભળીને કાન પાકી જાય છે. ત્યાં આવો વાર્તાલાપ હૈયું ઠારે.

કોણ કહે છે, દીકરાને માની લાગણી નથી હોતી? આમાં વધારે યશ દીકરાની વહુને માથે પણ

જાય છે. ‘તમે બસ આરામ કરો. તમારે કામ નહી કરવાનું. તમે ઘણી મહેનત કરી છે ?’ નથી

લાગતું આમાં અતિશયોક્તિ હોય ? ના દરેક શબ્દ સાચો છે. એક પણ દીકરાનું લગ્ન જોવા પતિ

હયાત ન હતો. માતા પાસે એવી કોઈ મૂડી ન હતી જે તેણે બાળકોને આપી હોય. હા, તેઓ ખૂબ

સુંદર વિદ્યા અને સંસ્કાર પામ્યા હતા. ગુણિયલ વહુઓ તેનો ખૂબ આભાર માનતી. તેઓ પણ સુંદર

અને સુખી પરિવારની ભણેલી ગણેલી ૨૧મી સદીની.

મારી સાથે વાત કરતાં કહે , મને પ્લેનમાં બેસી આવવાનો કંટાળો આવે છે ! પતિના રાજમાં ક્યાંય

ફરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું ન હતું. ત્રણ બાળકો અને નોકરી, બાર સાંધતાં તેર ટૂટે ! આજે પાંચે

આંગળીઓ ઘીમાં છે. મારું દિલો દિમાગ ધન્યતા અનુભવતું હતું. ‘સી.પી’એ અને ‘લોયર’ વહુઓ .

ત્રીજી હજુ ભણે છે !

આજના જમાનામાં ‘દીકરીની મા રાણી ,ઘડપણમાં મહા રાણી.’  દીકરા અને દીકરીના ઉછેરમાં

માતા પિતા જરા પણ ભેદભાવ કરતાં નથી. છતાં પણ સમાજમાં થતી અવહેલના આંખે ઉડીને વળગે

છે.  છેલ્લા બે મહિનાથી જ્યોતિને રોજ મલવાનું થાય છે. ૭૦નો આંકડો આંબી ચૂકેલી જ્યોતિનું હસતું

મુખડું મારા દિલને પ્રફુલ્લિત કરવામાં સમર્થ થાય તેમાં શું નવાઈ ?

“મા, મારા મોજા નથી મળતાં. મા, તું આજે પોરણપોળી બનાવજે. મા આજે સાંજના તને

મંદિરે લઈ જઈશ”. પાર્કમાં આવતાની સાથે તેનું બોલવાનું ચાલુ થાય અને મારું સાંભળવાનું.

તેના બાળકો જે પ્રેમ આપતા તેની ખુશી મુખ પરથી ટપકતી જણાતી. બાળકો હતા ઉંચા અને

જ્યોતિ પાંચ ફૂટમાં પણ કમ.

” હા, જગમાં કળિયુગ  પ્રવર્તે છે એ કહેનારા અસત્યનું આચરણ કરે છે એમ નથી લાગતું?’

બસ હવે બે દિવસ પછી તે પાછી ભારત જશે. મારી પ્યાસી નજરો તેને ઢુંઢશે ! ‘હું આવતા

મે માં  પાછી આવીશ. મારો વહુ દીકરો મને ટિકિટ મોકલશે. !’ મને તેનો ઈંતજાર રહેશે !

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

5 08 2012
pragnaju

સરસ ચિંતન
ઘણી વખત તો દ્રુષ્ટિ તેવી સષ્ટિ હોય અને પરિણામ પણ સાપેક્ષ હોય છે.
સંતો પણ કહે છે કર્મ પ્રમાણે ફળ મળતા હોય અને તેને સર્વાંગ સ્વીકારવા રહ્યાં
અને સારા કર્મો કરી ભવિષ્ય સુધારવું
‘હા, જગમાં કળિયુગ પ્રવર્તે છે..’.તેના ચિંતનમા સંતો કળિકાળને ભાગ્ય ગણે છે
અને……………….

6 08 2012
devikadhruva

હૈયુ ઠરે તેવી સરસ વાત. ખુબ ગમી.

30 12 2013
Nitin

Very well written,

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: