કૃષ્ણ જન્મના વધામણા

9 08 2012

balkrishna

balkrishna

યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત

અભ્યુથાનં ધર્મસ્ય તદાત્મનાં સૃજામ્યહ

“ભક્તો, દર વર્ષે જન્માષ્ટમીને દિવસે હું અવતાર લંઉ છું .” મારી નટખટતા માટે હું

પ્રસિદ્ધ છું. કંસ માર્યો , મથુરાના રહેવાસીઓને ઉગાર્યા. ટચલી આંગળીએ ગિરિરાજ

ધારણ કરી ગોકુળિયાઓને  બચાવ્યા. ભારતવાસીઓ જન્માષ્ટમીનો  દિવસ જ સારો

જાય છે. હું કંટાળ્યો, શું તમને ખરેખર મારી જરૂર છે?

કૃષ્ણ ભગવાન મારા આરાધ્ય દેવતા. જન્માષ્ટમીના વિચારો સાથે સાથે ભારતમા ભ્રષ્ટાચારના

વિચારોમાં ડૂબે લી ક્યારે ઉંઘ આવી ગઈ ખબર પણ ન પડી. મહાભારતના યુદ્ધમાં સંજયને

દિવ્ય દૃષ્ટિ આપી હતી. અર્જુનને ‘વિરાટ સ્વરૂપનું’ દરશન આપ્યું. હું આર્ત ભાવથી પ્રભુને

પ્રાર્થના કરતી. કોને ખબર કેમ તેને મારી ઉપર પ્રેમ ઉભરાઈ ગયો !

મનમોહન સિંઘનું ત્રીજું નેત્ર ખુલ્યું. આમ પણ શિવજી કૃષ્ણ ભગવાનના ભક્ત હતાં તેથી

સ્વિસબેંકના સહુના ખાતાનાં નંબર મળ્યા. ધડાધડ બને તેટલાની ધરપકડ કરી  અને

એક પછી એક બધા મિનિસ્ટરોનો ખડકેલો જેલમાં જમા થયો. તેમના બધા પૈસા દેશ ભેગા

કર્યા. અમેરિકાનું દેવુ ચૂકવ્યું. ગાલ ઉપર ચુંટી ખણી. ઓય મા.

અરે, શું કામ ચિંતા કરવી શમણું હોય તો પણ તે સુહાનું હતું. પ્રતિભા પાટિલ રિટાયર્ડ થયા

પણ બધા નાણાં ઓકવા પડ્યા. જય લલિતાના ઝર ઝવેરાત અને મિલકતની હરાજી થઈ.

એ તો રોતી જાય અને જેલમાં ફર્શ ઉપર પોતા મારતી જાય. બહુ ચરબી ચડી હતી તેને !

સોનિયા ગાંધીને તો છઠ્ઠીનું ધાવણ યાદ આવી ગયું . આખરે નહેરૂ કુટુંબનું વર્ચસ્વ માભોમ

પરથી અસ્ત પામ્યું.

કયો મિનિસ્ટર બાકાત હતો તે મારા દિમાગમાં આવતું ન હતું. બધા જ જેલની હવા ખાતા

હતા. એલ્યુમિનિયમની થાળી  અને વાટકો લઈ કતારમાં ઉભા હતાં! જેમને ૫૬ પકવાન ખાવાની

આદત હતી તેમને જેલનું ભાણું મીઠું જ લાગે ને ?

બિચારા મનમોહન સિંઘ ,સોનિયાના હજુરિયા તરીકે ત્રહીમામ પોકારી ગયા હતા. આખરે

તેમના મનની મુરાદ બર આવી. તેઓ ખૂબ બુદ્ધિમાન તથા પ્રતિભાશાળી વ્યક્તિ છે. પણ

સોનિયા પાસે કોઈની તુતુડી વાગતી નહતી. આખરે હિંદુસ્તાન ઉપર સોનાનો સૂરજ  ઉગ્યો.

કૃષ્ણ ભગવાનને પોતાના ભક્તો અને ભારતની કરોડોની જનતા પ્રત્યે લાગણી ઉભરાઈ આવી.

બજારમાં બધી વસ્તુની છત થઈ. પેટ્રોલના ભાવ અડધા થયા. શાળામાં શિક્ષક અને શિક્ષિકાઓ

બાળકોને દિલ દઈ ભણાવવા લાગ્યાં.

ચારે બાજુ જાણે રામ રાજ્ય હોય તેવું લાગતું હતું. ત્યાં તો ‘જાગો મોહન પ્યારે , જાગો ‘ની સુંદર

લતા મંગેશકરના અવાજની ધુન સંભળાઈ. આજે પારણાં હતાં. ઉપવાસ છોડવાનો હતો. દહીવડા

ખાવાના હતાં. ધુનમાં ને ધુનમાં

‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલાકી .

હાથી દિયો ઘોડા દીયો ઔર દીયો પાલખી’.

ગાતાં ગાતાં પથારી છોડી. મુખ પર વિસ્તરેલું હાસ્ય જોઇ અવિનાશને થયું કંઈક નવિન

સાંભળવા મળશે ! મેં જ્યારે   વિગતવાર સ્વપનાની વાત કરી તો કહે “પાગલ આ તો સ્વપનું

હતું. જે કદી સાકાર થવાનું જોવા આપણે જીવતા નહી હોઈએ. કદાચ આપણા બાલકોના

નસિબમાં હોય તો સારું.”

ચાલ ઉઠ અને ચા બનાવ, તારું પેટ તો મીઠા શમણાને કારણે ભરેલું  છે. ભલે એ સ્વપનું હતું

પણ મારી પારણાની સવાર સુધારી ગયું.

બોલો ‘શ્રી કૃષ્ણ કનૈયા લાલકી જય.’

WAKE UP. RUN NEEDS HELP BADLY.

Advertisements

ક્રિયાઓ

Information

7 responses

9 08 2012
devikadhruva

સરસ સ્વપ્ન…પણ સ્વપ્ન જ ને ?…સાકાર થવાના?!!!

9 08 2012
pragnaju

શ્રી કૃષ્ણ કનૈયા લાલકી જય.

9 08 2012
Vinod R. Patel

તમારું જ્ન્માસ્તમી પર્વ નિમિત્તે આવેલું સ્વપ્ન અમે પણ જોયું અને માણ્યું .

તમોને જ્ન્માસ્ત્મીની શુભેચ્છાઓ, પ્રવિણાબેન.

9 08 2012
nitin vyas

Very nice…

Nitin

9 08 2012
પરાર્થે સમર્પણ

નટખટ નંદલાલના પ્રાગટ્યનાં વધામણાં

9 08 2012
nilam doshi

like yr dream..kash ! sachu pade..

20 08 2012
rashmikamody

very very sweet dream but is dream only. witch never come to true and it then krishna kaniya lal ki jay

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: