જાગીને જોંઉ તો=======૪ (ધારાવાહિક)

4 09 2012

રોનક

બે દિકરા પછી દિકરીનો જન્મ થયો. ખુશીનું વાતાવરણ ચારેકોર છવાઈ ગયું. ગીતા બોલી

આપણા ઘરની ‘રોનક’ વધી ગઈ. ગૌતમને એ નામ હૈયે વસી ગયું. ભગવાને રોનકને

ફુરસદે ઘડી હતી. કંચન જેવી કાયા, પવન સમાન ચંચળ, વહાલ નિતરતી આંખ, રેશમ

જેવા સુંવાળા વાળ અને જોનારનું મન મોહી લે તેવી સુંદર. સહુના લાડપાન પામી ને મોટી

થઈ રહી હતી. તેના આગમન પછી ગૌતમના જીવનમાં પણ ઘણા અંગત્યના બનાવો

બન્યા. નોકરીને તિલાંજલી આપી ધંધામાં ઝંપલાવ્યું. નસિબે યારી આપી. ગીતા તો

હંમેશા ત્રણેય બાળકોની પરવરિશમાં ગુંથાયેલી રહેતી. ગૌતમને સહકાર સંપૂર્ણપણે

આપતી. બાળકો તરફની સઘળી જવાબદારી ગીતા હસતે મુખે નિભાવવામાં કુશળ

પુરવાર થઈ. તેથી તો ગૌતમ ધંધામાં સફળ થયો. રોનકનું આગમન સહુને ખૂબ ગમ્યું.

આમ પણ દિકરી બાપની આંખનો તારો હોય છે.

રોનકમાં અમૂક ગુણો જન્મજાત હતાં. શાળામાં ભણતી ત્યારે પણ જો કોઈ સાધારણ સ્થિતિનો

વિદ્યાર્થી કે વિદ્યાર્થીની પોતાની વસ્તુઓ આપી દેતાં કદી ન અચકાતી. તેનું દિલ વિશાળ

હતું. જરા પણ ઘમંડી ન હોવા્ને કારણે તે હંમેશા મિત્રોથી ઘેરાયેલી રહેતી.

રોનકની વાત કરવાની રીત જ એવી હતી કે સામે વાળી વ્યક્તિ તેના દિલનું નિર્દોષપણું

પારખી શકે. તવંગર માતા પિતાની લાડલી પુત્રી હોવાને નાતે પૈસા ખરચવામાં કદી પાછું

વળીને જોતી નહી. રોનકના પિતાને બે કંપનીની એજન્સી હતી જેથી પ્રગતિ સારી સાધી

બે પાંદડે થયા.તેના બંને ભાઈ એંન્જીનિયર થઈ અમેરિકાથી ખૂબ સારું ભણીને આવ્યા અને

નાની ફેક્ટરી શરૂ કરી. ભાઈઓની પાછળ રોનક પણ એંન્જીનયરિંગમાં ગઈ જ્યાં રોહન સાથે

મુલાકાત થઈ જે ધીરે ધીરે પ્યારમાં પરિણમી .

રોનકના પિતા તથા માતાને રોહનનો સાલસ સ્વભાવ ગમ્યો હતો. બધી રીતે તેમને રોનક

અને રોહન અનૂકુળ લાગ્યા હતાં. અવારનવાર રોનકના પિતા રોહનને ચકાસતા.

એક વખત રોનક ઘરે મોડી આવી . રોહનની , રોનકના પિતાએ ધુળ કાઢી નાખી.

રોહનને થયું કારણ જાણ્યા વગર ગુસ્સો કરવો તે વ્યાજબી નથી. કિંતુ વડિલની આમન્યા જાળવી

અને મુંગે મોઢે સહી લીધું. આખરે જ્યારે ગૌતમભાઈએ બોલવાનું પુરૂ કર્યું ત્યારે રોહને ખૂબ અદબ પૂર્વક

કારણ રજૂ કરવાની પરવાનગી માગી. રોહને ખૂબ શાંતિથી જરા પણ મિજાજ ગુમાવ્યા વગર

સંપૂર્ણ આદાર સાથે વ્યાજબી કારણ અને સંજોગોનું વિવરણ કર્યું . વાત જાણે એમ હતી કે ઘરે આવતી

વખતે સાંજના રોનકના સેંડલની પટ્ટી ટૂટી ગઈ હતી.તેને ચાલવામાં તકલિફ પડતી હતી. મુંબઈના ટેક્સીવાળાનો

મિજાજ જેણે અનુભવ્યો હોય તેને ખબર હોય ! કોઈ પણ ટેક્સી રોનકના ઘરની દિશમાં આવવા તૈયાર ન હતી.

ન તો કોઈ મોચી રસ્તામાં દેખાયો કે ન કોઈ ચંપલની દુકાન. રોહન અને રોનક કરે તો પણ શું કરે. જ્યારે ટેક્સી

મળી ત્યારે અંધારું ધરા પર ઉતરી ચૂક્યું હતું. તેમાં વળી સંધ્યા સમયનો મુંબઈનો ટ્રાફિક. રોહને જ્યારે બધું

વિગતવાર જણાવ્યું ત્યારે ગૌતમભાઈને રોહન પર નારાજ થવા માટે દિલગિરી થઈ.ખેર ‘દુધ ઉભરાઈ ગયા’

પછી જીવ બાળવો નકામો સમજી મૌન પાળ્યું.

રોનકના પિતાને રોહનનું આચરણ હૈયે વસ્યું. ગૌતમભાઈ ગુસ્સે થવાને બદલે તેને પ્યારથી ભેટ્યા.

શરુઆતનો પ્રેમ પાંગર્યો હતો. રોહનના માતાપિતા અનજાણ હતા તેથી મોટે ભાગે રોહન જ

રોનકને ત્યાં ઝાઝુ આવતો. રોનકને રોહનની તારિફ કરવાનો મોકો ન મળતો. તેનું વર્તન અને

સાલસ સ્વભાવ પૂરતાં હતાં. બંને સાથે એક જ વર્ગમાં ભણતા. કોલેજની પ્રવૃત્તિમાં સાથે ભાગ લેતાં

રોહનને ,રોનકના પિતાની કામકાજ કરવાની કુનેહ ખૂબ પસંદ હતી. જે રીતે પોતાનો કારોબાર સંભાળતાં

અને કામ કરનાર દરેક વ્યક્તિની તેની મહત્વતા પ્રમાણે , તેની ગુણવત્તા પ્રમાણે કદર કરતાં તે આંખે

ઉડીને વળગે તેવી વાત હતી.

રોનકના ભાઈઓ જરૂર પડ્યે પિતાની સલાહ લેતા. બંનેમા બાપના ગુણ ભારોભાર ભરેલા હતા.

ચારે બાજુ છત વરતાય એવા પરિવારમાં ક્યાંય આડંબર કે અહમ ન વરતાતા. સાલસતા આજના

જમાનાની દસમી અજાયબી લાગે તેવું અનૂપમ દૃશ્ય નજરે પડતું. આવા સુંદર અને સાલસ બાળકો

માટે ગૌતમભાઈ , હંમેશા ગીતાને વખાણતા. તેં સુંદર રીતે બાળકો ઉછેરી ઘરસંસાર સોહાવ્યો છે.

રોનક, રોહન તને ખબર છે હું કેવા વાતાવરણમાં ઉછરી છું.

રોહન, તને ક્યાં હજુ મારા મમ્મી અને પપ્પાને મળવાની તક મળી છે. હું વધારે કાંઈ નહી કહું. બસ,

તું તેમને મળે પછી મને કહેજે.

રોનક, અરે ગાભરુદાસ તું ક્યારે મને મળાવશે. અમારે ત્યાં આવીને તો તું ધામા નાખે છે.મારે માટે

સોનાનો સૂરજ ક્યારે ઉગવાનો?

રોહન, જો અત્યારે મારા પપ્પને વાત કરીશ તો કહેશે, “રીના , જોયા આપણા સુપુત્રના લક્ષણ! બાપ-

દાદાની ઈચ્છા પૂરી કરવાને બદલે લાટસાહેબ પ્રેમમા પડ્યા. હવે ભણે તો સાચું! મને હતું મારો દિકરો

ભણી ગણીને નામ ઉજાળશે પણ જોયા આના લખ્ખન,’

રોનક, તો તારા પપ્પાને એમ છે કે પ્યાર કરે તે ન ભણે.

રોહન, ‘ના, છેક એવું નથી પણ ‘ડીગ્રી” અને ત્યાર પછી અમેરિકા એ મારું એકલાનું નહી પણ કુટુંબનું

સ્વપનું છે. જે મારે હકિકતમાં પલટાવવાનું છે.

રોનક, ‘તો રાજા મારું સ્વપનું તારા માતા પિતાને મળવાનું ક્યારે હકિકતમાં પરિણમશે?’

રોહન,’ જરૂર નજીકના ભવિષ્યમાં સમય અને સ્થળની જ્યારે રાશી મળશે ,રાહુ અને કેતુ

એકબીજા સાથે મૈત્રી કરશે ત્યારે.’

રોનક,’ એ સમયને આવતાં કેટલો વખત લાગશે ?’

રોહન,’ આકાશની સામે મીટ માંડીને , બસ હવે દિલ્હી બહુ દૂર નથી.’

રોનક, ચાલને યાર, જ્યારે આવે ત્યારે શામાટે તેની ખોટી ચિંતા કરવી.

રોનક સ્વતંત્ર વિચારસરણી ધરાવતી આધુનિક યુવતિ હતી. હા, રોહનને અનહદ પ્યાર

કરતી હતી. સાથે સાથે ચહતી હતી કે જિંદગીમાં ભણ્યા પછી મનગમતું કરવાનો તેને

અવકાશ સાંપડશે. સ્વપનો જોવા અને તેને કેમ આંબવા તેના વિશે સમાંતર વિચારો

ચાલતાં . એંજીનિયર થવા પાછળ તેનો હેતુ હતો, વિજ્ઞાનના ક્ષેત્રમાં હલચલ મચાવવાનો.

સામાન્ય માનવીની માફક જીંદગીમાં માત્ર સામાન્ય કાર્ય કરવા માટે તેનું જીવન ન હતું.

નાનપણથી તેની તમન્ના હતી કશું કરી છુટવાની હતી.

રોનકની પોતાની સ્ટાઈલ આગવી હતી. કોલેજમાં જે રીતે તૈયાર થઈને આવતી તે રોહનને

ખૂબ ગમતી. આમ પણ એન્જીયરીંગની કોલેજમાં છોકરીઓ ઓછી હોય. જેમાં રોનક એકદમ

જુદી ભાત પાડતી. તેની પોતાની આગવી પ્રતિભા હતી. તેના વિધવિધ પ્રકારના શોખ આંખોને

ઉડીને વળગે તેવા હતાં. ભારત નાટ્યમમાં પારંગત એવી રોનક ખૂબ કમનીય અને સુંદર

પહેલી નજરે જોનારને ગમે તેવી હતી. રોહનની સાથે પરિચય ખૂબ અજાયબ રીતે થયો હતો.

એકવાર રોહન વાશી સ્ટેશનથી ચાલીને કોલેજ આવતો હતો.મુશળધાર વરસાદમાં ભાઈને

કોઈ વાહન ન મળ્યું. રોનક ગાડીમાં આવી રહી હતી. આજે ડ્રાઇવર આવ્યો ન હતો તેથી

પોતે ચલાવી રહી હતી. રોહન પાસે છત્રી હોવા છતાં સખત ઝાપટાંમાં તેનું રક્ષણ કરી

શકી નહી. રોનકે ગાડી ઉભી રાખી. બંને એક જ ક્લાસમાં હતાં તેથી રોનકને ઓળખતાં

વાર ન લાગી. રોનક એકલી હતી તેથી રોહન મુંઝાયો. “અરે, હું કાંઈ તને ખાઈ નહી જાંઉં”

રોનક ખડખડાટ હસતાં બોલી. રોહન પણ હસી પડ્યો અને કોલેજ બેઉ જણાં સાથે આવ્યાં.

બસ પછીતો કોઈક વાર નોટ્સના બહાને વાતો થતી. એક્ઝામ વખતે બંને સાથે લાયબ્રેરીમાં

બેસી વાંચતા. ફીઝીક્સના અઘરા પ્રોબ્લેમને સોલ્વ કરવા એકબીજાની મદદ લેતાં. આમ

ખ્યાલ ન રહ્યો ને ક્યારે બેઉ જણાં મિત્રમાંથી પ્રેમી થઈ ગયાં તે ખબર ન રહી. જે થાય તે સારા

માટે જ થાય છે એમ માની રોનકે ઘરે મમ્મી અને પપ્પાને વાત કરી. મમ્મી લાગણીશીલ હતી

પણ પપ્પાએ રોહનને મળવાની ઈંતજારી બતાવી. એકની એક દિકરીની પસંદગીનો કળશ

કોના પર ઢોળાયો છે તે જાણવા અતુર હતાં.

રોનકે પ્રેમથી રોહનને બધી વાત કરી. રોહન,’જો રોનક તેં ભલે વાત કરી પણ મને જરા

સમય આપજે! મારા પપા તો મને ખૂબ ભણેલો ગણેલો અમેરિકા રિટર્ન જોવા માટે તલસે છે!

અત્યારે ભણતર અગત્યનું હતું. રોહન જાણતો હતો કે તેના મમ્મી અને પપ્પા રોનકને મળીને

ખુશ થવાના છે. એક વખત બસ સારા ટકા મેળવી અમેરિકા જવાનું પાક્કું થાય પછી કોઈ ચિંતા

ન હતી. જો કે રોનકના પપ્પા, મમ્મી અને ભાઈઓ તરફથી “ગ્રીન સિગ્નલ” મળી ગયું એ બહુ

આનંદના સમાચાર હતાં.

રોનકને અમેરિકા જવામાં જરા પણ રસ ન હતો. હા, જો લગ્ન પછી ‘હનીમૂન’ માટે જવા તે

તૈયાર હતી. જેની હજુ રાહ જોવાની હતી. સારું થયું કે રોનકના કુટુંબમાં બધાએ પસંદગીનો

કળશ રોહન ઉપર ઢોળ્યો હતો. રોહન અવારનવાર રોનકને ત્યાં જતો. દિવાળીની ઉજવણી

માટેની તેમની પરંપરા રોહનને ખૂબ પસંદ પડી. જે તેણે બેંગ્લોરમાં ઉજવી અને પ્રસંગ જોઈ

રોનકની વાત સહુને કરી જે દાદા,દાદીઅને મમ્મી પપ્પા સહુએ વધાવી લીધી. મમ્મીતો

મુંબઈ આવીને ‘રોનકને ‘ મળવા ખૂબ આતુર હતી.’

રોહન,’મમ્મી અમે ગોવા ફરીને આવીએ પછી રોનકને આપણે ત્યાં લાવીશ.’

રીના,’ શું ગોવા જતાં પહેલાં ન લવાય.’

રોહન,’મમ્મી, રોનકને લવાય તો ખરી પણ તેને બહુ બધું શોપિંગ કરવાનું બાકી છે.’

રીના, ‘હજુ મારે એક અઠવાડિયાની રાહ જોવી પડશે?’

રોહન, ‘મા, એવું નહી કહેને . મને ખબર છે તું રોનકને મળવા આતુર છે. અરે , રોનક પણ

કેટલા વખતથી સહુને મળવા આતુર છે..’.


ક્રિયાઓ

Information

2 responses

5 09 2012
pragnaju

સરસ

“રોનકના પિતા રોહનને ચકાસતા.”
આ ચકાસવું જો જુલમ કોને કહેવાય ?

5 09 2012
manvant patel

dikri…,ankhno taaro ! wah bahena !…..manvant.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: