જાગીને જોંઉ તો—–(૪) ધારાવાહિક

6 08 2012

તેને કોઈની નજર ન લાગે.જો કે વહેમમા તે માનતી નહી. પણ આવો વિચાર આવે

ત્યારે હસી લેતી.પ્યારથી રાજેશને કહેતી, હેં, ‘રાજેશ આપણે કેટલા પુણ્ય કર્યા હશે.

ઈશ્વરે આવો સુંદર દીકરો દીધો .

રાજેશ વળતો જવબ આપતો,’ રીના આપણે જીવનમાં સહુનું ભલું ઈચ્છ્યું છે. મન સાફ છે

તારા અને મારા માતા પિતાને કદી દુભવ્યા નથી. તેથી તો આવો સુંદર  દીકરો પામ્યા.’

રીના, ‘રાજેશ તારી વાત સાવ સાચી છે. જો ને આપણી રીયાએ પણ પોતાનું

ભણવાનું પુરું કર્યું. ભણતા ભણતા’ રોય’ મળી ગયો અને બંને જીવનમાં સ્થાયી

થયા. રોય , માતા પિતાનો  પાટવી કુંવર છે. બંને સાથે કામ કરે છે. રોયના પિતા

ગાડીની અડફટમાં આવી નાની ઉમરમાં વિદાય થયા. રોય, માતાનું કેટલું ધ્યાન

રાખે છે. રીયાએ પણ આપણા ઘરનું નામ અને સંસ્કાર  દીપાવ્યા છે. રોયની માતા

તો તેના ‘બે મોઢે વખાણ કરતાં થાકતા નથી.’  પતિ પત્ની બાળકોની વાત કરતાં

ત્યારે હંમેશા ઈશ્વરનો આભાર માનવાનું કદી ન ભૂલતાં. કહેવાય છે કે ” સુખમાં સાંભરે

ગામ અને દુઃખમાં સાંભરે રામ” . રીના અને રાજેશ અપવાદ રૂપ હતાં.

રીના અને રાજેશ રોહન અને રીયાના બાળપણના દિવસો સંભારતાં ત્યારે હસીને લોથપોથ

થઈ જતાં. રીયા ત્રણ વર્ષ મોટી હતી. આદેશ પ્રમાણે નાનાભાઈને શાળાએથી સાથે લાવવાનો

અને લઈ જવાનો. બંને હોંશિયાર હતાં ઘરેથી સાથે નિકળે જ્યાં સુધી મમ્મી અની પપ્પા જુએ ત્યાં

સુધી  સાથે ચાલે. જેવા તેઓ નજર સામેથી ઓઝલ થાય કે તરત બંને જુદા રસ્તા પકડતાં. ચોરી

છતી ન થાય એટલે ખૂબ સાવધ રહેતા. શાળામાં તે સમયે દરરોજની નોંધપોથીમાં ઘરકામ કર્યા

માટે વડીલની સહી જોઈએ એવો નિયમ. તોફાની બારકસ રોહન અઠવાડિયામાં ત્રણ દિવસ ભૂલી

જાય. ઘરકામ કરે પણ સહી લેવાનું યાદ રાખવાની તકલિફ લે તો એ રોહન શાનો ! રીયા મસ્કા

મરાવે અને પછી સહી કરી આપે. ઘણીવાર તો પોતાનું  ભારે શાળાનું દફતર પણ ઉચકાવે.

એકવાર તો રોહનના વાપરવાના પૈસા લઈ લીધા. આખો દિવસ રોહનને મમ્મીએ આપેલી સેંડવીચ

પર  ચલાવવું પડ્યું. પણ રોહન સુધરવાનું નામ લેતો જ નહી.  હસતે મોઢે દીદી જે સજા કરે તે

ભોગવી લેતો. પોતે ગુનેહેગાર હોવાથી શું બોલે ? અંતરમા જાણતો હતો કે દીદી ખૂબ પ્રેમ કરે છે.

સજા તો તેને સુધારવા જ કરતી હતી ને ?

કેરમ રમે કે પીંગપોંગ  બન્ને રમતમાં રીયા જાણી જોઈને હારી જતી જેથી ભાઈલો ખુશ થાય.  ટી.વી.

ના શો જોવામાં રીમોટ હંમેશા દીદીના  હાથમાં રહેતો. મમ્મી અને પપ્પાને રોહન કરતાં રીયા પર

વધારે વિશ્વાસ હતો.  મસ્તી કરવામાં  પાવરધો રોહન દીદીના લગ્ન પછી બદલાઈ ગયો હતો.

એકતો દીદી વગર ઘરમાં સતાવે કોને?  બહેન વગર તેને સુનું સુનું લાગતું.

કોલેજ કાળ દરમ્યાન જ્યારે રીના અને રોયની મૈત્રી ચાલુ થઈ હતી ત્યારે સહુથી પહેલી

ખબર રોહનને પડી. હવે તેને વેર વાળવાનો લહાવો મળ્યો હતો. બાળપણની બધી ખીજ

હવે વ્યાજ સાથે વસૂલ કરતો. રીયા જાણતી હતી પણ મમ્મી અને પપ્પાને કહેવાનો સમય

હજુ પાક્યો ન હતો એટલે રોહનની દાદાગીરી ચલાવી લેતી.  ધીરે ધીરે મૈત્રી પ્યારમાં પરિણમી

અને બંને જણા લગ્નના પવિત્ર બંધનમા બંધાવા તૈયાર થયા ત્યારે ઘરના વડિલોને સમાચાર

આપ્યા . રોહનને થયું આ તો આપણો સુવર્ણ કાળ સમાપ્ત. ઉપરથી નારાજગી દર્શાવી પણ

અંતરથી ખુશ થયો. રોયનો સ્વભાવ તેને પણ ઘણો ગમતો. રીયાને આવો સરસ જીવનસાથી

મળે તો કયો ભાઈ ખુશ ન થાય?

જ્યારે એંન્જીનયરિંગમાં વાશીની કોલેજમાં જવાનું થયું તેથી તે ખૂબ આનંદ થયો. કોઈને કોઈ

બહાનું કાઢી દીદીના ઘરે પહોંચી જતો. જીજુને પણ ગમતું. રીયાના સુંદર  વર્તન અને પ્રેમાળ

સ્વભાવને કારણે જીજુના મમ્મી પપ્પાનો પણ તે લાડકો થઈ ગયો હતો. તેમને કોઈ વાર થતું

નાની દીકરી હોત તો રોહન સાથે પરણાવત ! રાજેશ ઘણીવાર રીનાને વહાલમાં કહેતો, જોજે

રોહન ભણીને તૈયાર થઈ જાય પછી હું તને આખી દુનિયા ફેરવીશ. લગ્ન પછી બે વર્ષમાં રીયા

અને બીજે વર્ષે રોહન આપણે જુવાનીની મઝા બાળકોના ઉછેરમાં માણી. ધંધામાં નીતિ સારી

હોવાને કારણે કિસ્મતે યારી આપી. બસ, રાહ જોંઉં છું ક્યારે રોહન ‘એંજીનિયર થઈ અમેરિકા જઈ

આગળ ભણીને આવે એટલે આપણે બંને શાંતિથી દેશ વિદેશ ઘુમીશું’ આ વાત સાંભળીને રીનાને

શેર લોહી ચડતું.

રાજેશ અને રીના બસ શાંતિથી રોહન ભણવાનું પુરું કરે તેની રાહ જોતા હતા. રોહનને માસ્ટર્સ

કરવા અમેરિકા જવું હતું. રાજેશ તેની કોઈ પણ વાત ટાળતો નહી.રીના પણ રાજેશને ધંધામાં

સહાયરૂપ થવા દરરોજ  એક વાગે નિકળતી. રાજેશને ધંધાનાં કામમાં મદદ રૂપ બનતી. પોતે

પણ ‘એકાઉન્ટીંગ’ સાથે બી.કોમ. ભણેલી હતી. બાળકો નાના હતાં ત્યારે પરવરિશમાં ગુંથાઈ હતી

. હવે, તેની પાસે પૂરતો સમય હતો. જેનો સુંદર ઉપયોગ કરી રહી હતી. એ બહાને પતિની સાથે

સમય પણ ગાળતી અને ધંધા  પર તથા   માણસો  પર   નજર રાખતી સાંજના બંને પતિ પત્ની

કામ પરથી ગાડીમાં ઘરે પાછા વળતાં. રોહન પણ એ જ સમયે કોલેજથી આવતો. ત્રણેય સાથે

રાતનું વાળું કરતા. રીના હંમેશા રોહનને પૂછી રાખતી રાતના શું જમવું છે. જો તે બહાર

દોસ્તારો સાથે જવાનો હોય તો રાજેશની મન પસંદ વાનગી બનાવતી.

રાજેશની પસંદ એક રીના જાણે અને બીજા તેના મમ્મી. રાજેશના ધંધાપાણી મુંબઈમાં હતા.

વર્ષમાં એક્વાર તેઓ બેંગ્લોરથી આવતા અને બાળકો સાથે રહી પાછા બેંગ્લોર જતા. બેંગ્લોરના

હવાપાણી તેમને અનૂકુળ હતા. મુંબઈ ગમતું નહી તેથી ત્યાંજ રહેવાનું ઉચિત માન્યું હતું. બેંગ્લોર

એક જમાનામાં ‘ગાર્ડન સીટી’ કહેવાતું .જે હવે ત્યાંના રહેવાસીઓ તેને ‘ગાર્બેજ સીટી’ કહેતાં.

‘કમપ્યુટરની બોલબાલાના’ જમાનામાં બેંગ્લોર એકાએક ગીચ વસ્તીવાળું અને ભયંકર વાહન

વ્યવહારના સંકજામાં સપડાઈ ગયું હતું. ‘મમ્મી, આ જો મને અમેરિકાની કોલેજમાં એડમિશનનો

કાગળ આવ્યો.’ આજે રોહન ખૂબ ખુશ હતો. એંન્જીનયરિંગનું છેલ્લુ વર્ષ હતું. રાજેશ પણ ખુશમાં

હતો. બે વર્ષનો સવાલ હતો. રોહનને માત્ર ભણવા જવું હતું. તેને અમેરિકા કાયમ સ્થાયી

થવાની

જરા પણ ઈચ્છા ન હતી. ઘણા વખતથી બેંગ્લોર ગયા નહતાં. પૂજ્ય દાદા તથા દાદીને ખુશ

ખબર જાતે જઈ આપવાનું નક્કી કર્યું. દિવાળીની રજામાં રોહનને પંદર દિવસની છુટ્ટી હતી.

તેથી તહેવારની મજા માણવા બેંગ્લોર જવાનું નક્કી કર્યું. દાદા અને દાદીના આશિર્વાદ વગર

અમેરિકા કેવી રીતે જવાય?  રાજેશ તેના માતા પિતાનું ફરંજદ હોવાને નાતે જ્યારેપણ બેંગ્લોર

જવાનું નામ પડે કે તે ખુશખુશાલ જણાતો. નસિબ જોગે રાજેશ અને રીનાને બે બાળકો હતાં.

લગ્ન પહેલાં રીના પણ બેંગ્લોર જવાનું આવે  ત્યારે ખુશ થતી. લગ્ન બાદ દર વખતે તે મુમકિન

બનતું નહી. ખેર, તડામાર તૈયારી ચાલુ થઈ ગઈ. બધાએ અમેરિકા જતાં પહેલાં સાથે રહેવાનો

લહાવો લેવાનો હતો.

Advertisements

ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s




%d bloggers like this: