જાગીને જોંઉ તો ૩— (ધારાવાહિક)

29 08 2012

 

એંન્જીનયરીંગના છેલ્લાં વર્ષમાં રોહન—રોનક

========================

મુંબઈ આવી પહોંચ્યા અને હવે રોહન તડામાર તૈયારીમાં પડી ગયો. અમેરિકામાં એડમિશન પણ મળીગયું હતું. સારા ટકા લાવીને ગૌરવભેર આગળ ભણવા જવાના સ્વપના સાકાર કરવા હતા. રોજ સવારે વહેલો નિકળતો. મમ્મી તેની દરરોજ ખાવાની વસ્તુઓનું ધ્યાન રાખતી.

રોહન, ‘મમ્મી બહુ ભારે ખાવાનું નહી આપતી. બને ત્યાં સુધી હલકું અને ફળનો ડબ્બો ભૂલતી નહી.’ છેલ્લું વર્ષ હતું. રાત દિવસ જોયા વગર રોહન બસ વાર્ષિક પરીક્ષાની

તડામાર તૈયારીમાં ગુંથાયો હતો.

રોહન અને રોનક મિત્ર તો હતાં જ પણ બંને ઘણું ખરું પુસ્તકાલયમાં સાથે વાંચતા. હવે તો ઘરેપણ વાત કરી લીધી હતી તેથી ભળવામાં તકલિફ થોડી હતી.. જો કે કોલેજમાં બંનેની ચર્ચા ખુલ્લે આમ થતી તેમાં બેમાંથી એકેયને વાંધો હતો નહી. પરીક્ષાની તૈયારી માં પડેલાં રોનક અને રોહને ‘પ્યાર’ને ટુંક સમય માટે ારાપાડ્યો હતો. કિંતુ સંગની મઝા માણતા ખૂબ ધ્યાન દઈને સારા ગુણાંક આવે તેનો ખ્યાલ નજર સમક્ષ રાખતાં.

રોનક કહેતી, ‘રોહન તું બે વર્ષ માટે જશે તો મારા તો બૂરા હાલ થવાના.’

રોહન,’ અરે યાર હવે તો ફોનની સગવડ છે. કમપ્યુટર, સ્કાઈપ તને એકલું નહી લાગે. બે વર્ષ તો ચપટી વગાડતાંમા નિકળી જશે.’ એ બધી વાત પછી હમણાં વાંચવામા

ખલેલ શામાટે પડાવે છે. તારે તો સારું છે ‘એન્જીનિયર’ થઈને પપ્પાની ફેક્ટરીમાં બેસવાનું છે. મારે માસ્ટર્સ અને બને તો એમ.બી.એ.પણ કરવું છે. યાદ છે ને ‘ ભણતર હશે તો ભવિષ્ય’ ઉજ્જવળ બનશે.પરિક્ષાના દિવસોમાં બીજી આડી અવળી વાત બંધ. ચોટલી બાંધીને બંને જણા મચી પડ્યાં હતા.

પહેલાં પંદર દિવસ “પ્રેક્ટિકલ”ની પરિક્ષા હતી તેથી હળવાશ અનુભવી. બંનેનું પરિક્ષાનું કેંદ્ર એક હતું પણ વર્ગ અલગ અલગ હતાં. એક બીજાના દર્શન પણ દુર્લભ હતાં. ખેર, બંને જણા જાણતા હતાં કે અત્યારે જીવનમાં શાની અગત્યતા છે. “પ્રેક્ટિકલ’ સારા ગયા હવે ખરી કસોટી થવાની હતી. પ્રેક્ટિકલની પરિક્ષા પછી પાંચેક દિવસ વચમાં મળ્યા હતા. દર બે દિવસે એક ‘થિયરીનું’ પેપર હતું. તૈયારી સારી કરી હતી તેથી વીસ દિવસમાં પરિક્ષા પૂરી થઈ પણ બેમાંથી એકેયના મુખ ઉપર થાક વરતાતો ન હતો.

હાશ, પરિક્ષા આખરે પૂરી થઈ. જાણે માથા પરથી મોટી શીલા ખસી ગઈ. સહુના મુખ પર આનંદની રેખા અંકિત થઈ હતી. મિત્ર મંડળ બધું પહોંચ્યું ‘લાબેલા’માં જમવા. ચર્ચગેટ પર આવેલી એ નાની મજાની ‘રેસ્ટોરાં’ જુવાનિયાઓની મનગમતી. એક જમાનો હતો રાજકપુર અને નરગિસ લાબેલા પર રોજ મળતા. એ તો ભૂતકાળની વાત્છે. આજે પણ યુવાનો ત્યાં મઝા માણતા જોવા મળે.

પરિક્ષા થઈ ગઈ હતી હવે બસ નિષ્ફિકર થઈને આનંદ લુંટવાનો. બિયર વગર પાર્ટી કેવી રીતે જામે. આજે કોઈની રોકટોક ન હતી. કોઈ કરે તો સાંભળવાના મિજાજ્માં

પણ ક્યાં હતાં ? બસ મઝા માણવી હતી. આનંદથી મિત્ર મંડળ સાંજ પસાર કરવાના હત . મહેનત કરી હતી એટલે પાસ તો થવાના હતા. ચિંતા હોય તો એક જ કે કેટલા ટકા આવશે. આજે, અત્યારે તો એ પ્રશ્ન પણ કોઈ મહત્વ ધરાવતો ન હતો. બસ પરિક્ષાનો બોજ ઉતર્યો હતો.આનંદો ભાઈ આનંદો.

સહુએ ‘લાબેલા’નું ભોજન પેટ ભરીને આરોગ્યું. બહાર નિકળીને ‘ કે રૂસ્તમની ‘ ‘આઈસક્રિમ સેન્ડવીચ’ ઝાપટી અને ઉપડ્યા બધા ‘ઈરોસ’માં અંગ્રેજી સિનેમા જોવા.

‘જ્યોર્જ ક્લુનીનું’ ‘ડીસેનડન્ટસ’ નવું જ આવ્યું હતું.

મિત્રોથી છૂટા પડી આરામથી રોહન અને રોનક વાતેવળગ્યા. રાત વિતતી હતી. બેમાંથી એકેયને ઘરે જવાની ઉતાવળ લાગતી ન હતી. પરીક્ષા પૂરીથઈ હતી. રોહનતો વળી

અમેરિકા જવાનો હતો. રોનકને એ વિચારથી જરા નિરંપડતી. કિંતુ જેને કારણે ભવિષ્ય ઉજળું બનવાની શક્યતા હોય તે વિચાર ગમે કે ન ગમે પ્રેમથી ગમાડતી. રોનકને થતું આ

સાંજ થંભી જાય તો કેવું સારું ! રોહન સાથેની સુહાની પળો માણવાની તેને ખૂબ મઝા આવી.રોહન બોલ્યો,’ કેમ મહારાણી આજે ઘરે નથી જવું?’

રોનકં, શું ઘરે જવું જરૂરી છે?’ બંને જણા ખડખડાટ હસી પડ્યા.

રોનક, અરે યાર ઉતાવળ શું છે. ચાલને થોડી વાર મરીન ડ્રાઈવની પાળ પર બેસી ચાંદ અને દરિયો નિહાળીએ. આજે મને બસ તારી સાથે શાંતિથી બેસવું છે. મૌન નું સંગિત

સાંભળવું છે. એકબીજાના પ્યારની ઉષ્મા માણવી છે. ખબર છેને હવે કોઈ પરિક્ષાનું ભૂત સવાર નથી ! મિત્રો પણ જતા રહ્યા. બસ, હું અને તું. આ દ્રિયાની પાળ અને ઉપર નિલ

ગગનમાં ચાંદ.’

રોહન, કેમ તારા મમ્મી અને પપ્પા ચિંતા નહી કરે ? રોહનને પોતાના મમ્મી અને પપ્પાની જરા પણ ફિકર ન હતી. રોહનની વાત અલગ હતી. સુંદર, જુવાન છોકરી અડધી રાત

સુધી ઘર બહાર સહજ છે મમ્મીનને પાપા ચિંતા કરે ! રીયા રાતે મોડી આવતી ત્યારે રીના અને રાજેશ બંને બાલ્કનીમાં આંટા મારતા હતા એ રોહન કેવી રીતે ભૂલી શકે .

રોનક, ના મેં તેમને પહેલેથી ચેતવ્યા હતાં કે હું સાંજના રોહન સાથે હોઈશ. મોડું થશે. રોહન મને ઘરે મૂકી જશે. બોલ હવે છે તારી પાસે જવાબ ?

રોહન કાંઈ પણ બોલ્યા વગર રોનકને ખુશ કરવા તૈયાર થઈ ગયો.

રોનકને આજે સંતોષ જ થતો ન હતો.

અંતે હારીને રોહને તેને મનાવી . ઘરે મૂકવા ગયો. ગૌતમભાઈ જાણતા હતાં રોહનને ઘરે પહોંચતા બીજો દોઢ કલાક થશે. તેમણે ગાડીના ડ્રાઈવરને રોકી રાખ્યો હતોઘરે આવી એટલે કહે રોહન બેટા ડ્રાઈવર છે. તને ઘરે ઉતારી જશે.

રોનક પપ્પાની સમજ પર વારી ગઈ.

રોહનના ગયા પછી પપ્પાને વળગી તેમનો આભાર માન્યો. ગૌતમભાઈ દીકરીને ખુશ જોઈ મલકાયા.

ગાડીમાં આવ્યો છતાં પણ રોહનને ઘરે પહોંચતા રાતના બે વાગ્યા. રોનકને ઘરે ઉતારીને જ્યારે રોહન આવ્યો ત્યારે મમ્મી જાગતી હતી. મમ્મા, ‘તું હજુ સુધી જાગે છે? મારી પાસે ઘરની ચાવી હતી.’ રોહન બોલ્યો.

‘હા, બેટા તારી રાહ જોતી હતી. મને ખબર છે આજે છેલ્લી પરિક્ષા પછી તમે બધા બહાર ખાઈ સિનેમા જોઈને જ ઘરે આવશો. ખેર હવેતું સૂઈ જા. સવારે નિરાંતે ઉઠજે ‘ .હું પણ સુવા જઈશ.

રોહન ગાડીમાં આવ્યો તે જોતાં સમજી ગઈકે રોનકને ઘરે ઉતારીને આવ્યો હશે. અને રોનકના પિતાએ રાતના મોડું થવાથી રોહનને માટે ગાડી મોકલાવી. રીના મનમાં મલકાઈ.

રોહને માતાને પ્યારથી બાથમાં લઈ પોતાના રૂમ તરફ ચાલ્યો અને સૂવા ગયો.

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

29 08 2012
pragnaju

આજે અમારા મૅરીલૅન્ડમા ફાયરીંગ થયું ત્યારે આવી ધારાવાહિક વાંચતી વખતે આપણા વિદ્યાર્થીઓ માટે આવો ભય લાગે…! આપણા પાત્રોને હજુ અમેરિકા આવવાની વાર છે પણ મુંબાઇ જેવા વાતાવરણ મા `થ્રી ઈડીયટ`,ફિલ્મમાં કૉલેજમાં રૅગીંગના દ્રશ્યોની પ્રેરણા,બૉય‌સ હૉસ્ટેલ્સ અને ગર્લ્સ હોસ્ટેલ્સમાંથી ફિલ્મોવાળાને મળે છેકે, ફિલ્મોમાંથી, વિદ્યાર્થીઓને પ્રેરણા મળે છે? તે સાથે મૅન્ટોર વિષ્ણુ સહસ્ત્રબુદ્ધે ની પ્રશંસા કરતી વખતે, `ચમત્કાર`ની જગ્યાએ, `બળાત્કાર` શબ્દ ગોઠવીને, બોમન ઈરાનીની જે હાસ્યાસ્પદ સ્થિતી ભજવી તેની ની યાદ આવી.
અમે તો સાધારણતયા આ વાત કરીએ
“अपृष्टो नैव कथयेद गृहकृत्यं तु कं प्रति।
बहवार्थाल्पाक्षरं कुर्यात्‌ सल्लापं कार्यसाधकम्‌ ॥
અને તેઓની યાદગીરી બુકમા લખી આપીએ – Robert schauffer નું –
” Don`t tell your troubles to other most of them don`t care a hang and the rest are damn glad of it. ” આ સૂત્ર.
પ્રસંગોના પ્રવાહમા તણાઇ વિચાર આવ્યા તે લખાઇ ગયા..

29 08 2012
kadakia pravina

આ નવલકથા હકિકતને આધારિત છે. “ચમત્કારે” ખરેખર..ચમત્કાર સર્જ્યો હતો
થ્રી ઈડિયટ્સમાં.

અંહી સત્ય ઘટનાની આજુબાજુ પ્રસંગોને વણવાનો નમ્ર પ્રયાસ છે. “શિર્ષકની

સાર્થકતા” હવે જણાશે. અભિપ્રાય બદલ આભાર..

29 08 2012
Pankaj

આગળની કહાની ક્યાં છે..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: