૧૫મી ઓગસ્ટ—–૬૬મો સ્વાતંત્ર્ય દિવસ

13 08 2012
 

પંદરમી  ઓગસ્ટનું મીઠું સંભારણું

આઝાદીની સુગંધ  ક્યાંથી માણું

હે, મા ભારતી  તુજને પિછાણું

 

હિંદુ મુસ્લિમના  રોજના રમખાણમાં

હૈયે  ઘાવને  નિતરતા  જાણું

હે,  મા ભારતી  દર્દને  પિછાણું

 

દિશાઓ ધુંધળી ગુમનામ ભાળું

સૂર્ય કિરણો સંગે  ગેલ કેમ માણું

હે, મા ભારતી  દર્દને પિછાણું

 

સતાના લાલચુ  ખુરશીના પ્રેમીઓ

તારી ક્ષમાના પાત્ર ના જાણું

હે, મા ભારતી  નિસાસા સુણું

 

ભ્રષ્ટાચારીને લોભિયા ધુતારા

જેલને  પનારે પડે હરખું

હે, મા ભારતી મુક્ત ભાળું

 

તરવરતા જુવાનના મુખ નિહાળુ

અરમાનોની રાખ ઉડતી જાણું

હે, મા ભારતી તુજને પિછાણુ

 

એક એક પાઈ પરદેશથી મંગાવી

તારી  ક્ષેમ  કુશળતા ચાહું

હે, મા ભારતી સ્મિત રેલાવું

 

કરોડોની  જનતાના ઘાવ દુઝણાં

મલમ પટ્ટા ક્યાંથી  મંગાવું

હે, મા ભારતી  કોયડો  સુલઝાવું

Advertisements

ક્રિયાઓ

Information

14 responses

13 08 2012
pragnaju

જયહિંદ

13 08 2012
Vinod R. Patel

એક એક પાઈ પરદેશથી મંગાવી

તારી ક્ષેમ કુશળતા ચાહું

હે, મા ભારતી સ્મિત રેલાવું

સુંદર દેશ ભક્તિની ભાવનાને ઉજાગર કરતું કાવ્ય.

જય ભારત. દેશ માટે શહીદ થનાર દેશ ભક્તોને વંદન.

13 08 2012
Ramesh Patel

તારી ક્ષેમ કુશળતા ચાહું…દર્દને પિછાણું
You have expressed the burning problems with a pain.
Nice one.

Ramesh Patel(Aakashdeep)

13 08 2012
Nitin Vyas

Monday, August 13, 2012 8:02 AM

પંદરમી ઓગસ્ટનું મીઠું સંભારણું

આઝાદીની સુગંધ ક્યાંથી માણું

હે, મા ભારતી તુજને પિછાણું

હિંદુ મુસ્લિમના રોજના રમખાણમાં

હૈયે ઘાવને નિતરતા જાણું

હે, મા ભારતી દર્દને પિછાણું

કરોડોની જનતાના ઘાવ દુઝણાં

મલમ પટ્ટા ક્યાંથી મંગાવું

હે, મા ભારતી કોયડો સુલઝાવું

These are very nice lines from an excellent befitting poem.

Thanks for sharing

Nitin Vyas

13 08 2012
Navin Banker

રમખાણો…સત્તાલાલચુ… ખુરસીદાસો…ભ્રષ્ટાચારીઓ…બધાંયને આવરી લીધા આપે. ખરેખર,ટ્રેડીશનલ રીતે, યંત્રવત ઉજવાતી પંદરમી ઓગસ્ટ અને એ જ ઘીસાપીટા દેશપ્રેમના ગાણાં, આજના વાતાવરણમાં હવે હરખ નથી આપતા. એક સંવેદનશીલ કવયિત્રી કેવી સરસ રીતે આ દર્દને વ્યક્ત કરી શકે છે એ આપનું આ પ્રસંગોચિત કાવ્ય વાંચતા સમજાય છે. અભિનંદન, પ્રવિણાબેન !

નવીન બેન્કર ૧૩ ઑગસ્ત, ૨૦૧૨

13 08 2012
B. Mistry

NICE ONE. SHORT SENTANCES & SWEET

B. J. Mistry

13 08 2012
dhavalrajgeera

મા ભારત…જયહિંદ .

14 08 2012
Smita Shah

Good…..Smita

14 08 2012
manvant

MA BHARTINI JAY HO !

15 08 2012
Raksha

Very nice………..expressing reality with artistic way!

16 08 2012
ramola Dalal

Wishing you Happy Independence Day. I read your poem it is very nice, I also read jera muskurao

16 08 2012
Neeta Kotecha

bahu j saras..badhu j aavi gayu ek kavita ma.. dur besine pan tamne j bharat mata mate nu dard thay che eno ahesas ahiya amne thay che

16 08 2012
rohini Patel

Wah, Pravinaben ” khoob saras”

Rohini Patel

17 08 2012
વિશ્વદીપ બારડ

very nice..very touchy poem.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: