મોહમયી નગરીમાં વસતો રોહન ૧—–૪ (ધારાવાહિક)

6 08 2012

જ્યારે એંન્જીનયરિંગમાં વાશીની કોલેજમાં જવાનું થયું તેથી તે ખૂબ આનંદ થયો. કોઈને કોઈ

બહાનું કાઢી દીદીના ઘરે પહોંચી જતો. જીજુને પણ ગમતું. રીયાના સુંદર  વર્તન અને પ્રેમાળ

સ્વભાવને કારણે જીજુના મમ્મીનો પણ તે લાડકો થઈ ગયો હતો. તેમને કોઈ વાર થતું નાની

દીકરી હોત તો રોહન સાથે પરણાવત ! રાજેશ ઘણીવાર રીનાને વહાલમાં કહેતો, જોજે  રોહન

ભણીને તૈયાર થઈ જાય પછી હું તને આખી દુનિયા ફેરવીશ. લગ્ન પછી બે વર્ષમાં રીયા અને

બીજે વર્ષે રોહન આપણે જુવાનીની મઝા બાળકોના ઉછેરમાં માણી. ધંધામાં નીતિ સારી હોવાને

કારણે કિસ્મતે યારી આપી. બસ, રાહ જોંઉં છું ક્યારે રોહન ‘એંજીનિયર થઈ અમેરિકા જઈ આગળ

ભણીને આવે એટલે આપણે બંને શાંતિથી દેશ વિદેશ ઘુમીશું’ આ વાત સાંભળીને રીનાને શેર લોહી

ચડતું.

રાજેશ અને રીના બસ શાંતિથી રોહન ભણવાનું પુરું કરે તેની રાહ જોતા હતા.રોહનને માસ્ટર્સ

કરવા અમેરિકા જવું હતું. રાજેશ તેની કોઈ પણ વાત ટાળતો નહી.રીના પણ રાજેશને ધંધામાં

સહાયરૂપ થવા દરરોજ  એક વાગે નિકળતી. રાજેશને ધંધાનાં કામમાં મદદ રૂપ બનતી. પોતે

પણ ‘એકાઉન્ટીંગ’ સાથે બી.કોમ. ભણેલી હતી. બાળકો નાના હતાં ત્યારે પરવરિશમાં ગુંથાઈ

હતી. હવે, તેની પાસે પૂરતો સમય હતો. જેનો સુંદર ઉપયોગ કરી રહી હતી. એ બહાને પતિની

સાથે સમય પણ ગાળતી અને ધંધા  પર તથા  માણસો  પર   નજર રાખતી

સાંજના બંને પતિ પત્ની  કામ પરથી ગાડીમાં ઘરે પાછા વળતાં. રોહન પણ એ જ

સમયે કોલેજથી આવતો. ત્રણેય સાથે રાતનું વાળું કરતા. રીના હંમેશા રોહનને

પૂછી રાખતી રાતના શું જમવું છે. જો તે બહાર દોસ્તારો સાથે જવાનો હોય

તો રાજેશની મન પસંદ વાનગી બનાવતી.

રાજેશની પસંદ એક રીના જાણે અને બીજા તેના મમ્મી. રાજેશના ધંધાપાણી

મુંબઈમાં હતા. વર્ષમાં એક્વાર તેઓ બેંગ્લોરથી આવતા અને બાળકો સાથે

રહી પાછા બેંગ્લોર જતા. બેંગ્લોરના હવાપાણી તેમને અનૂકુળ હતા. મુંબઈ

ગમતું નહી તેથી ત્યાંજ રહેવાનું ઉચિત માન્યું હતું. બેંગ્લોર એક જમાનામાં

‘ગાર્ડન સીટી’ કહેવાતું .જે હવે ત્યાંના રહેવાસીઓ તેને ‘ગાર્બેજ સીટી’ કહેતાં.

‘કમપ્યુટરની બોલબાલાના’ જમાનામાં બેંગ્લોર એકાએક ગીચ વસ્તીવાળું

અને ભયંકર વાહન વ્યવહારના સંકજામાં સપડાઈ ગયું હતું.

‘મમ્મી, આ જો મને અમેરિકાની કોલેજમાં એડમિશનનો કાગળ આવ્યો.’ આજે રોહન

ખૂબ ખુશ હતો. એંન્જીનયરિંગનું છેલ્લુ વર્ષ હતું. રાજેશ પણ ખુશમાં હતો. બે વર્ષનો

સવાલ હતો. રોહનને માત્ર ભણવા જવું હતું. તેને અમેરિકા કાયમ સ્થાયી થવાની જરા

પણ ઈચ્છા ન હતી. ઘણા વખતથી બેંગ્લોર ગયા નહતાં. પૂજ્ય દાદા તથા દાદીને

ખુશ ખબર જાતે જઈ આપવાનું નક્કી કર્યું. દિવાળીની રજામાં રોહનને પંદર દિવસની

છુટ્ટી હતી. તેથી તહેવારની મજા માણવા બેંગ્લોર જવાનું નક્કી કર્યું. દાદા અને દાદીના

આશિર્વાદ વગર અમેરિકા કેવી રીતે જવાય?  રાજેશ તેના માતા પિતાનું ફરંજદ હોવાને

નાતે જ્યારેપણ બેંગ્લોર જવાનું નામ પડે કે તે ખુશખુશાલ જણાતો. નસિબ જોગે રાજેશ

અને રીનાને બે બાળકો હતાં. લગ્ન પહેલાં રીના પણ બેંગ્લોર જવાનું આવે  ત્યારે ખુશ થતી.

લગ્ન બાદ દર વખતે તે મુમકિન બનતું નહી. ખેર, તડામાર તૈયારી ચાલુ થઈ ગઈ. બધાએ

અમેરિકા જતાં પહેલાં સાથે રહેવાનો લહાવો લેવાનો હતો.

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

7 08 2012
nitin vyas

Very interesting story

Keep it up

Nitin Vyas

7 08 2012
DR. CHANDRAVADAN MISTRY

જ્યારેપણ બેંગ્લોર જવાનું નામ પડે કે તે ખુશખુશાલ જણાતો. નસિબ જોગે રાજેશ

અને રીનાને બે બાળકો હતાં. લગ્ન પહેલાં રીના પણ બેંગ્લોર જવાનું આવે ત્યારે ખુશ થતી.

લગ્ન બાદ દર વખતે તે મુમકિન બનતું નહી. ખેર, તડામાર તૈયારી ચાલુ થઈ ગઈ. બધાએ

અમેરિકા જતાં પહેલાં સાથે રહેવાનો લહાવો લેવાનો હતો.
…Thus ended…may be the Varta continues as a next Post.
Nice !
Will wait !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Hope to see you on Chandrapukar !

7 08 2012
pravina Avinash

yes, This is a novel. 1st chapter is over. Keep on reading.

“નવલકથાનું નામ છે. “જાગીને જોંઉ તો .”

આભાર

7 08 2012
Neeta Kotecha

jaldi bijo bhaag vachavaa aapo…khub saras

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: