જાગીને જોઉ તો—–૫ ધારાવાહિક દાદા,દાદી સંગે દિવાળીની ઉજવણી

17 08 2012

    દાદા દાદી સંગે દિવાળીની  ઉજવણી——૨

અમેરિકા જતાં પહેલાં સાથે રહેવાનો લહાવો લેવો  હતો.——

રોહન દાદા અને દાદીનો ખૂબ વહાલો હતો. બહેન પરણી ગઈ પછી ઘરમાં તે એકલો પણ

હતો. દાદી નાનપણમાં રોહનને સુંદર, શૌર્યતા અને સારા સંસ્કાર મળે તેવી વાતો કરતી.

દાનવીર કર્ણ, સ્વામી વિવેકાનંદ, રામ, કૃષ્ણ અને ગાંધીજી મુખ્ય રહેતાં . શ્રવણની વાત

સાંભળતા રોહન થાકતો નહી. શિવાજીની શૂરતાની વાતો સાંભળી રોહન ઉશ્કેરાતો અને

રાણા પ્રતાપની આન, બાન અને શાન તેને ખૂબ ગમતી. ચાણક્યની ‘ચાણક’ બુધ્ધિનો તે

દિવાનો હતો. દાદા હંમેશા જીવન વિશે જણાવતાં. પ્રેમનું સિંચન કરતાં અને કુટુંબની

ભાવનાના પાઠ ભણાવતા. દાદા ગણિતમાં સુવર્ણ ચંદ્રક વિજેતા હતા તેથી રોહનને ગણિત

અને વિજ્ઞાનના વિષયો પર ખુબ ભાર  આપવાનું કહેતાં.

દાદા અને દાદીની જેમ નાના અને નાનીએ પણ તેના જીવનમાં મહત્વનો ભાગ ભજવ્યો.

નાના વકિલ હોવાને નાતે જીવનમાં અને કોર્ટમાં બનતી ઘટનાઓના વર્ણન કરી તેને પેટ

પકડી હસાવતા. તેઓ મુંબઈમા હતા તેથી અવારનવાર મળવાનું થતું.

બધી તૈયારી થઈ ગઈ હતી. બેંગ્લોરમાં દિવાળીની મજા માણવા  સહુ નિકળ્યા. રોહન

બેંગ્લોરથી જાણીતો હતો. અવાર નવાર ત્યાં આવવાનું થતું. આ વખાતે દિવાળીની સાથે

સાથે દાદા દાદીને ખુશ ખબર પણ આપવાના હતાં. આનંદ બેવડાયો હતો.  સમગ્ર

કુટુંબ સાથે દિવાળીનો લહાવો માણવા સહુ ઉત્સુક હતા. ટ્રેઇન બેંગ્લોર જવા રવાના થઈ.

બેંગ્લોરમાં દાદા અને દાદીનો હરખ સમાતો ન હતો. સહકુટુંબ દિવાળી મનાવવાની હોય

આનંદની અનુભૂતિ થાય એ સ્વાભાવિક છે. ઘરમાં રાજેશ પછી રોહનનું આગમન ૩૫

વર્ષે થયું હતું. રીયા દીકરી તરિકે ખૂબ લાલન પાલન પામી હવે તે સાસરિયું શોભાવે છે.

રોહન સહુનો ખૂબ લાડલો. એંન્જીનિરીંગની પદવી લઈ અમેરિકા વધુ અભ્યાસ માટે જવાનો

હતો. દાદીએ આખું ઘર સાફ  કરાવ્યું. રીનાને સાથિયા કરવા ગમે તેથી રંગોળીનો ડબ્બો

તૈયાર કરાવ્યો. રોહનને ભાવતા નાસ્તા બનાવડાવ્યા. દાદા, રજેશના પિતા હરખાતા પણ

તેમનું ગાંભિર્ય  જુદી રીતે પ્રદર્શિત થયું. રોહન અમેરિકા જવાનો હતો તેથી સુવાક્યો નજર

સમક્ષ રહે તે સુંદર મોતીના દાણા જેવા અક્ષરે લખી તેને ફ્રેમમા મઢાવ્યા.  રાજેશને માટે

અવનવું તૈયાર કર્યું.

પોતાની માલ મિલકત, ક્યાં પૈસા રોક્યા છે ,વિમાના કાગળો બધું એક મોટા પરબિડિયામાં

ભરી તૈયાર કર્યું હતું. ખબર્હતી આથી રાજેશ નારાજ થશે પણ એક દિવસ આ દિવસનો સામનો

કરવો પડશે તે સત્યથી પરિચિત થવામાં જ ડહાપણ સમાયેલું છે. તેની અવગણના ન કરી શકાય.

ચેતતા નર સદા સુખી. વ્યવસ્થિત માણસોના કામમાં કહેવા પણું ન હોય.   આમ દિવાળીની મોજ

માણવાની તૈયારી દરેક જણે પોતાની રીતે કરી હતી. આજે ટ્રેઈન બેંગ્લોર પહોંચી.

તહેવાર હોય પછી પુછવું જ શું ? હજુ  અઠવાડિયાની વાર હતી. મનમાં ઘણા તરંગ અને

તુક્કા ઉદભવતા હતાં.  જો કે દિવાળી જરા જુદી રીતે ઉજવવાનો વિચાર રોહનને

આવ્યો હતો તે સહુએ પ્રેમે વધાવી લીધો. પાંચ દિવસ જુદી જુદી મિઠાઈ બનાવી. ઘરમાં

સહુએ પ્રસાદની જેમ આરોગી. બધી મિઠાઈ આસપાસના બાળકો કે જેમના નસિબમાં તે

લભ્ય ન હતી તેઓને પ્રેમથી ખવડાવી. ફટાકડા અપાવી તેમને ફોડતા જોવાનો લહાવો

લીધો. દરેક બાળકોને શાળામાં વપરાય તેવી યોગ્ય વસ્તુઓ અપાવી. રમકડાંની ખુલ્લે

હાથે લહાણી કરી. લગભગ ૫૦ બાળકોના મુખપર અને અંતરમા દિવાળીના દિવડાનો

પ્રકાશ રેલાવવામાં સફળતા મળી. બેસતા વર્ષના શુભ દિવસે પૂ. દાદા, દાદી, મમ્મી અને

પપ્પાના આશિર્વાદ રોહનને સાંપડ્યા. દાદીની બનાવેલી બાસુંદીની મોજ સહુએ સાથે

બેસીને માણી. હવે બે વર્ષ  આવો લહાવો સાંપડવાનો  ન હતો.

બેંગ્લોરમાં ભિન્ન રીતે દિવાળી ઉજવવાનો યશ રોહનને શીરે હતો. તેની કોલેજની મિત્ર

રોનકના પિતાશ્રી દિવાળીના દિવસોમાં કંપનીનામાં કામ કરતા કારિગરો, મેનેજરો

બધાનાં બાળકોને છૂટે હાથે ગમતી વસ્તુઓની લહાણી કરતાં. રોનક તેમની સાથે જ

હોય. ગયા વર્ષની દિવાળીની વાતો કરીને તેણે રોહનને આંખે દેખ્યો અહેવાલ પૂરો

પાડ્યો હતો. રોનક માતા પિતાની લાડલી સુપુત્રી. પિતા તેનો પડ્યો બોલ ઝીલતા.

બે ભાઈઓ મોટા હતાં તેથી રોનક સહુની આંખનો તારો હતી. પિતા લાડમાં કહેતાં

“મારી રોનક તો લાખોંમા એક છે.” માતાએ સંસ્કાર પણ સારા સિંચ્યા હતાં. રોનક,

રોહનની આંખમાં  વસી હતી. હજુ ભણવાનું બાકી હતું, રોહનને અમેરિકા જવું હતું.

મિત્રતા પ્રેમનું પહેલું પગથિયું ચડીચૂક્યું હતું. ઉંમરમાં બંને નાના પણ હતા. તેથી

ભણવા સાથે સંગનો રંગ માણતા.

રોહનના મગજમાં રોપેયેલાં બીજનું આ પરિણામ  હતું. બેંગ્લોરમાં રોહન હરપળ

મનોમન રોનકનો આભાર માનતો રહ્યો. તેના માતા પિતાને આ વાતનું આશ્ચર્ય હતું.

રોહનના પ્રસ્તાવને દાદાએ પણ ઉમળકા પૂર્વક આવકાર્યો હતો. દર વર્ષ કરતાં બમણાં.

ફટાકડા લાવી બધા બાળકોને ખૂબ ખુશ કર્યા. કોઈએ રોહનને એક પણ પ્રશ્ન ન કર્યો.

પણ જો રોહન વાત કરે તોજ જાણવાનો નિર્ધાર કર્યો. દિવાળી આનંદ મંગલથી પૂરી

થઈ. આ છેલ્લી રાત હતી. બીજે દિવસે વહેલી સવારના ટ્રેઈનમાં મુંબઈ જવા  રવાના

થવાનું હતું. રાતના બધા જમ્યા પછી બેઠાં હતાં.

રોહન’,મમ્મી પપ્પા આ વખતની દિવાળીની મઝા મને આખી જીંદગી યાદ રહી જશે.’

મમ્મી, ‘હા ,બેટા આવો આનંદ તો દિવાળીમાં ક્યારેય માણ્યો નથી.’

પપ્પા,’ તું એકવાર  અમેરિકા જઈ આવ , પછી આપણે દર વર્ષે આવી રીતે, અરે

આનાથી પણ સુંદર દિવાળી ઉજવીશું. નિર્દોષ બાળકોના મુખ પર રેલાતા આનંદની

ઉજાણી માણીશું.’

વાત નિકળી હતી તેથી મમ્મીથી ન રહેવાયું. તેને રોહનના મુખેથી સાંભળવું હતું આવો

સુંદર વિચાર  તેને કેવી રીતે  આવ્યો હતો. પ્રેરણાનો સ્તોત્ર કઈ દિશાએથી આવ્યો હતો?

મમ્મી,’ હેં રોહન બેટા આ વખતની તારી દિવાળી ઉજવવાની રીત રસમ મને ખૂબ ગમી’.

રોહન, મમ્મીનો સંકેત ન સમજે એવો નાદાન ન હતો. બોલી ઉઠ્યો ,’ મમ્મા તું જાણે છે આ

વિચાર મને કેવી રીતે આવ્યો!

મમ્મી,’ મને શું ખબર, રાજા તું કહે તો ખબર પડે! જો તને વાંધો ન હોય તો. અમે સહુ તે

જાણવા ઉત્સુક છીએ.

રોહન, ‘મમ્મી મારી સાથે  કોલેજમાં રોનક ભણે છે. અમે બંને સારા મિત્ર છીએ.;

રોહન આગળ બોલે તે પહેલાં મમ્મીએ પપ્પા સામે જોઈને આંખથી વાત કરી લીધી.

રોહન,’ હાં તો દર દિવાળીએ તેના પપ્પા ફેક્ટરીના કામદાર અને સઘળાં મેનેજરો,

ડ્રાઈવરો, પટાવાળા, ટપાલી, ટુંકમા સહુને ખૂબ ખુશ કરે છે. તેઓ આજે જે કાંઈ પણ

છે તે આ સહુના સહકાર અને મહેનતથી એવું માને છે. તેમને મન કાર્ય કરતાં માણસો

ખુશ તો કામ ઘણું સુંદર કરે. તેમની આડભીડમાં ખડેપગે ઉભા રહે છે. જો તેઓ તરક્કી

પામશે તો  ઉદ્યોગ ખિલશે એ તેમનો જીવન મંત્ર છે. રોનકના બે ભાઈ પણ ખૂબ દિલદાર

છે. બોલ મા, આવી સુંદર મિત્ર હોય તો મને આવો વિચાર આવે કે નહી?’

દિવાળીનું શુભ પર્વ સમગ્ર કુટુંબ સાથે માણવાનો લહાવો દરેકે લીધો.

આ વર્ષની દિવાળી અનેરી હતી. જેમાં સહુને ભાગે આનંદની અનુભૂતિ

સરખે ભાગે આવી.  આ દિવાળી જેમાં બીજા કરતાં ખુદને આનંદ વધારે

મળશે એવી તો કલ્પના પણ નહોતી કરી ! રોહન આ બધો જશ રોનકને

ખુલ્લે દિલે આપી રહ્યો.  મેળવવા કરતાં આપવામાં જે સુહાનો આનંદ

છુપાયો છે તેનો અહેસાસ અણુ અણુમાં પ્રસર્યો.

મમ્મી પપ્પા, દાદા અને દાદી  રોહનને ગૌરવભેર નિહાળી હરખાઈ ઉઠ્યા. લાટસાહેબે

બહેનપણી શોધી છે તે આજે વાતવાતમાં કહેવાઈ ગયું. આ બહાને રોહનને પણ દિલમાં

શાંતિ થઈ કે બધાને વાતની ખબર પડી.

એવી સરસ રીતે ‘રોનક’ની વાત રજુ થઈ જેથી તેના વીશે બધાને જાણવા મળ્યું. રોહન

ઘણાં વખતથી વિચારતો હતો આ વાત ઘરમાં કેવી રીતે રજુ કરવી. તક મળી તે તેણે ઝડપી

લીધી. મનમાં ખુશ પણ થયો. હવે જો કદાચ રોનક કોઈવાર તેની સાથે ઘરે આવે તો બંદા

બેફિકર હતાં.

દાદા, દાદી , મમ્મી અને પપ્પા બધાની સમક્ષ દિલની વાત કહેવાઈ ગઈ કે કહી એ મહત્વનું

નથી . સહુને ખુશીની વાત જણાવી રોહન આનંદવિભોર થઈ ગયો. આજ સુધી એવી કોઇ વાત

ન હતી કે રોહને માતા ,પિતાને ન કરી હોય. જો કે રીયા આ વાત ઘણા વખતથી જાણતી હતી.

રોહને, સાફ શબ્દોમાં જણાવ્યું હતું ‘જ્યાં સુધી હું આ વાત ન કરું ત્યાં સુધી  તું મમ્મી, પાપા કે

જીજાજીને કરતી નહી. જીજુ તો જાણતા હતાં . રીયા , રોયથી આ વાત કેવી રીતે છુપાવી

શકે? ખેર, હવે આ બાબત જગજાહેર થઈ ગઈ.’

.

મુંબઈ આવી પહોંચ્યા અને હવે રોહન તડામાર તૈયારીમાં પડી ગયો. અમેરિકામાં

એડમિશન પણ મળીગયું હતું. સારા ટકા લાવીને ગૌરવભેર આગળ ભણવા જવાના

સ્વપના સાકાર કરવા હતા. રોજ સવારેવહેલો નિકળતો. મમ્મી તેની દરરોજ ખાવાની

વસ્તુઓનું ધ્યાન રાખતી.

રોહન, ‘મમ્મી બહુ ભારે ખાવાનું નહી આપતી. બને ત્યાં સુધી  હલકું અને ફળનો ડબ્બો

ભૂલતી નહી.’ છેલ્લું વર્ષ હતું. રાત દિવસ જોયા વગર રોહન બસ વાર્ષિક પરીક્ષાની

તડામાર તૈયારીમાં ગુંથાયો હતો.

Advertisements

ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: