ગોવાની ચાર દિવસની છુટ્ટી========================
રોહન માતાને પ્યારથી બાથમાં લઈ પોતાના રુમ તરફ સૂવા માટે ચાલ્યો.———
એન્જીનયરિંગનું વર્ષ પૂરું થયું. દિવસ અને રાત એકાકાર કરી મહેનત કરી હતી. હવે થોડા
દિવસ છુટ્ટીની મઝા માણવાનો નિર્ણય લીધો. બધા મિત્રો સાથે મળી ગોવા ફરવા જવાનું
નક્કી કર્યું. સમય બચાવવા બધાએ વિમાનમાં જવાનું નક્કી કર્યું.
ગોવા ફરવા જવાનું હોય ત્યારે ગોવા વિષે જાણવું આવશ્યક હોય. રોનકને એવી ચાનક
ચડી કે કમપ્યુટર પરથી બધી હકિકત એકઠી કરવામાં ગુલતાન થઈ ગઈ. રોનક ભલેને
માલેતુજાર બાપની બેટી હોય પણ દરેક કાર્ય ખૂબ ચીવટથી કરવાની તેની રીત દાદ માગી
લે તેવી હતી. ૨૧મી સદીની કદાચ “ફટવેલી” દીકરી કહી શકાય કિંતુ ક્યાં કેમ વર્તન થાય
તેની કોઠા સુઝ પણ તેનામાં ભારોભાર ભરેલી હતી. હા, મમ્મી અને પપ્પા તેને ખૂબ લાડ
કરતાં તેથી તેમની પાસે જક અને જીદ કરતી. બાકી મિત્ર મંડળમાં છાપ સારી હતી. તેના
વર્તનમાં રોહનને ક્યાંય ઉછાંછળા પણું યા તોછડાઈ ન જણાતી. રોહન તેના આ ગુણો પર
જ ઓવારી ગયો હતો. દેખાવડો રોહન, ભણવામાં હોંશિયાર રોનકની આંખમાં વસ્યો
હતો. રોહનની આંખો વણ કહે ઘણું કહી જતી જે રોનક વાંચવામાં સફળ પુરવાર થઈ હતી.
ઉપરથી તેની કાર્યદક્ષતા. ગોવાની ટ્રીપનું સંચાલન રોનક અને બીજા બે મિત્રોએ પૂરું પાડ્યું.
ગોવા અરબી સમુદ્રને કિનારે આવેલું ખૂબ રમણિય સ્થળ છે. વર્ષો પહેલાં તે ‘પોર્ટુગીઝ’ના
કબ્જામાં હતું. હવે તો ભારતની પશ્ચિમ દિશમાં આવેલું ગોવા જુવાનિયાઓ માટે સ્વર્ગ સમાન
છે. ગોવાનો દરિયા કિનારો અને તેના ‘બીચ’ જગ જાણિતા છે. પોર્ટુગીઝ લોકોએ ત્યાં લગભગ
૫૦૦ વર્ષ રાજ્ય કર્યું હતું. ગોવાએ તેના સુંદર “દરિયા કિનારા’ ( બીચ) માટે જગતભરમાં ખ્યાતિ
મેળવી છે. આખી દુનિયામાંથી સહેલાણીઓ ગોવા ફરવા માટે આવે છે. જ્યારે ગોવામાં તહેવાર
હોય ત્યારે તો તેની શોભા અવર્ણનિય હોય છે. ડિસેમ્બરમાં “કાર્નિવલ”ના સમયે બ્રાઝિલયન વાયરા
હવામનને અને વાતાવરણને ખૂબ રંગીન બનાવે છે. ત્યાંની સંસકૃતિ અતિ જાજવલ્યમાન છે.
“સી ફુડ અને ફેની” માટે ગોવા પ્રખ્યાત્છે. દુનિયાભરના પ્રવાસીઓ, નવા પરણેલાં ‘હનીમુન”
માટે ગોવા પર પસંદગી ઉતારે છે.
યગોન્ડા બીચ અને કેન્ડોલીમ બીચ આ બંને બીચ ઉપર એક એક દિવસ પસાર કરવાનું
નક્કી થયું. રોહન અને રોનક તરવમાં પવરધા હતાં. ‘સન એન્ડ સન’ તથા ‘હોટલ હોરાઈઝન’
માં તેમના માતા પિતા ‘લાઈફ મેમ્બર’ હોવાથી જતા હતા. દરિયા કિનારો, સુંદર બીચ અને
સુહાનો સાથ બે હાથે મસ્તી લુંટી રહ્યા હતા. ચાર દિવસતો આંખના પલકારામાં પસાર થઈ ગયા.
બસ હવે છેલ્લે ચર્ચ જોઈ મુંબઈ પાછા ફરવાનું હતું.
‘ગોવા ના ચર્ચ’ જોવા ન જાય તેવું તો બને જ નહી. ” ચેપલ ઓફ સેંટ ફ્રાન્સીસ
ઝેવિયર ગોવા”.માંડોની નદી કિનારે ઉભું છે. ખૂબ જ પ્રસિદ્ધ ચર્ચ તેના આર્કિટેક્ચરલ કામ
માટે મશહૂર છે. જેના પર કોતરેલું છે કે આ ચર્ચ “સેંટ ફ્રાન્સીસ ઝેવિયર ગોવા”ના માનમાં
અંહી ખડું કરવામાં આવ્યું છે. આ એક ઐતિહાસિક ચર્ચ છે.ખૂબ શ્રદ્ધા , ઇજ્જત અને આદર
આ ચર્ચ ધરાવે છે. સુંદર ભવ્ય ચર્ચોને કારણે “પૂર્વનું રોમ” તેવું ઉપનામ ગોવાને મળ્યું છે.
જતા પહેલાં રોનક અને રોહને કમપ્યુટર દ્વારા તેના વીશે માહિતી એક કરી હતી. વર્ગના બધા
સાથે જવાની વેતરણમાં પડ્યા હતાં. ભલેને વિમાનમાં ત્યાં જાય પણ હરવા ફરવા માટે ‘સ્કૂટર’
ભાડે રાખવાનો પ્રસ્તાવ વધુ મતે પસાર થયો. દરેકે પોત પોતાના સાથી શોધવાના. રોહન અને
રોનકને ચિંતા ન હતી.
જુવાનિયાઓને જો લોટરી લાગે તો સહુથી પહેલાં જઈને ‘સ્કૂટર’ કે થ્રી વિહલર’ ખરીદી આવે
એવું મને લાગે છે. ભલેને ઘરમાં ડ્રાઈવર વાળી ગાડી હોય પણ સ્કૂટરની મઝા કાંઈ ઔર હોય
છે. પ્રેમિકા સાથે ચપોચપ બેસવા મળે. માથા પર ‘હેલમેટ’ પહેરેલી હોય. હવામાં દુપટ્ટો લહેરાતો
હોયને વાળ તો બસ મસ્ત બનીને ગાલ સાથે ગલગલિયાં કરતાં હોય. પછી યુવાન પાગલ ન બને
તો નવાઈ લાગે.
રોહન અને રોનક સ્કૂટર પર ગોવાની સહેલગાહે નિકળ્યા. આજની ખુશનુમા સાંજ અને મન ભાવન
સાથી. રળિયામણા ગોવાનો દરિયા કિનારો. બીચની સફર ખુબ સુંદર રહી. રોહનને ફેની પી મસ્તી
માણવી હતી. પણ રોનકે કહ્યું ના, અત્યારે નહી.
ગોવાનું ખાસ પીણું “ફેની”.પીવાની લિજ્જત આજે પણ સહેલાણીઓ પ્રેમથી માણે છે. રોનકે કહ્યું
આપણે ભાડાનું સ્કૂટર જ્યારે પાછું આપવા જઈશું ત્યારે ફેની બે ગ્લાસ લગાવીને ટેક્સી કરી પાછા
એરપોર્ટ જઈશું. રોહનને રોનકની વાત વ્યાજબી લાગી.
કહેવાય છે અકસ્માત થતાં પહેલાં વાજાં વગડાવતા નથી કે નથી ઢંઢેરો પીટતાં. બસ સામે જ
દુકાન દેખાતી હતી ત્યાં રોહને એક છોકરાને દોડતો જોયો. તેને બચાવવા જતા સ્ટિયરીંગ પરનો
કાબૂ છૂટી જતાં સ્કૂટર બાજુની દિવાલ સાથે અથડાયું. રોનક સ્કૂટર પરથી ઉછળી પડી અને ભોંય
પર જઈ પટકાઈ. રોહનને તેની ખબર ન પડી. ભયનો માર્યો તેના હાથેથી સ્કૂટરનું હેંડલ છૂટી ન
શક્યું. એ સ્કૂટરની સાથે ઘસડાયો. જ્યારે અંતે ભિંત સાથે અફળાઈને જમીન પર ફેંકાયો ત્યારે તેને
ભાન હતું. લોહી ક્યાંયથી નિકળતું ન હતું . કિંતુ ભાનમાં હતો તેને કારણે જાણી શકયો હતો કે માથું
ભિંત સાથે ભટકાવાથી તેને ગેબી માર વાગ્યો હશે! અજાણ્યું શહેર, બેભાન રોનક કરે તો શું કરે?
રોહનને ભાન હતું પણ ઉઠવા માટે અશ્ક્તિમાન હતો. રોનક ઉછળીને ક્યાં પડી તેની પણ તેને
ખબર ન પડી. એક દિશામાં સ્કૂટર, બીજી દિશામાં રોનક અને ત્રીજી દિશામાં રોહન . હવે શું?
રસ્તે જતાં કોઈ સહેલાણીની નજરે આ બંને જુવનિયા પડ્યા. પૂછપરછ કરવા લાગ્યા. રોનકે
માંડ માંડ અસંગત ભાષામાં પોતાના પપ્પાનો મોબાઈલ નંબર આપ્યો. આને કારણે મુંબઈ
સમાચાર તરત જ પહોંચી ગયા.
રોનકના માતા પિતા પાસે રોહનના ઘરનો નંબર હતો. ક્યાં મુંબઈ અને ક્યાં ગોવા !
રજાની મજા માણવા ગયેલાં રોહન, રોનક અને મિત્રો આભ ટૂટી પડ્યું હોય એવી હાલતમાં
મુંબઈ આવી પહોંચ્યા.=============
રોનકે
માંડ માંડ અસંગત ભાષામાં પોતાના પપ્પાનો મોબાઈલ નંબર આપ્યો. આને કારણે મુંબઈ
સમાચાર તરત જ પહોંચી ગયા.
રોનકના માતા પિતા પાસે રોહનના ઘરનો નંબર હતો. ક્યાં મુંબઈ અને ક્યાં ગોવા !
રજાની મજા માણવા ગયેલાં રોહન, રોનક અને મિત્રો આભ ટૂટી પડ્યું હોય એવી હાલતમાં
મુંબઈ આવી પહોંચ્યા
Read the Varta,
Thanks !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Hope to see you soon for the Post on Chandrapukar !