ખરેખર

1 09 2012

બીજાની દૃષ્ટિએ હું કેવી છું ? શું ખરેખર તે અગત્યનું છે?

સીધો જવાબ છે, ના. સ્વયંનું મુલ્યાકંન કોઈ પણ જાતના

પૂર્વગ્રહ વગર કરવું અતિ આવશ્યક છે. તમે કોઈનું ગમતું

કરશો તો સારા છો. તેની મરજી વિરૂદ્ધનું આચરણ તમને

દુશ્મનમાં ખપાવશે. શું હંમેશા દરેકને રિઝવવાનો જ

પ્રયત્ન કરવાનો કે પછી સત્યનો રાહ લેવાનો ?

હાથીની માફક ચાવવાના અને બતાવવાના એમ બે

પ્રકારના દાંત સારા કે જે છીએ તે જણાય તેમા માન છે.

દુનિયા પળે પળે બદલાય છે. દરેક વ્યક્તિને અભિપ્રાય

બદલવાની પૂર્ણ સ્વતંત્રતા છે.

હું જેવી છું તેવી એ નગ્ન સત્ય સ્વિકારીને જ પ્રગતિના

સોપાન સર કરવા આસાન થશે. આધ્યાત્મિકતાની કેડી

પર ચાલવાનું સુજશે.

જગ મને સારી કહે અને તેના રંગમંચ ઉપર હું નાટક કરી

સફળ અદાકારા પૂરવાર થાંઉ એ નરી આત્મવંચના છે. સ્વની

સાથે હું વફાદારી નથી નિભાવતી. અંતરખોજને પરિણામે સ્વમાં

અભૂતપુર્વ ચેતનાનો સંચાર અનુભવાશે. જગતના આપેલાં સઘળા

વિશેષણો ગૌણ જણાશે,જાગ્રતતા સળવળશે.

જગતના દીધેલાં સર્વે નામ, ઉપનામ ખોખલા જણાશે. જેની કોઈ જડ

નથી. તેમાં કોઈ તથ્ય નથી. જગતના સઘળાં ઘરેણાં ખોટા છે. જેમાં

નકરો આડંબર જણાય છે.

સ્વનું નિરિક્ષણ કરીશું તો સ્વને વિના રોકટોકે મળી શકીશું. જાણીને આનંદ

થશે જે કશા પર નિર્ભર નથી.  સુંદરતા કે  કુરૂપતા બંનેનું તટસ્થ ભાવે

નિરિક્ષણ કરવાની સોનેરી તક સાંપડશે.

હા, આ જગતમાં રહેવાનું છે તેમાં જરા પણ શંકા નથી. છતાંય એવી

રીતે રહેવું ‘સ્વ પ્રત્યે વફાદારીના’ ભોગે નહી .યાદ હશે બાપ,દીકરો

અને ટટ્ટુ . બાપ દીકરા દુનિયાની વાત સાંભળીને ખરેખર ત્રાસી ગયા

હતા.

Advertisements

ક્રિયાઓ

Information

5 responses

1 09 2012
pragnaju

ખૂબ સુંદર ચીંતન
‘ નગ્ન સત્ય સ્વિકારીને જ પ્રગતિના સોપાન સર કરવા આસાન થશે. આધ્યાત્મિકતાની કેડી પર ચાલવાનું સુજશે.’ગંગા સતીએ પણ કહયું છે મેરૂ તો ડગે પણ જેના મનડા ન ડગે,ભાંગી પડે આ બ્રહ્માંડ વિપત પડશે પણ વળશે નહી સો હરિજન પ્રમાણ.આવીજો આપણામાં અડગતા હશે તો પરમાત્મા આપણા સાથે જ છે.પણ આપણું મન ડરી જશે,

1 09 2012
Neeta Kotecha

દરેક વ્યક્તિને અભિપ્રાય

બદલવાની પૂર્ણ સ્વતંત્રતા છે.

હું જેવી છું તેવી એ નગ્ન સત્ય સ્વિકારીને જ પ્રગતિના

સોપાન સર કરવા આસાન થશે. khubbb sachchi vat kahi…

1 09 2012
Navin Banker

I totally agree with you,
Navin Banker

2 09 2012
pinu_outlaw

ફેસબુક ની એક બહુ જાણીતી ટેગ લાઈન…
હું પૃથ્વી ઉપર તમને ખુશ કરવા નથી આવ્યો
બિલકુલ સાચી વાત કીધી છે આપે…

5 09 2012
VijayShah

Saras

Vijay Shah

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: